તરોતાઝા

ફોક્સઃ બીપી ખતરનાક કેમ થઈ ગયું છે ?

રેખા દેશરાજ

બીપી એટલે કે બ્લડ પ્રેશર હોવું એ ખૂબ સામાન્ય વાત થઇ ગઈ છે. પહેલા બીપીનો પ્રોબ્લેમ માત્ર 55 કે 60 વર્ષના પ્રૌઢને જ થતો હતો. સામાજિક અને વર્ક પ્રેશરને કારણે બીપીનો પ્રોબ્લેમ હવે જુવાનિયાઓમાં પણ જોવા મળે છે. કામકાજનો દબાવ, અસંતુલિત જીવનશૈલી, ઊંઘની ઉણપ, સ્ટ્રેસ અને જંક ફૂડની વધતી માગ બીપીને એક વૈશ્વિક મહામારી બનાવી દીધી છે.

બીપી એ ખતરનાક બીમારી થઇ ગઈ છે એનું સૌથી મોટું કારણ ડિજિટલ યુગ છે. ડિજિટલ યુગ જે ઝડપથી યુવાનોનું કામ આસાન બનાવી રહે છે તે જ ઝડપથી માનસિક દબાણમાં વધારો કરી રહી છે. સતત સ્ક્રીનટાઇમ, પ્રતિસ્પર્ધા, આર્થિક સુરક્ષા અને નોકરી ગુમાવવાનો ડર યુવાનોમાં હાઈ બીપીનું કારણ બની રહ્યું છે. ફાસ્ટ ફૂડ, પેક્ડ સ્નેકસ, મીઠું, સોડિયમની અધિકતા અને સાકર આ બધી જ વસ્તુઓ બીપીને આમંત્રિત કરે છે.

ભારતીય ભોજનમાં ખાસ કરીને વધારે પડતું મીઠું અને તેલ પણ બીપી વધવાનું એક મુખ્ય કારણ છે. શહેરી જીવનશૈલીમાં શારીરિક કસરત જેમ કે ચાલવું, દોડવું, યોગા જેવી કસરત માત્ર વિકેન્ડ પૂરતી જ રહી ગઈ છે. આનાથી શરીરનું મેટાબોલિઝમ ઘટે છે અને બીપીનો પ્રોબ્લેમ થાય છે. મોબાઈલના વધારે વપરાશને કારણે મોટા ભાગના ભારતીયોની ઊંઘ બે થી ત્રણ કલાક ઘટી ગઈ છે. આ બધા જ કારણોને લીધે બીપીની સમસ્યા વધે છે.

2024ના વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લુએચઓ)ના રિપોર્ટ અનુસાર દરેક વર્ષે 1.04 કરોડ લોકોનું મૃત્યુ બીપીને કારણે થાય છે. એમાંથી લગભગ 50% મૃત્યુ સ્ટ્રોક અને હાર્ટ એટેકથી થાય છે. 22 લાખ લોકો હાઈ બ્લડ પ્રેશરને કારણે મૃત્યુ પામે છે. ભારતમાં 18 વર્ષથી ઉપરના લગભગ 30 ટકા પુરુષો અને 25 ટકા મહિલાઓ બીપીનો શિકાર બને છે.

મોટાભાગે બીપીના લક્ષણો પકડમાં નથી આવતા. જો એક વાર બીપી અનિયંત્રિત થઈ જાય તો આંખોંને નુકસાન પહોંચાડે છે. કોરોના કાળ બાદ લોકોમાં વધતો માનસિક તનાવ અને દવાઓ પર વધતી નિર્ભરતા ભારતમાં બીપીની સમસ્યાને વધારે છે. ઘણા લોકો અચાનકથી જ બીપીની દવા ખાવાનું છોડી દે છે તેને લીધે તેમને હૃદય રોગના હુમલાનો ભોગ બનવું પડે છે.

જો ભારતીયો જીવન શૈલી નહીં બદલે તો 2030 સુધીમાં હર ત્રીજી વ્યક્તિ બીપીથી પીડાતી હશે. નાના ગ્રામીણ વિસ્તારોમાં બીપી એક મહામારીની જેમ ફેલાઈ રહ્યું છે. આ બાબતે બધાએ જ ધ્યાન રાખવું રહ્યું ત્યારે જ બીપી થોડું ઘણું નિયંત્રણમાં આવી શકે. બીપી માત્ર ઉંમરને જ નથી જોઈતું, પરંતુ અસંતુલિત જીવનશૈલીને આધારે બીપીના શિકાર બનવું પડે છે.
જો તમારે આ બધાથી બચવું હોય તો જીવનશૈલી સુધારવી પડે, નિયમિત વ્યાયામ કરવો પડે અને સ્વસ્થ આહાર લેવો પડે.

બીપીને નિયંત્રિત રાખવાના ઉપાયો-

  • પ્રતિદિન 30 મિનિટ ચાલવું.
    *ભોજનમાં તળેલા પદાર્થ, સોલ્ટ અને સાકાર ઓછી કરી નાખવી.
  • પૂરતી ઊંઘ લેવી અને મોબાઈલ જોવાનો ટાઈમ ઓછો કરવો.
    *અઠવાડિયામાં એક વખત ડિજિટલ ડિટોક્સને જીવનશૈલીનો ભાગ બનાવવો.
    *નિયમિત રીતે બીપીની તાપસ કરાવતા રહેવું.
    *મેડિટેશન દ્વારા ગુસ્સા અને ચિંતાને નિયંત્રિત રાખવા.

બીપી ચાર્ટ

100 – 80 – સામાન્ય – સ્વસ્થ
120 – 139 / 80-89 – પ્રિ હાઇપર ટેંશન – સાવધાની રાખવી.
140 -159/ 90-99 – હાઈ બીપી (સ્ટેજ 1) સારવાર જરૂરી.
160 થી ઉપર /100 થી ઉપર – હાઈ બીપી
(સ્ટેજ 2 ) ગંભીર ખતરો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button