વિધ્નહતાના પૂજન-અર્ચન સાથે આરતી કરવાથી બગડેલ આરોગ્ય સુધરશે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહ માં આદિત્ય
નારાયણ
સૂર્ય ક્ધયા રાશિ(મિત્ર રાશિ)
મંગળ- ક્ધયા-(શત્રુ રાશિ)મધ્યમ ગતિ
બુધ – સિંહ-(મિત્ર રાશિ)
ગુરુ – મેષ વક્રીભ્રમણ
શુક્ર – કર્ક રાશિ માં
શનિ – કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણ
રાહુ- મેષ વક્રીભ્રમણ
કેતુ- તુલા વક્રીભ્રમણ
રાશિ માં રહેશે.
આ સપ્તાહ ની શરુઆત ગણેશચતુર્થી મહોત્સવ થી થયેલ હોવાથી આરોગ્ય બાબતે ભય,ચિંતાઓ રાખવાની જરુરત નથી. વિધ્નહર્તાનું પુજન,અર્ચન સાથે આરતી કરવાથી બગડેલ આરોગ્ય સુધરશે,આત્મવિશ્વાસ વધશે.
માનસિક ફોબિયા માં રાહત લાગશે. સૂર્ય ક્ધયાસંક્રાંતિ હોવાથી કમર, કબજિયાત સાથે શરીર ઝકડાઇ જવાની શિકાયતો સાંભળવા મળે. ક્ધયા રાશિ મા સૂર્ય-મંગળ ની અંગારાત્મક યુતી રચાઇ રહી હોવાથી આગ-અકસ્માત સાથે દાઝવાની ધટનાઓ બને. સમય ની અનુકૂળતા મુજબ ભગવાન વિષ્ણુ નામ-સમરણ કરવું.લાંબા સમયથી પીડીત રોગિષ્ટ જાતકો ની રોગ,માંદગી હળવાશ માટે
દહીં ખાવુ નહીં. સૂર્યોદય સમયે પ્રત્યક્ષ સૂર્યદેવતાને શુદ્ધ પાણીમાં ભરપુર કંકુ સાથે ચોખાની ચપટી નાખીને અર્ગ આપવાથી પણ અસાધ્ય બિમારીઓ માં રાહત જણાશે.
(૧)મેષ (અ,લ,ઇ):-
માથુ સખત સણકા મારે,પીડા સહન ના થાય.એસીડીટી તેમજ ગળામાં બળતરા થાય. ફ્રીજ નું ઠંડુ પાણી પીવું નહીં. સમય કરતા વહેલા સુવા ની ટેવ પાડવી.ગણેશજી ની નામાવલી પઠન કરવું.સપ્તાહ ના અંતે યોગ્ય દાક્તર ની ઉચિત દવા લાગુ પડી જશે.
(૨)વૃષભ (બ,વ,ઉ):-
પેટ માં દુખાવો સતત રહ્યા કરે. વજન વધવાની સંભાવના. માનસિક ભય,ચિંતાઓ સતાવે. કુલદૈવી ઉપાસના સાથે મહાકાલીના મંત્ર જાપ અવશ્ય કરવા. રોગ,પીડા દુર થશે.આત્મવિશ્વાસ ગુમાવવો નહીં.
(૩)મિથુન (ક,છ,ધ):-
આ સપ્તાહમા હિમોગ્લોબિન ધટી શકે,કાળજી રાખવી.મોડી રાત્રિએ ઊંઘ આવે.બજારુ ચીજવસ્તુઓ ખાવી નહીં.સપ્તાહ ની શરૂઆત માં ઇષ્ટદેવનું શ્રીફળ ધરે વધેરવું.શિવ મંદિર માં દેવાધિદેવ મહાદેવ ના દર્શન કરશો.
(૪)કર્ક (હ,ડ):-
આ સપ્તાહ ના મધ્યે કબજિયાત સાથે માથા નો દુખાવો થવાની શક્યતાઓ. નજીક ના સ્વજનના નિધન ના સમાચાર મળવાથી તબિયત બગડી શકે. હોઠ પર સોઝો આવવાની શક્યતાઓ.સંધ્યા સમયે માતાજીની આરતી અવશ્ય કરવી.રાત્રે સૂતી વખતે હનુમાન ચાલીસા નો પાઠ કરવો.
(૫)સિંહ (મ,ટ):- અ
ાંખોમાં લાલાશ જોવા મળે તેમજ વારંવાર પાણી ટપકે.તાવ ચડ ઉતર આવે.કબજિયાત ની ફરીયાદ રહે. સૂર્ય સંહિતાનું પઠન કરવું. ગાયત્રી મંત્રની માળા અવશ્ય કરવી.
(૬)ક્ધયા (પ,ઠ,ણ):-
પેટ સંબંધિત દર્દો વક્રરે.કમર પકડાય જવાની ફરીયાદ રહે.બહાર ગામની મુસાફરી ટાલશો.બજારુ તૈયાર મીઠાઈ ખાવી નહીં.પંખી ને ચણ નાખશો.
(૭)તુલા (ર,ત):-
સામાન્ય રીતે હાથ માં લકવાની અસર જણાય.બી.પી.કે ડાયાબિટીસની તકલીફ યથાવત રહે.માતાજીના મંદિરમાં તોરણ ચડાવશો તેમજ આરતી ગાન કરશો.
(૮)વૃશ્ચિક (ન,ય):-
વધરાવળ ની સમસ્યાઓ હોય તો વધે.એકંદરે આ સપ્તાહ આરોગ્ય માટે કોઈ જ ચિંતા કરશો નહીં.પાણી વધારે પીશો.ગરમા-ગરમ ચીજ વસ્તુઓ આરોગશો.નિયમિત સમયે નિત્ય પુજા અવશ્ય કરશો.
(૯)ધન (ભ,ધ,ફ,ઢ):-
ડાયાબિટીસ ની તકલીફ યથાવત રહે. મોડી રાત્રિએ ઊંઘ આવવાથી શારીરિક બેચેની રહે.અપચો થવાની ફરિયાદ રહે.ગુરુ ગીતા પઠન સાથે નિત્ય ઈષ્ટદેવ,ગુરુદેવ ના સ્મરણ સાથે ધુપ દીપ કરશો.
(૧૦)મકર (ખ,જ):-
જમણા પગે ગડ,ગુમડ ની તકલીફ આકસ્મિક આવે.સપ્તાહના છેલ્લા દિવસે માથુ દુખવાની સમસ્યાઓ આવી શકે.હનુમાન ચાલીસા નું પઠન કરવું.ગરીબો ને જીવન જરુરીયાત ની ચીજવસ્તુઓ માટે મદદ કરશો.
(૧૧)કુંભ (ગ,શ,સ):-
સંધિવાત રોગ નો સામનો કરવો પડે. જે જાતકો જન્મજાત ગૂંગા અને બહેરા છે તેમને હદય ની તકલીફ થઈ શકે.શનિવારે રામાયણ ની ૨૭ ચોપાઇ નો પાઠ કરવો.હનુમાનના દર્શન મંદિર માં જઈ ને કરવા.
(૧૨)મીન રાશિ:-
આંખોમાં ચશ્માના નંબર વધુ આવવાની સંભાવના રહેલી છે.સરકારી બાકી વેરાની નોટીસો મળવાથી આરોગ્ય પર અસર જણાય.નિત્ય ઈષ્ટદેવ સાથે ગુરુદેવના મંત્ર નો જાપ કરશો. સમય ની અનુકુલતા મુજબ દેવમંદિરના દર્શન કરવા જવુ. કોબી,કાકડી,કંકોડા આ સપ્તાહ મા ખાવા નહીં. મીઠાઈ ખાવાની બંધ કરશો તો ઊંઘ સારી આવશે. યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે.દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમયે શુદ્ધ જળ ના અધ્ય સાથે આદિત્ય નારાયણ સ્તોત્ર નું પઠન કરશો.આયુ,આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે.ઈષ્ટદેવ નો નિત્ય શુધ્ધ ધી નો દીપ પગટાવવાનુ ભૂલશો નહીં. ઉ