તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : મકાઇના સાઠા (ગન્ના)નો ગોળ

  • ડૉ. હર્ષા છાડવા

ભારતીય મીઠાઇનો ઇતિહાસ હજારો વર્ષોથી પહેલાનો છે. જે આજ પણ કાયમ છે. પ્રાચીન ભારતમાં વિકસિત થયો હતો. ભારતની સંસ્કૃતિના અનુસાર બધા પ્રદેશોમાં મીઠાઇની વિવિધતા પણ છે. અને સમાનતા પણ છે. ભારતમાં દરેક રાજ્યમાં ખુશી, ઉલ્લાસ માટે મીઠાઇનો વપરાશ થાય છે. દરેક રાજય પોતાના અદ્ભુત સ્વાદવાળી મીઠાઇઓ માટે પ્રસિદ્ધ છે. દરેક તહેવાર કે પ્રસંગ માટે વિવિધ મીઠાઇઓ બને છે.

તહેવારમાં બનતી મીઠાઇઓ જ પારંપારિક છે તેનું મહત્ત્વ સ્વાસ્થ્ય માટે પણ છે. આ પારંપારિક મીઠાઇ ગમે ત્યારે નથી બનતી ચોક્કસ ઉત્સવ કે તહેવાર વખતે બને છે. કારણ તે સમય તેનું યોગ્ય પાચન થાય છે અને તે વખતે તેની માટેનું યોગ્ય વાતાવરણ કે ઋતુ હોય છે. શરીરમાં ત્યારે પાચન થાય છે. જયારે યોગ્ય સમયે અને યોગ્યમાત્રા પ્રમાણે બનાવવામાં આવે.

ભારતનાં રાજ્યોમાં આ બધી મીઠાઇઓ ગોળમાં બનાવવામાં આવે છે. દરેક રાજયમાં લગભગ શેરડીનો ગોળ મળે છે તે સિવાય નારિયેળના ગોળથી દક્ષિણ ભારતમાં બનતી મીઠાઇઓ જેવી કે વેટકક કેરલમાં બને છે. પીલ પોલી તમિળનાડુમાં, કુબાની આંધ્ર પ્રદેશ, બેબનિકા ગોવા, પાઇસમ સમસ્ત દક્ષિણ ભારતમાં, નારિકોલર લાડુ આસામમાં ખજૂરના ગોળથી બંગાળની દરેક મીઠાઇ બને છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : ડાયાબિટીસથી કેમ બચવું?

બ્રાઉન કલરની રિકવી જે ગોળમાંથી જ બને છે. તેથી છંગબન ભેદુ કુરતાઇ મિઝોરમમાં, બિહારમાં ગોળથી ઢેકુઆ અવનબગંવી ત્રિપુરા, યદુરોરી છત્તીસગઢ, છેનાપોડા ઓડિશા, ગુલામલાકા ગોળમાંથી સિક્કીમની સેલરોટી બને છે. સિંધોધી કે સિંગોધી ઉત્તરાખંડમાં, પામગોળમાંથી તેલંગણામાં પૂરનમ મીઠાઇ, હિમાચલમાં બાબરુ, મણિપુરમાં થોંગબા નાગાલેન્ડમાં કાતપિઠા, અરુણાચલ પ્રદેશમાં ખપાસે ગુજરાત અને રાજસ્થાનમાં ઘણીય મીઠાઇઓ વિદેશમાં બને છે. આનો લેખ અગાઉ આપ્યો હતો. જાણી લો કે ભારતમાં ઘણાય પ્રકારનો ગોળ બને છે, લોકો આનાથી માહિતગાર નથી. તેથી વપરાશ ઓછો છે. કચ્છમાં પણ ખજૂરનો ગોળ ખૂબ જ પૌષ્ટિક છે. નીરાગોળ, તાળગોળ, માડગોળ વગેરે. અલગ અલગ રાજયમાં બની રહ્યા છે. મસાલાવાળો ગોળ કર્ણાટક અને તમિળનાડુ તેમ જ કેરલ બને છે જેનો સ્વાદ ખૂબ જ લાજવાબ છે.

કર્ણાટકમાં મલીયઅપ્પા નામના ભાઇએ મકાઇના સાઠામાંથી (ગન્નામાંથી) ગોળ બનાવે છે. મકાઇનો ગોળ તેઓ લગભગ પાંચથી છ વર્ષ પહેલાં બનાવાની શરૂઆત કરી છે. કર્ણાટકમાં હીલોલી ગામ છે જે રામદુર્ગ તાલુકામાં આવેલું છે ત્યાં બનાવે છે. મકાઇના સાઠામાંથી બનતું ગોળ સ્વાસ્થ્યની દષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. મોટો એનર્જીનો સ્ત્રોત છે. સ્વાદ ખૂબ સરસ તેઓ ઓર્ગેનિક રીતે બનાવે છે. મુલાકાત લેવા જેવી છે. યુટયૂબ અને ફેસબુક તમે જોઇ શકો છે. રિફાઇન્ડ સાકરથી દૂર રહેનાર માટે આ ગોળ આશીર્વાદ રૂપ છે.

મકાઇના ગોળ વિટામિન એ અને સીથી ભરપૂર છે. મિનરલ જેવા કે કોલેટ, પોટેશિયમ અને મેગ્નેશિયમ છે. લ્યૂટિન અને જેકસોથિન જેવા ઓકસિડેન્ટ છે.

લ્યૂટિન અને જેકસોથિન એન્ટિ ઓકસિડેન્ટ જે મોતિયાબિંદુથી બચાવે છે આંખોને ચમકદાર રાખે છે. એટલે કે મકાઇના ગોળમાં ગ્લાઇકામેકસ ઇન્ડેકની માત્રા સીમિત છે. તેમ જ ઉંમર સંબંધિત મેકયુલર ડિજનરેશનથી બચાવે છે. એટલે વૃદ્ધાવસ્થાને રોકે છે. ગ્લૂટેનથી મુક્ત છે જે સીલિઇક રોગથી બચાવે છે.

ધુલનશીલ છે તેથી તેનું ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખે છે. આનું પ્રોટીન જે મસલ્સને મજબૂત બનાવે છે. ફાઇબર સારું છે તેથી પાચન સુધરે છે. ડાયાબિટીસની સમસ્યાવાળા આના સીમિત માત્રામાં ઉપયોગ કરી શકે છે. એનિમિયા જેવી બીમારીમાં આર્યન ઘટી જવાને કારણે શરીર નિસ્તેજ બને છે. ત્યારે આ ગોળનો ઉકાળો બનાવી લઇ શકાય છે.

ત્વચા પણ નિખરે છે. આ ગોળનો રંગ પણ પીળાશ પડતો છે તેથી વાનગીનો રંગ પણ સારો થાય છે. ઘણાં ગોળના બ્રાઉન રંગથી ચીડ હોય તે આ ગોળ વાપરી શકે છે. ઊર્જા અને પૌષ્ટિકતા માટે આ ફાયદાકારક છે.

સ્વાસ્થ્યની ચિંતા રાખવાવાળા અને ઉચ્ચ પ્રકારનો આહાર પસંદ કરવાવાળા માટે આ ગોળનો ઉપયોગ જરૂરથી કરજો.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button