આહારથી આરોગ્ય સુધી: ચંદ્ર નમસ્કાર આસન સ્ત્રી માટે વરદાન છે…

સર્વાંગી વિકાસ માટે જરૂરી છે
- ડૉ. હર્ષા છાડવા
ભારતીય યોગ વિદ્યા એ કોઇ સામાન્ય વિદ્યા નથી. યોગ વિદ્યાનો ઉલ્લેખ વૈદિક સાહિત્ય, ઉપનિષદો, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં જોવા મળે છે. આપણા દેશમાં ઘણી સદીઓથી આનું ઉચ્ચતમ અને મહત્ત્વનું સ્થાન છે. હાલમાં વૈશ્ર્વિક સ્તરે પણ આનું મૂલ્યાંકન ખૂબ જ ઉચ્ચ સ્તરે થયું છે. કહેવાય છે કે આદિયોગી શિવ એ સપ્તઋષિઓને યોગની કળામાં નિપુણ બનાવ્યા. ત્યાર પછી પતંજલિ યોગનાં યોગસૂત્રોના માધ્યમથી તેને વ્યવસ્થિત રૂપ આપ્યું. વૈદિક કાળમાં ગુરુકુળ યોગનો અભ્યાસ શિખવવામાં આવતો. સ્વામી વિવેકાનંદે એ ધર્મસંસદમાં ઐતિહાસિક ભાષણ જે શિક્ષણોમાં આપ્યું ત્યારે તેમણે યોગવિદ્યાનો ઉલ્લેખ કરીને વિશ્વને યોગથી પરિચિત કરાવ્યા હતા. તેમણે કહ્યું કે યોગ માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણની દિશામાં એક સંપૂર્ણ સાધન છે.
યોગથી મનુષ્યમાં સ્થિરતા, ધીરતા અને અનુશાસન બની રહે છે. વ્યક્તિના શારીરિક , માનસિક અને સામાજિક વિકાસનો સ્તર ઉચ્ચવર્ગીય બને છે. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા આ એક સાધનાના રૂપમાં વર્ણિત છે. હાલના સમયમાં આર્થિક ઉપાર્જનનું પણ મહત્ત્વનું માધ્યમ છે. યોગથી ઉન્નતિ સરળ અને સહજ બની રહે છે. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં વર્ણિત છે. પતંજલિએ વર્ણવ્યું કે વૈદિકકાળમાં એકાગ્રતાનો વિકાસ અને સાંસારિક કઠણાઈઓને પાર કરવા યોગનો અભ્યાસ કેવી રીતે થતો હતો, જેથી તેઓ યોગના પિતામહ તરીકે ઓળખાયા. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગયોગનો વિસ્તાર માર્ગ બતાવ્યો છે, જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.
હાલના સમયમાં યોગિક ક્રિયામાં આસન અને પ્રાણાયામનું મહત્ત્વ છે. શારીરિક આસનો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જે પ્રકારનાં અંગો વળાંક કે સ્થિતિ છે તે પ્રમાણે તેના નામો છે. લગભગ ચોર્યાશીસો આસનો છે. શારીરિક વ્યાધિ એટલે કે બીમારીઓથી દૂર રહેવા માટે શારીરિક આસનોનું મહત્ત્વ ખૂબ જ મોટા પાયે છે તે વિશ્ર્વને જણાયું. માનસિક શાંતિ અને શરીર લચીલું બની રહે છે.
લગભગ બધાં જ આસનોના નામ છે તેમાં સૂર્ય નમસ્કાર ખૂબ પ્રચલિત છે. જેમ સૂર્ય નમસ્કારમાં બાર આસનો છે તેમ ચંદ્ર નમસ્કાર પર આસન છે, જેમાં ચૌદ પ્રકારના આસન છે. આ એક સૌમ્ય યોગ પ્રવાહ છે. આનો ઉલ્લેખ બહુ વધારે થતો નથી તેથી લોકો એનાથી અજાણ છે. જેટલું મહત્ત્વ સૂર્ય નમસ્કારનું છે તેટલું જ મહત્ત્વ ચંદ્ર નમસ્કાર નું છે. આ યોગથી મન શાંત બને છે, અવસાદથી છુટકારો મળે છે, શરીર લચીલું બને છે. સાંજના સમયમાં આ આસન કરવામાં આવે છે. બધા જ આ આસન કરી શકે છે. બેથી ત્રણ વખત કરવાથી તે સહજ રીતે આવડી જાય છે. આ આસનો સરળ છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ એક છુપાયેલી ફેટ
ચંદ્ર નમસ્કાર સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. સ્ત્રીઓને માનસિક રીતે ખૂબ શાંતિ આપનાર છે. શરીર પણ લચીલું હંમેશાં બની રહે છે. કેમિકલ યુક્ત ખોરાક, જંકફૂડથી શરીરનું સ્વાસ્થ્ય બગડે છે. આ છોડીને આ આસનનો પ્રયોગ એ શરીર માટે લાભદાયક પુરવાર થયો છે.
સ્ત્રીઓની વ્યાધિમાં એટલે કે પી.સી.ઓ.ડી. જેવી વ્યાધિ સરળતાથી સારી થઈ જાય છે. જાંઘો પર કે પેટ પર જામેલી ચરબી કે અક્કડપણું દૂર થઈ જાય છે. પેટના મસલ્સ મજબૂત બની જાય છે. ગોંઠણના દુખાવા કે બળતરા થતી નથી. સ્ત્રીઓના જનન અંગો ખૂબ જ મજબૂત થાય છે. જે સ્ત્રીને ગર્ભ રહેતો નથી. તેઓએ આ ચંદ્ર નમસ્કાર જરૂરથી કરવો. ગર્ભાકાળ દરમિયાન પણ આ આસન કરી શકાય છે. ડિલિવરી પછી પેટ ફુલવું કે જાંઘો પર ચરબી વધી જાય ત્યારે આ આસન સારું પરિણામ આપે છે.
હાલમાં એન્ડ્રોમેટ્રિયલ સમસ્યા સ્ત્રીઓમાં વધુ દેખાય છે. આ આસનો રામબાણનું કામ કરે છે. મેનોપોઝની સમસ્યા પણ સહજ રીતે ચાલી જાય છે.
કબજિયાતના કારણે ગેસની સમસ્યા તેમ જ સ્પોન્ડિલાઇટિસની સમસ્યામાં પણ સારું પરિણામ મળે છે. હાથનાં આસનોના કારણે ગળાની આસપાસનો દુ:ખાવો મટી જાય છે. એસિડિટીની વ્યાધિમાં આ આસનો ફાવટ મુજબ કરવા જોઈએ. શરીરમાં થતી બળતરા કે પગની પાનીની બળતરા શાંત કરવા આ આસનો ત્રણથી ચાર વખત કરવા જોઈએ. શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. આ આસન ચક્રની જેમ છે જે જમણી બાજુથી ચાલુ થાય અને ડાબી બાજુએ પૂરું થાય છે. ચંદ્ર જેવી શાંત ઊર્જા મળે છે.
આ ચંદ્ર નમસ્કાર આસનથી શ્ર્વસન ક્રિયા, પાચનક્રિયા, માનસિક શાંતિ, શરીરમાં લચીલાપણું મળે છે. શરીરનું સંતુલિત સંચાર થાય છે. સાંજના સમયે ઠંડક હોય છે. ચંદ્ર નમસ્કાર એ શાંત ઊર્જા આપે છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ બીમારીનું કારણ ગ્લેક્સોલ



