તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ કાર્નિટાઈન-જરૂરી અમીનો એસિડ

ડૉ. હર્ષા છાડવા

કાર્નિટાઈન એક અમીનો એસિડ છે. જે આપણા શરીરમાં પ્રાકૃતિકરૂપથી ઉત્પન્ન થાય છે. જે બધા જ જીવિતોમાં હાજર છે. જે વિવિધ શારીરિક પ્રક્રિયાઓમાં કાર્ય કરે છે. વિશેષરૂપથી વસા અમ્લની અંતકોશિકીય પરિવહનના એક આવશ્યક સહકારકના રૂપમાં છે. આપણા સામાન્ય આહારમાં તે પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. પ્રતિદિન ત્રેવીસથી એકસો પાંત્રીસ મિલીગ્રામ જેટલું મળી રહે છે.

આપણું શરીર એક વિશિષ્ટ જેવ સંશ્ર્લેષણ પ્રક્રિયાના માધ્યમથી એક આવશ્યક અમીનો એસિડ લાઈસિનથી કાર્નિટાઈનનું ઉત્પાદન કરે છે. ફેટી એસિડના પરિવહનમાં પોતાની ભૂમિકાને કારણે કાર્નિટાઈન માઈટો કોન્ડ્રીયલ ફેટી એસિડ બી-ઓક્સીકરણ ને માટે મહત્ત્વપૂર્ણ છે. કહેવાય છે કે પૂર્ણ શાકાહારીઓમાં એલ કાર્નિટાઈનની ઓછપ હોય છે. યોગ્ય સંભાળથી સામાન્ય ખોરાકથી જ આની ઓછપ દૂર કરી શકાય છે.

કાર્નિટાઈનની ઓછપ પર લોકોનું ધ્યાન હજુ કેન્દ્રિત નથી. મનુષ્યોમાં એલ-કાર્નિટાઈન જેવ સંશ્ર્લેષણની સામાન્ય દર 0.16 થી 0.48 મિલીગ્રામ હોય છે. કાર્નિટાઈનની ઓછપ બે પ્રકારે હોય છે. પ્રાથમિક કાર્નિટાઈનની ઓછપ કોશીકીય, કાર્નિટાઈન ટ્રાન્સપોર્ટર પ્રણાલી અનુવાંશિક વિકાર છે. બ્રેન, કિડની અને લીવરમાં બને છે. ફેટને એનર્જીમાં રૂપાંતર કરે છે.

કાર્નિટાઈનની ઓછપથી માંસપેશીઓમાં સોજા કે અકડતા આવવી, દોડવીરમાં આની તકલીફ જણાય છે. વ્યાયામ કે વધુ પડતી કસરત કરતા લોકોને પણ આની તકલીફ જણાય છે. એન્ટીબાયોટિક દવાઓના ઉપયોગના કારણે કાર્નિટાઈનનું ઉત્સર્જન વધી જાય છે, જેના કારણે આની ઓછપ થાય છે. માંસપેશીને મજબૂતી કાર્નિટાઈન એ ઊર્જા સ્ત્રોત છે.

જ્યારે યકૃતમાં ગ્લુકોઝની આપૂર્તિ થાય છે જેથી ઓક્સિકૃત કે ગ્લાઈકોઝનના રૂપમાં સંગ્રહિત નથી કરી શકતું ત્યારે યકૃત અતિરિક્ત ગ્લુકોઝને સક્રિય રૂપમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ બનાવવાના શરૂ કરી દે છે. જેથી મેલોલિ સીઓએની સાંદ્રતા વધી જાય છે. જે ફેટી એસિડ સંશ્ર્લેષણમાં પ્રથમ મધ્યવર્તી છે જેથી કાર્નિટાઈન એસાઈલટ્રોસફેરેજીનું અવરોધ થાય છે. જેથી બીટા ઓક્સિજનનું માઈટ્રોકોન્ડ્રીયલ મેટ્રિક્સમાં ફેટી એસિડનો પ્રવેશ થતો નથી. જેથી ઊર્જા ઉત્પાદનમાં અવરોધ આવે છે.

ચયાપચન સંબંધી વિકારોને રોકવા માટે કાર્નિટાઈનની પર્યાપ્ત માત્રા હોવી જરૂરી છે. શારીરિક પ્રદર્શનની ગુણવત્તા માટે આની પર્યાપ્ત માત્રા જરૂરી છે. પ્રજનન ક્ષમતા માટે વીર્યદ્રવમાં કાર્નિટાઈનની માત્રા સીધા શુક્રાણુની સંખ્યા અને ગતિશીલતા સંબંધિત જરૂરી છે.

વિભિન્ન અધ્યયનમાં જણાયું કે કાર્ડિયોમેટાબોલિક સ્થિતિ ગુણવત્તા માટે જરૂરી છે. હૃદયરોગ અને મધુમેહ સહિત અન્ય વિકાર દૂર કરવા કાર્નિટાઈનની ક્ષમતા વધારવી જરૂરી છે. ગ્લુકોઝ સહિષ્ણુતામાં સુધાર કે રક્ત ગ્લુકોઝના સ્તરને ઠીક રાખવા માટે કાર્નિટાઈનયુક્ત આહાર જરૂરી છે.

કિડનીની બીમારીમાં સી-રિએક્ટીવ પ્રોટીનની ઓછપ દૂર કરવા માટે ખોરાક કાર્નિટાઈનયુક્ત હોવો જોઈએ. સામાન્ય ખોરાકથી જ મેળવવો જોઈએ સપ્લિમેન્ટ થોડા નુકસાનદાયક છે. પ્રોટીનયુક્ત આહારનું લયબદ્ધ સેવન જરૂરી છે.

ઘણાં પ્રિ-મેચ્યોર જન્મેલ બાળકોમાં આની ઊણપ જણાય છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય એવમ્ માનવ વિકાસ સંસ્થાને કાર્નિટાઈન એક સશર્ત આવશ્યક પોષક તત્ત્વ પાછળનું વિજ્ઞાન વિશે જણાવ્યું છે કે આહારમાં કેમિકલનો વપરાશ ન હોય તેવો આહાર જરૂરી છે.

વિભિન્ન પ્રકારના ડેરી પ્રોડક્ટસ જે પ્રાકૃતિક હોય તે લેવા જરૂરી છે. ડેરી પ્રોડક્ટસમાં સ્વાભાવિકરૂપથી કાર્નિટાઈન હોય છે. સમુદ્ર પાસે ઊગતી ખાવાલાયક વનસ્પતિનો ઉપયોગ જરૂરી છે. મોરશ ભાજી, લૂણી ભાજી, વોટરક્રર ભાજી જે સમુદ્રની પાસે ઊગે છે. બિન્સ વિવિધ પ્રકારના મળી રહે છે. જેમાં શરીરની જરૂરિયાતનું પ્રોટીન મળી રહે છે જે સ્વાભાવિકરૂપથી કાર્નિટાઈન બનાવે છે.

વટાણા પ્રોટીનનો સંપૂર્ણ સ્ત્રોત છે. સૂકો મેવો તેમ જ અન્ય બીજ ખાવામાં ઉપયોગ કરવો જરૂરી છે. અનાજને જાડું પીસી તેના દલિયાનો ઉપયોગ કરવો. પાલકને મુખ્ય રાખવી. ડ્રાયયિસ્ટ નાખી હોલવીટ બ્રેડ ઘરે બનાવવા. મશરૂમ એ પ્રોટીનનો ગુણવત્તાવાળો સ્ત્રોત છે. બીટ-બીટના પાન, કેળા, એપલ, ગ્રીન એપલ, મકાઈ, પીળા કેપ્સીકમ જેવા આહારમાં લેવા જરૂરી છે. સાત્ત્વિક આહાર લેવો જરૂરી છે.

કાર્નિટાઈન યુક્ત આહાર શારીરિક ક્ષમતા માટે જરૂરી છે. યોગ્ય આહારનું આયોજન કોઈપણ ઊણપથી દૂર રાખે છે. આજકાલની જીવનશૈલી એ બાહ્ય ખાનપાન પર આધારિત છે જેના કારણે ઘણી ઊણપો શરીરમાં દેખાય છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ વૃદ્ધાવસ્થામાં થતી બીમારી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button