તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

તંદુરસ્તી-મનદુરસ્તી: ડિપ્રેશન (વિષાદ) શું છે?, ડિપ્રેશનની યૌગિક ચિકિત્સા…

ડિપ્રેશન શક્તિહીનતાનો અનુભવ છે. ખિન્નતા, નિરાશા, ઉત્સાહશૂન્યતા આદિ લક્ષણ. તો શક્તિહીનતામાંથી ફલિત થાય છે. યોગ અને ભારતીય મનોવિજ્ઞાનની દષ્ટિએ ડિપ્રેશન એટલે જીવનશક્તિનું હડતાળ પર જવું. જીવનશક્તિ અવિરુદ્ધ થઇ જાય છે. રિસાઇ જાય છે. તેને પરિણામે વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે છે. ડિપ્રેશન વિશેના યોગ અને ભારતીય મનોવિજ્ઞાનના આ દષ્ટિકોણને સમજવા માટે આપણે જીવનશક્તિવિષયક યૌગિક દષ્ટિને સમજવી જોઇએ અને તે માટે યોગની પંચકોશવિષયક ધારણાને સમજવી આવશ્યક છે.

સામાન્યત: સમગ્ર ભારતીય દર્શનમાં અને વિશેષત: યૌગિક દર્શનમાં આત્માનાં પાંચ શરીરનો સ્વીકાર થયેલો જોવા મળે છે. આ પાંચ શરીરને પાંચ કોશ કહેવામાં આવે છે. કોશ એટલે આવરણ કે મ્યાન. આત્માનાં પાંચ આવરણો તે જ પાંચ કોશ કે પાંચ શરીર છે.

આ પાંચ શરીર આ પ્રમાણે છે:
(૧) અન્નમય કોશ (૨) પ્રાણમય કોશ (૩) મનોમય કોશ (૪) વિજ્ઞાનમય કોશ (૫) આનંદમય કોશ
અન્નમય કોશને સ્થૂળ શરીર, પ્રાણમય અને મનોમય કોશને સૂક્ષ્મ શરીર, વિજ્ઞાનમય કોશને કારણ શરીર અને આનંદમય કોશને મહાકારણ શરીર પણ કહેવામાં આવે છે.

આ પાંચ કોશમાં વસનાર તેમનો અધિપતિ આત્મા છે.

આધુનિક મનોવિજ્ઞાનમાં આત્મા વિશે કોઇ વિચારણા નથી કે તેની સ્વીકૃતિ પણ નથી. આધુનિક મનોવિજ્ઞાનમાં સ્થૂળ શરીરનો સ્પષ્ટ સ્વીકાર છે, પરંતુ મનના સ્વરૂપ વિશે મનોવિજ્ઞાનના ભિન્નભિન્ન સંપ્રદાયો (તભવજ્ઞજ્ઞહત) ભિન્નભિન્ન દર્શન રજૂ કરે છે. આધુનિક મનોવિજ્ઞાન પાસે મનના સ્વરૂપ વિશે સર્વસંમત અને સ્પષ્ટ દર્શન નથી. આધુનિક મનોવિજ્ઞાન મનનો સ્વીકાર જેવો-તેવો અને નછૂટકે કરતા હોય તેમ લાગે છે.

યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે પ્રાણમય શરીર અન્નમય શરીરથી સૂક્ષ્મ અને મનોમય શરીરથી સ્થૂળ છે અને બંનેની વચ્ચે છે. આ પ્રાણમય શરીર જ જીવનશક્તિનું કેન્દ્ર છે. પ્રાણ એટલે આત્મા નહીં, પ્રાણ એટલે જીવનશક્તિ. પ્રાણ શરીર અને મનને જોડનાર કડી છે અને પ્રાણ જ શરીર અને મનને જીવનશક્તિનો પુરવઠો પૂરો પાડે છે. આપણી પરંપરામાં શક્તિમાન પુરુષને પ્રાણવાન કે મહાપ્રાણ કહેવાની પદ્ધતિ છે, તેનું કારણ પણ આ જ છે.

ડિપ્રેશન શક્તિહીનતાની અનુભવ છે. તેનો અર્થ એમ થયો કે ડિપ્રેશનનું કારણ પ્રાણમય શરીરમાં છે. મનોમય શરીરમાં અર્થાત્ મનમાં નથી. આધુનિક માનસચિકિત્સાશાસ્ત્ર ડિપ્રેશનના મૂળ કારણનું સ્થાન અને મૂળ કારણ સમજવામાં ભૂલથાપ ખાઇ ગયું છે, તેથી ડિપ્રેશનનો સચોટ ઉપાય હાથવગો બની શક્યો નથી.

મંદપ્રાણ વ્યક્તિઓમાં ડિપ્રેશન વધુ પ્રમાણમાં જોવા મળે છે અને બાહ્ય પરિબળો પ્રતિકૂળ હોવા છતાં પ્રાણવાન વ્યક્તિઓમાં ડિપ્રેશન ભાગ્યે જ જોવા મળે છે. આમ બનવાનું કારણ એ જ છે કે પ્રાણવાન વ્યક્તિને જીવનશક્તિની ખેંચ પડતી નથી તેથી જીવનશક્તિના અભાવમાં થતો ડિપ્રેશનનો અનુભવ તેના જીવનમાં સ્થાન લઇ શક્તો નથી.

આનો અર્થ એમ નથી કે ડિપ્રેશનને મન સાથે કશો સંબંધ નથી. ડિપ્રેશનનો અનુભવ મનમાં પણ થાય છે. મનનું બંધારણ અને માનસિક ક્રિયાઓ પણ ડિપ્રેશનની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં એક પરિબળ હોઇ શકે છે. આમ છતાં ડિપ્રેશનનું મૂળભૂત કારણ -શક્તિહીનતાનો અનુભવ પ્રાણમય શરીરમાં છે તેવો યૌગિક મનોવિજ્ઞાનનો નિશ્ર્ચિત અને નિર્વિવાદ મત છે. શરીર, પ્રાણ, મન-આ ત્રણે ચેતનાની ભિન્નભિન્ન ભૂમિકાઓ છે. છતાં તે ત્રણે વચ્ચે પરસ્પર વિનિમય અને અન્યોન્ય સંબંધ પણ છે જ. તેથી ડિપ્રેશન મૂળભૂત રીતે પ્રાણમય શરીરની ઘટના છે. છતાં ડિપ્રેશનને મન સાથે કશો સંબંધ જ નથી, તેમ સમજવાનું નથી. આધુનિક મનોવિજ્ઞાનમાં શરીર અને મનની વચ્ચે તેમનાથી અતિરિક્ત પ્રાણમય શરીર નામનું એક અલગ તત્ત્વ- ચેતનાનો એક વિશિષ્ટ સ્તર છે, તેવી ઓળખ કે સ્વીકૃતિ નથી તેથી જ ડિપ્રેશનનાં મૂળ અને સ્વરૂપ સમજવામાં ભૂલ થઇ છે.

આધુનિક મનોવિજ્ઞાનમાં શરીરથી સૂક્ષ્મ જે કાંઇ છે, તેને મનમાં ગણી લેવામાં આવે છે, તેથી તેમની બંનેની વચ્ચે રહેલું પ્રાણમય શરીર દષ્ટિ બહાર રહી ગયું છે.

ડિપ્રેશનમાં શું બને છે? ડિપ્રેશનની ઘટનામાં શું બને છે?

ડિપ્રેશનનાં નિમિત્તકારણો એકાધિક હોઇ શકે છે. આ કારણો શરીર, મન અને બાહ્ય પરિસ્થિતિમાં પણ હોઇ શકે છે. પરંતુ ડિપ્રેશનની ઘટનાનું ઉપાદાનકારણ પ્રાણમય શરીરમાં હોય છે. ડિપ્રેશનની ઘટના પ્રાણમય શરીરમાં બને છે. ડિપ્રેશનની ઘટના દરમિયાન પ્રાણમય શરીરમાં શું થાય છે?

આપણે જોઇ ગયા તે પ્રમાણે પ્રાણ એટલે જીવનશક્તિ. પ્રાણમય શરીર શક્તિનું કેન્દ્ર છે. સ્થૂળ શરીર અને મનોમય શરીર આ બંને પ્રાણામય શરીરની બંને બાજુ અવસ્થિત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button