તરોતાઝા

આપણી ઊંઘને કેટલી સુધારે છે આરામદાયક ઓશીકા

હેલ્થ વેલ્થ -સંધ્યા સિંહ

એક સારું અને આરામદાયક ઓશીકું માત્ર આપણી ગરદન અને કરોડરજજુને ટેકો જ નથી આપતું, સાથે તેને સીધી રેખામાં રાખવામાં મદદ પણ કરે છે. જ્યારે આપણી કરોડરજજુ સીધી હોય છે ત્યારે તે સ્નાયુઓને આરામ કરવાની અનુમતિ આપે છે અને તેનાથી સારી ઊંઘ આવે છે. જોકે ઊંઘ સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ આપણી કરોડરજજુના નબળા સંરેખણને કારણે થતી હોય છે. તેથી સારી ઊંઘ માટે યોગ્ય ઓશીકું જરૂરી છે.

આપણે બધા જાણીએ છીએ કે સારી ઊંઘ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી આરામદાયક ઓશીકું જે સારી ઊંઘની ખાતરી આપે છે, તે ચોક્કસપણે સારી ઊંઘમાં મદદ કરે છે સાથે જ આપણા સારા સ્વાસ્થ્યમાં પણ મદદ કરે છે. ખોટી રીતે સૂવાથી આપણી ગરદન અને પીઠમાં દુખાવો થાય છે અને ગરદન અને પીઠના દુખાવાના કારણે આપણી ઊંઘમાં ખલેલ પડે છે. વાસ્તવમાં, જ્યારે આપણે પથારી પર સૂઈએ છીએ, ત્યારે આપણા આરામ માટે સૌથી મદદરૂપ વસ્તુ આપણી ગરદનને સીધી રાખવા પર આધારિત છે. તેથી, એક સારુ ઓશીકું આપણી ઊંઘ સુધારે છે અને આપણા સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે. બીજી તરફ જો ઓશીકું યોગ્ય ન હોય એટલે કે આરામદાયક ન હોય તો વ્યક્તિને ઊંઘ પણ નથી આવતી. કહેવાનો અર્થ એ છે કે જ્યાં એક તરફ આરામદાયક અથવા યોગ્ય ઓશીકું આપણી ઊંઘની ગુણવત્તા સુધારે છે અને ઊંઘને સુરક્ષિત કરે છે, ત્યાં ખરાબ ઓશીકું અનિદ્રાનું કારણ બને છે. તેથી, ઊંઘ માટે ઓશીકું જરૂરી છે, પરંતુ તે આરામદાયક હોવું પણ જરૂરી છે.

પરંતુ ઘણી વખત આપણને એ ખબર નથી હોતી કે કયું ઓશીકું આપણા માટે આરામદાયક છે. શું એવું ઓશીકું જેના પર માથું મુકતા જ માથું અંદર ઘૂસી જાય, જાણે કે આપણે માથું હવામાં મૂક્યું હોય, તે આપણા માટે યોગ્ય છે? કે એવું ઓશીકું કે જેના પર માથું રાખવાથી માથું બિલકુલ દબાય નહીં, તે યોગ્ય છે? વાસ્તવમાં, આ બંને પ્રકારના ઓશીકાઓ આપણા સ્વાસ્થ્ય અને સારી ઊંઘ માટે ખરાબ છે. એક સારું ઓશીકું આપણું માથું, ગરદન અને કરોડરજજુને તટસ્થ ગોઠવણીમાં રાખે છે. તે આપણી કરોડરજજુના કુદરતી વળાંકને અનુરૂપ હોય છે. આવા ઓશીકાથી ગરદનનો દુખાવો થતો નથી અને આખા શરીરને આરામ મળે છે. ઓશીકું બહુ મુલાયમ ન હોવું જોઈએ એટલે કે ઓશીકાની પર માથું મુકતા જ માથું પલંગને સ્પર્શવા લાગે. ઓશીકું બહુ ઊંચું ન હોવું જોઈએ અને જરા પણ સખત ન હોવું જોઈએ. આમ આરામદાયક ઓશીકું મધ્યમ ઊંચાઈનું અને એટલું નરમ હોય છે કે જ્યારે તેના પર માથું મૂકવામાં આવે છે, ત્યારે માથું અડધો ઇંચ જેટલું નીચે જાય છે, જ્યારે આપણે એક પડખે સૂવા માગતા હોઈએ ત્યારે આ ઓશીકું ટેકો આપવું જોઈએ અને જ્યારે આપણે આપણી પીઠ પર સૂઈએ ત્યારે આપણને છીછરાપણાનો અનુભવ થવો જોઈએ.

કેટલાક લોકો ફ્લેટ ઓશીકું પસંદ કરે છે અને તેમને તે ગમે છે, પરંતુ તે તેમની અંગત પસંદગી છે, કારણ કે ફ્લેટ ઓશીકાઓ બહુ આરામદાયક નથી હોતા. ઓશીકું બેડ કરતા થોડું ઊંચું હોવું જોઈએ જેથી આપણું શરીર બાકીના શરીર કરતા થોડું ઊંચું રહે. યાદ રાખો, સારું ઓશીકું ન માત્ર આપણી ઊંઘમાં મદદ કરે છે પરંતુ સારી ઊંઘની મુદ્રા બનાવવામાં પણ મદદ કરે છે, જેના પછી તમે સવારે ઉઠતાની સાથે એમ નથી કહેતા કે રાત્રે હું વિચિત્ર રીતે સૂઈ ગયો હતો. પીઠ પર સૂતા લોકો માટે ઓશીકું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ ઓશીકું તેમની ગરદન અને માથાને ટેકો આપે છે. હા, ઓશીકું માત્ર એટલું જ નથી કરતું પણ આપણી ગરદનને ખૂબ જ કુદરતી ખૂણા પર રાખવાનો પ્રયત્ન કરે છે. જો સૂતી વખતે આપણી કરોડરજજુ અને ગરદન સીધી રેખામાં રહે તો તે આપણી ઊંઘ માટે ખૂબ જ આરામદાયક છે. જે લોકો તેમની પીઠ પર સૂવે છે તેમને હંમેશાં મધ્યમ કદના જાડા ઓશીકાની જરૂર હોય છે જે બહુ ભરેલું ન હોય, પણ સપાટ તો બિલકુલ ન હોય.

જે લોકો તેમના પેટ પર સૂવે છે તેમને ગરદન, પીઠ અને સાંધામાં દુખાવાની ફરિયાદ રહે છે. બાય ધ વે, આ સ્લીપિંગ પોશ્ર્ચર સૌથી તણાવપૂર્ણ મુદ્રા છે. નિષ્ણાતો સૂચવે છે કે આવી આદત ધરાવતા લોકોએ ધીમે ધીમે અન્ય સ્થિતિમાં સૂવાનો પ્રયાસ કરવો જોઈએ. જો કે આ પરિવર્તન રાતોરાત નથી થતું, પણ જો આપણી પાસે આ પરિવર્તન માટે યોગ્ય તકિયો હોય તો નુકસાન ઓછું થાય છે. કારણ કે આ ઓશીકાને કારણે આપણી કરોડરજજુ શક્ય તેટલી તટસ્થ રહે છે.

આવા લોકો માટે સાઇડ સ્લીપર ઓશીકું વધુ સારો વિકલ્પ છે. પરંતુ જેમ આપણે બધા સામાન્ય રીતે મુશ્કેલીનો સામનો કરીએ છીએ કે સારું અને આરામદાયક ઓશીકું કેવી રીતે પસંદ કરવું? ચાલો તમને મદદ કરીએ-

દરેક વ્યક્તિને અલગ-અલગ કદના ઓશીકાની જરૂર હોય છે. કારણ કે દરેક માટે કોઈ એક ફિક્સ કદનું
ઓશીકું નથી હોતું. કેટલાક લોકો નાના ઓશીકા સાથે આરામદાયક હોય છે, જ્યારે અન્યને મોટા ઓશીકાની જરૂર હોય છે. તમને જે પણ પ્રકારનું ઓશીકું આરામદાયક લાગે તે પસંદ કરો.

આપણી ઊંઘની મુદ્રાને ધ્યાનમાં રાખીને ઓશીકું પસંદ કરવું મહત્ત્વપૂર્ણ છે. જે લોકો તેમની બાજુ પર સૂવે છે. તેમના માટે એક જાડું અને નરમ ઓશીકું યોગ્ય હોઈ શકે છે. જ્યારે પીઠ અને પેટ પર સૂતા લોકો માટે પાતળા ઓશીકા વધુ આરામદાયક છે, કારણ કે આ સાઈઝના ઓશીકા ગરદન પર ઓછો ભાર આપે છે.

ઓશીકું પસંદ કરતી વખતે તમારા શરીરના આકારનું પણ ધ્યાન રાખો. જો તમારી હાઇટ ઓછી હોય તો તમારું ઓશીકું પણ નાનું હોવું જોઈએ, પરંતુ જો તમારી હાઇટ વધુ છે તો તમારું ઓશીકું પણ મોટું હોવું જોઈએ.

ઓશીકાની પસંદગીમાં ગરદન વચ્ચેનું અંતર પણ મહત્ત્વનું છે. જો તમારી ગરદન અને ખભા વચ્ચે ઘણું અંતર છે અથવા બિલકુલ અંતર નથી, તો પછી યોગ્ય ઓશીકું પસંદ કરવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચો :દુનિયા દેખાડતો મોબાઈલ ક્યાંક તમને દેખતા બંધ ન કરી દે!

જો તમારે ગરદનના દુખાવા માટે ઓશીકું પસંદ કરવું હોય તો મધ્યમ કદનું ઓશીકું પસંદ કરો, એટલે કે ગરદનને યોગ્ય આકાર આપવા માટે, તમારે તેના પર એટલું દબાણ ન કરવું જોઈએ કે તેનાથી દુખાવો થવા લાગે, ન તો ઓશીકું એટલું ફ્લેબી હોવું જોઈએ કે મુદ્રામાં થોડો ફેરફાર પણ થાય તો તમે અસ્તવ્યસ્ત થઈ જાઓ. એક યોગ્ય ઓશીકાનું કદ સામાન્ય રીતે ૨૦ ઇંચ પહોળું અને ૨૬ ઇંચ લાંબું હોવું જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…