પ્રજનન તંત્ર માટે જરૂરી આર્જિનીન…

- આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે તમામ પ્રકારના પોષક તત્ત્વો જરૂરી છે. વિટામિન્સ અને મિનરલ્સની જેમ જ અમાયનો એસિડ એ પણ જરૂરી પોષક તત્ત્વોમાનું એક છે. જે પ્રોટીનના બંધારણ માટે જરૂરી છે. જે શરીરની દરેક ગ્રંથિને ચલાવવા જરૂરી છે. બાવીસ પ્રકારના ઉપ અમાયનો અને વીસ પ્રકારના મૂળ અમાયનો એસિડ છે. ઘણાં અમાયનો શરીર પોતે જ બનાવે છે. બીજા પ્રાકૃતિક આહાર દ્વારા લેવા પડે છે. પ્રોટીન બનાવવા અમાયનો એસિડ જરૂરી છે. કારણ શરીરની બધી જ કોશિકા પ્રોટીનથી જ બને છે. જે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા જરૂરી છે.
એક અમાયનો એસિડ જે પ્રજનન કે પુનર્રાત્પાદનની બધી જ ગ્રંથિનું કાર્ય વ્યવસ્થિત ચલાવવા જરૂરી છે તે આર્જિનીન અમાયનો અમ્લ છે, તેમ જ ગ્લાઇસીન અમાયનો અમ્લ જે પ્રજનન માટે જરૂરી પ્રોટીન બનાવે છે. પ્રજનનના સ્નાયુઓની પ્રોટીન જરૂરિયાત તેમ જ તેના સ્નાયુઓની મજબૂતી માટે અંત્યત આવશ્યક અમાયનો અમ્લ છે. આની ઊણપથી પ્રજનન કાર્યમાં બાધા આવે છે. તેમ જ અન્ય અવયવોમાં પણ ખામી સર્જાય છે. શરીરમાં આર્જિનીન અને ગ્લાઇસીન બીજા સ્નાયુઓને પણ પ્રોટીન બનાવામાં સહાયક બને છે. આની ઊણપથી અન્ય બીમારીઓ થાય છે.
આર્જિનીન ઊણપથી સીકલ સેલ ડીસીસ થાય છે. આ એક એનીમીયા (નબળાઇ) છે. જેમાં રક્તકોશિકાઓ કઠોર થઇ જાય, ચિપોચપી થઇ જાય અને સિકલ આકારની થઇ (મૂળ આકાર ન રહે) જેથી રક્ત પ્રવાહ પર અસર શરીરના સેલ ઓકિસજન પૂરતું ન મળે, હિમોગ્લોબીન બનવું મુશ્કેલ બને છે. જેથી ફેફસાં, પ્લીહા, હૃદય, આંખોને નુકસાન થાય છે. આંખનો સફેદ ભાગ પીળાશ રંગનો થઇ જાય છે.
આર્જિનીન અને ગ્લાઇસીન અમાયનોની ઊણપમાં જલદી સુધારો ન થાય તો મલેરિયા એક્યુટ અસ્થમા, બ્રેનટયુમર, કાર્ડિયોવાસ્કયુલર, પ્લમોનરી હાયપરટેશન, ફાયબ્રોસીસ જેવી તકલીફો શરૂ થાય. તેમ જ કિડનીની તકલીફ શરૂ થાય કારણ આર્જિનીનના મેટા બોલીઝમ કરવા માટે કિડની મહત્ત્વનો ભાગ ભજવે છે. આર્જિનીન બનાવવા માટે જે ખાદ્ય પદાર્થમાં નાઇટ્રીક ઓકસાઇડ હોય તે લેવો જોઇએ. તેમ જ જે ખાદ્ય-પદાર્થથી નાઇટ્રીક ઓકસીડ ખરાબ થઇ જતું હોય તે ખોરાક કયારેય ન લેવો. એવા ખોરાકથી શરીરમાં એસિડીટી અને બળતરા વધી જતાં પ્રોટીન બનવું મુશ્કેલ બની જાય તેથી શરીરમાં દુખાવા થાય છે.
આર્જિનીનની ઊણપના કારણો આદુ (અદરક)કે સૂંઠનું સેવન. આદુના કારણે શરીરના અવયવોમાં બળતરા થાય છે. જેથી બ્લડ પ્રેશર વધી જાય છે. આની અસર પ્રોટીનના બનવા પર થાય છે. બધા જ પ્રકારના કેફેન, ચહા, ચોકલેટ કોફી. ઘણાં ડાયટીશ્યન કહે છે કે ચોકલેટમાં આર્જિનીનનું પ્રમાણ વધુ છે. પણ તે કોકવા ફળમાં હોય છે. પ્રોસેસને કેમિકલથી બનેલા ચોકલેટ પાઉડરમાં નહી. બેઠાડું જીવન જીવનાર કે કોઇપણ પ્રકારની ફિઝિકલ એક્ટિવીટીથી દૂર રહેનાર. જેને કારણે હાથ-પગની કોશિકાઓ અને સ્નાયુ કડક થઈ જાય છે. ફિઝિકલ એક્ટિવીટી કરવાથી નાઈટ્રિક ઓક્સિડનો વધારો થાય છે. તેથી જ આર્જિનીન પોતાનું કામ કરી શકે છે. કોશિકા કડક થઈ જતાં હૃદયની બીમારીઓ થાય તેમ જ હલનચલનમાં મુશ્કેલી થાય છે. શરીરના દુ:ખાવા વધી જાય છે. આર્જિનીન બનવા માટે પ્રાકૃતિક આહાર લેવો જરૂરી બને છે. લસણ અને લસણના પાંદડમાં નાઈટ્રિક ઓક્સિડ છે. બીટ એ નાઈટ્રિક ઓક્સિડનું પાવર હાઉસ છે. બીટ અને બીટના પાનનો ઉપયોગ કરવો જરૂરી છે, જે સારી ક્ષમતાવાળું આર્જિનીન બનાવે છે. બીટના પાનનો રસ લેવાથી પ્રોટીન મજબૂત બને છે. અળસી (ફ્લેક્સ સીડ) આર્જિનીનથી બનતા પ્રોટીન સ્ત્રોત છે. અળસીનું દૂધ બનાવી લેવાથી ઘણો જ ફાયદો થાય છે. અખરોટ જે વાળ, બ્રેન, ત્વચાના પ્રોટીન માટે જરૂરી છે. અખરોટનું દૂધ કે ચટણી બનાવી લેવાથી વાળ અને ત્વચા નીખરે છે. અખરોટમાનું મેલેનીન વાળને કાળો રંગ આપે છે. બટેટા અને બટેટાના પાનમાં ગ્લાયકોસીન અમાયનો એસિડ છે, જે શરીરની સ્ટાર્ચને મજબૂત બનાવે છે. નસોને પાવર આપે છે. બટેટાના પાન પ્રજનન તંત્રના કેન્સરથી રક્ષણ આપે છે. સોજા અને મધુમેહના સોજાથી પણ રક્ષણ આપે છે. આંખોના મસલ્સ મજબૂત બનાવે છે, જેથી આંખોમાં તેજ આવે છે. અલ્ફા ધાન્યને ફણગાવીને લેવા. આનું ગ્લાયકોસીન જે પ્રોટીન બનાવે છે તે વૃદ્ધત્વને આવતું રોકે છે. એનિમીયાથી બચાવે છે. એ એનર્જીનો સ્ત્રોત છે.
સ્ત્રીઓ અને પુરુષો બન્નેના પ્રજનન તંત્રના અવયવના સ્વાસ્થ્ય માટે આર્જિનીન યુક્ત ખોરાક જરૂરી છે. યુવતીઓ જે બજારું અને જંકફુડનું સેવન કરે છે, એ કેમિકલ અને પ્રોસેસ કરેલા હોય છે, તે ખામી ભરેલા છે. જેના કારણે નાની ઉંમરમાં જ પી.સી.ઓડીની તકલીફનો શિકાર બને છે. વજન વધી જાય છે. તેમ જ શરીર બેડોળ બને છે.
મસલ્સને જોઈએ તેટલો પ્રોટીન મળતો નથી. એક પ્રોટીન ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે સમગ્ર અમાયનોની સામગ્રીના અનુપાતમાં અમાયનો એસિડ પૂરતી માત્રામાં હાજર હોય. બજારું કે જંકફુડ કે ઘરમાં બનતા ભોજનમાં જો અમાયનોની ઓછપ સર્જાય જેથી પ્રોટીનની ખામી થાય છે. આજની યુવાપેઢી તણાવમાં કે કામનો બોજ વધી જતાં થોડું પણ સહન કરી શકતાં નથી. બીમાર પડી જાય છે. યુવાપેઢીમાં પ્રજનન ક્ષમતાની મોટી ખામી સર્જાય છે.
સાંગલીની પાસે આવેલા ઈચલકરજી શહેરના ત્રણ કપલને બાળક થવામાં મુશ્કેલી થતી હતી. એક કપલ જેમણે બેથી ત્રણવાર આઈ.વી.એફ.નો સહારો લીધો. તે નિષ્ફળ ગયો. તેઓ મારી પાસે આવ્યા હતાં. બે મહિનાની ટ્રીટમેન્ટ (આહારમાં સુધાર અને પાણીની ટ્રીટમેન્ટ)થી જ તેણી પ્રેગ્નન્ટ થઈ અને બેબી બૉય આવ્યું. બીજા બન્ને કપલને પણ ત્રણથી ચાર મહિનામાં જ રિઝલ્ટ આવ્યું તેઓ આજે મારા ઘરના મેમ્બર જેવા બની ગયા. કહેવાનું એટલું જ કે પ્રાકૃતિક ઈલાજથી આ શક્ય બન્યું. આહાર શુદ્ધિ અતિ જરૂરી છે.
અન્ય આર્જિનીનયુક્ત ખોરાક જે પ્રજનન તંત્રને મજબૂત બનાવે છે તે બદામ, અંજીર, રાસબેરી, દાડમ, તરબૂચ, ગાજર, ગાજરના પાન, કેળા, કેળાના દાંડા, નોલવોલ, નોલવોલના પાન, સંતરા, મૂળા, મોગરી, મૂળાના પાન જેવો આહાર આપના ભોજનમાં સામેલ કરો.
આપણ વાંચો: મૂત્ર સંબંધી રોગ…