આહારથી આરોગ્ય સુધીઃ ગ્લુકોઝ (શુગર)ના નિયંત્રણ માટે ખટાશ જરૂરી છે…
તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ ગ્લુકોઝ (શુગર)ના નિયંત્રણ માટે ખટાશ જરૂરી છે…

ડૉ. હર્ષા છાડવા

આધુનિક અને ઝડપી યુગમાં શારીરિક સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. ફાસ્ટફૂડ જે જલ્દીથી બને છે. તેમ તેના સેવનથી શારીરિક વ્યાધિઓ પણ ફાસ્ટ થાય છે. ફાસ્ટફૂડમાં ન્યુટ્રીશન વેલ્યૂ હોતી નથી. તેથી તેમાં કોઇપણ જાતના ફાઇબર હોતા નથી. તેથી ઇન્સ્યુલિન હાર્મોન બનવું મુશ્કેલ બની જતા શરીરમાં ગ્લુકોઝ (શુગર) જલદી બની જાય છે.

ફાઇબર કાર્બોહાઇડ્રેટ્સના પાચન અને શોષણ ધીમું બની જાય જેને કારણે ગ્લુકોઝ(શુગર)ના સ્તરમાં વધારો થાય છે. ઇન્સ્યુલિન હાર્મોન ઓછું થતાં જ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશરની વ્યાધિઓની શરૂઆત સાથે જ થઇ જાય છે.

ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા માટે ખટાશની જરૂર પડે છે. ખટાશ ખાવા માટે લોકો ડરતાં હોય છે. ખટાશ (આમલી વગેરે)નો ઉપયોગ ભોજન બનાવવામાં અવશ્ય થવો જોઇએ. પારંપારિક ભોજનમાં ખટાશનો ઉપયોગ સંતુલિત રીતે થાય છે. જેને કારણે આપણા વડીલો મોટી ઉંમર સુધી જીવિત રહેતાં હતાં. કોઇપણ જાતની વ્યાધિઓ તેમને નહોતી કે દવાઓ રોજબરોજ તેમને લેવી પડતી નહોતી.

ભોજન બનાવવાની પદ્ધતિ પારંપારિક હોય કે આધુનિક હોય તેને બનાવાની પદ્ધતિમાં ખાદ્ય વસ્તુઓનું સંતુલનનું પ્રમાણ કેટલું હોવું તે શીખવું કે જાણવું જરૂરી છે. આજના ખાદ્ય પદાર્થ ફકત સ્વાદ માટેના છે. તેમાં જરૂરીનો પ્રમાણનો તાલમેલ નથી કે વ્યવસ્થિત પોષણ મળે તેવું યોગ્ય બનતું નથી. જેના કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. કારણકે તે બરાબર પાચન થતું નથી.

આજે આપણે એ જાણીએ કે ગ્લુકોઝ (શુગર)ને નિયંત્રણ માટે ખટાશ (આમલી વગેરે)નો ઉપયોગ જેના શરીરમાં યુરિક એસિડ વધતું હોય ઘણીયે જગ્યાએ દુખાવા થતાં હોય કે સોજા આવતા હોય તે વ્યક્તિઓએ વધુ પડતી ખટાશનો ઉપયોગ ન કરવો. રિફાઇન્ડ તેલ અને સાકરનો ઉપયોગ બંધ કરવો.

ખટાશના ઉપયોગથી ભોજન બનાવું એ એક કળા છે. ભારતીય ભોજનમાં આનો ઉપયોગ બહુ જ સૂઝબૂઝથી થાય છે. દક્ષિણ ભારતમાં સાંભર, નારિયેળની ચટણી, બાલકોરા (એકવાનગી) રસમ ઇડલી, ઢોસા સાથેની અલગ અલગ પ્રકારની ચટણીઓમાં તેમ જ બીજી અન્ય વાનગીમાં ખટાશ (આમલી)નો ઉપયોગ રોજ થાય છે.

કારણ ચોખામાં કાર્બોહાઇડ્રેડ છે. કાર્બોહાઇડ્રેડને સંતુલિત રાખવા માટે તેઓ સૂઝબૂઝથી આમલીનો ઉપયોગ કરે છે. દક્ષિણ ભારતનાં ભોજનમાં આમલીનો ઉપયોગ ગ્લુકોઝ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ત્યાં ડાયાબિટીસની વ્યાધિ ઘણી જ ઓછા પ્રમાણમાં છે. ત્યાં લોકોનું બ્રેન પાવર ખૂબ જ ઊંચું છે. ત્યાં જેઓને ડાયાબિટીસ છે તે આધુનિક લાઇફસ્ટાઇલવાળાને છે પારંપરિક ભોજનવાળાને કોઇપણ બીમારી કે વ્યાધિ નથી.

આમલીનું વૃક્ષ એ એક દીર્ઘજીવી મધ્યમ વૃદ્ધિવાળું છે. આમલી પોતાના ખાટા અને મધુર સ્વાદના કારણે ભોજનમાં ઉપયોગ થાય છે. આમલી એ ગુણવાન ફળ છે. જે પોષક તત્ત્વોથી ભરપૂર છે. પારંપરિક ચિકિત્સા અને ધાતુની પોલિશિંગ માટે આનો ઉપયોગ થાય છે. પાચનને મજબૂત બનાવે છે.

ઊર્જાવાન અને તેજસ્વી ત્વચા બનાવે છે. આના પાન અને બીજની ઘણી ઔષધિ બને છે. તેલના પણ ગુણો ઔષધીય છે. એમાં વિટામિન એ, સી, ઇ, કે અને બી6 છે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ પોટેશિયમ અને પ્રોટીન તેમાં હાજર છે. મુખ્યત્વે ટાર્ટરિક એસીડ છે. જે ભોજન રુચિકર બનાવે છે અને પાચનની ક્રિયા તેજ કરે છે.

આમલીનું તેલ બહુ ઉપયોગી છે. જેમાં લોરિક એસિડ, મિરિસ્ટિક એસિડ, ઓલિક એસિડ, લિગ્નોસેરિક એસિડ, પામીર્ટિક એસિડ આવેલા છે. જેનો ઉપયોગ કુષ્ઠ રોગ માટે થાય છે. સન સ્ટ્રોકથી બચાવે છે. પરજીવી કીડાને તે નિસ્તેજ કરે છે.

દક્ષિણ ભારતમાં દાળ, ચટણી, શાક જેવાં વ્યંજનોમાં રોજ ઉપયોગ થાય છે. પુર્તગાલિયોના વખતમાં એટલે કે જયારે તેઓ દક્ષિણ ભારતમાં આવ્યા ત્યારે તેઓ આમલીની જગ્યાએ ટમેટા વાપરતા. ધીમે ધીમે તેઓ આમલીની જગ્યાએ ટમેટા વાપરવા શરૂ કર્યા ત્યારે થોડો જ વખતમાં આંધ્ર પ્રદેશના ગામડાંઓમાં ફ્લોરોસિસ બીમારી થવા લાગી.

આ રોગમાં ફલોરાઇડની અધિક માત્રા હાડકામાં પ્રવેશવા લાગી જેથી હાડકાં ટેઢા મેઢા (વાંકાચૂકા) થઇ ગયા. શોધકર્તા એ જોયું કે પહેલા આમલી આ શરીરમાં ફ્લોરાઇડ ક્રિયા કરી શરીરમાં આનું અવશોષણ રોકી દેતી હતી. ટમેટામાં આ ગુણ નથી જેના કારણે હાડકાં વાકાં ચૂકાં થવા લાગ્યાં. આ ટામેટાનો ઉપયોગ બંધ કર્યો અને પાછી આમલી ચાલુ કરતાં બીમારીમાં સુધારો થવા લાગ્યો. ત્યારે લોકોને આમલીના ગુણોની ખબર પડી.

પહેલાં બાળકો આમલીને ચૂસીને ખાતાં હતાં. આધુનિક બાળકો જે પેસ્ટ અને બ્રશ વાપરે છે. તેમના દાંતનું ઇનેમલ ખરાબ થઇ જાય દાંતના પેઢા પર સોજો આવે છે તે આમલી ચૂસવાથી ઠીક થાય છે. ઘણાંના પેઢા સ્પંજી થઇ જાય છે. લોહી નીકળે છે ત્યારે વિટામીન-સીની જરૂર પડે છે. તે આમલી ચૂસવાથી ઠીક થાય છે.

આંતરડામાં ઘણીવાર પેચીશ અને સોજા આવે છે, ત્યારે તાવ પણ જણાય છે. મળમાં ચીકાશ (ચીકણું પાણી) આવે છે. પેટમાં દુ:ખાવો થાય ત્યારે આમલીનું શરબત ખૂબ જ ફાયદો કરે છે. મીઠી આમલીનો ઉપયોગ સાંધાના દુ:ખાવા માટે કરી શકાય છે. ઘણાંને એવી ભ્રમણા છે કે આમલીને કારણે યુરિક એસિડ વધે છે. આ ભ્રામક છે. યુરિક એસિડ વધુ પડતી સાકર અને કઠોળ ખાવાથી થાય છે. પાચન મંદ હોય ત્યારે યુરિક એસિડ વધે છે. આમલીનું પાણી મંદ પાચનને સુધારે છે.

શ્વેતપ્રદર, સ્વપ્નદોષ આમલીના બીજનો પાઉડર સારું પરિણામ આવે છે. કોલેસ્ટ્રોલનું સ્તરને નિયંત્રિત કરે છે. જો ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત રહે તો કોલેસ્ટ્રોલ કે બ્લુ શુગર, બ્લડ પ્રેશરની વ્યાધિ થતી નથી. સ્કર્વી (હાડકાની બીમારી)માં વિટામિન-સીની ઓછપના કારણે થાય છે. ત્યારે આમલીનો ઉપયોગ ભોજનમાં જરૂરથી કરવો. અગ્નિથી દાઝવામાં આમલીનો પાઉડર લગાડવો. ફાઇટીન્યુટ્રિયટસ જે રોગાણુ વિરોધી અને જીવાણુરોધી છે તે આમલીમાં હાજર છે.

આમલીના બી જેને કચૂકા કહેવાય છે તે હૃદય માટે હિતકારી છે. કફનો નાશ કરે છે. પ્રદરરોગ, સાપ અને વિંછીના ઝેરની અસર દૂર કરે છે. આંખોનું દર્દ જે વધુ પડતા ગ્લુકોઝ વધવાને કારણે થાય છે. આયર્નની ઓછપ વગેરે માટે આમલી એ વરદાન છે. ભારતભરમાં આમલીનો ઉપયોગ થાય છે.

ગ્લુકોઝ નિયંત્રણ કે ડાયાબિટીસની રોકથામ માટે ખટાશ જરૂરી છે. જે આમલી કે અન્ય ખાટી વસ્તુઓમાં કોકમ, બીમલી, સ્ટારફૂડ (કમરખ), મીઠી આમલી, કવઠ (વડુ એપલ કોઠું) જરૂરી છે. દરેકનો ભોજનમાં ઉપયોગ અલગ છે. આમલી સસ્તી અને સરળતાથી મળી રહી છે. ભોજનને પાચક અને રુચિકર બનાવે છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ ઊંચાઇ-હાઇટ વધારવાની મથામણ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button