આહારથી આરોગ્ય સુધી : કેલ્શિયમ ઘટવાનું કારણ એસીડીટી છે… | મુંબઈ સમાચાર

આહારથી આરોગ્ય સુધી : કેલ્શિયમ ઘટવાનું કારણ એસીડીટી છે…

-ડૉ. હર્ષા છાડવા

વિશ્વભરમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જેમાં જીવનશૈલીની પસંદગીઓ ખરાબ સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિબળો છે. પછી ભલે અતિશય ખાવું અપ્રાકૃતિક ખાવું, વધુ પડતું સંકુચિત આહાર, ઊંઘનો અભાવ, વધુ પડતું વ્યસનનું સેવન અનિયમિત રીતે ખાવાની આદત, બળતરા કરનારા ખોરાક, કેમિકલયુક્ત આહાર અને નિષ્ક્રિયતા પણ સ્વાસ્થ્ય સમસ્યા માટે જવાબદાર છે. વ્યક્તિગત સ્વાસ્થ્ય પણ વ્યક્તિના જીવનના સામાજિક માળખા પર આંશિક રીતે આધાર રાખે છે. જે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય વિશે અવલોકન કરે છે અને અપનાવે છે તે પોતાના સ્વાસ્થ્યને મજબૂત કરી શકે છે.

લગભગ વિશ્વની મોટા ભાગની વસતિ આજે એસીડીટીથી પીડાય છે. એસીડીટીથી પીડિત લોકો ખોરાક ખાધા પછી અન્નનળીના ભાગમાં દુ:ખાવો, ખાટા ઓડકાર, પેટમાં બળતરા, અપચો, કબજીયાત વગેરેથી પીડાય છે. આને જ એસીડીટી ગણે છે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ કારણો સામાન્ય છે પણ એસીડીટી એ બધા જ રોગોનું મૂળ છે. આંતરિક બધા જ દુખાવાથી લઇ મોટા તીવ્ર પ્રકારના રોગ એ બધા જ એસીડીટીનું જ કારણ છે. બાહરથી કાંઈ વાગવું કે અકસ્માતના લીધે કોઇ તકલીફ એ આમાં સામેલ નથી.

એસીડીટી ને જો સમય રહેતાં દૂર ન કરી તો સૌથી મોટી વ્યાધિ તે કેલ્શિયમનું બગડી જવું કે ખોરવાઇ જવું તે છે. કેલ્શ્યિમ બગડી જતા કે તેની તીવ્ર અછત એસીડીટીને કારણે જ થાય છે. કેલ્શિયમ શરીરનો વિકાસ કરવા માટે મદદ કરે છે. જે હાડકાં, માંસપેશી દાંત, નખ અને વાળને મજબૂત બનાવવા માટે જરૂરી છે. તેમ જ વિટામિન-ડી અને કેલ્શ્યિમ એકબીજાના અવશોષણ માટે જરૂરી છે. શરીરના અંદરનાં અવયવોનું સ્વાસ્થ્ય તેમ જ બહારના સંક્રમણથી લડવા માટે કેલ્શિયમ જરૂરી છે. અકસ્માત કે માનસિક બીમારી વખતે કેલ્શિયમની જરૂરિયાત પડે છે. શરીર દરરોજ અંદાજે 200મી ગ્રામ જેટલું કેલ્શ્યિમ પેશાબ વાટે શરીરની બહાર ફેંકી દે છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : સ્વસ્થ રહેવા તહેવારોની ઉજવણી જરૂરી…

એસીડીટી થવાનાં કારણોમાં જોઇએ તો આ કારણો લગભગ બધા જ જાણે છે. અતિ ભારે ખોરાક ખાવો, કોલ્ડડ્રીંક, દારૂ, તંબાકુ, ટૂથપેસ્ટ વનસ્પતિ ઘી (નકલી ઘી) માં બનતાં બિસ્કિટ, કેક, નાનખટાઇ, ખારી, ટોસ્ટ, આઇસક્રીમ, ક્રીમ બિસ્કીટ, બ્રેડ, સાકર એ સૌથી મોટું કારણ છે એસીડીટીનું. સાકર બનાવતી વખતે ફાર્માલ્ડિહાઇડ (જંતુનાશક દવા)નો ઉપયોગ અને બીજા ઘાતક કેમિકલો. આ રસાયણો શરીરમાં જતાં જ તીવ્ર એસીડીટી થાય છે. કોલ્ડડ્રીંકમાં ફોસ્ફોરીક એસિડનો વપરાશ થાય છે. જે હાડકાંને પણ નબળા કરી નાખે છે. વનસ્પતિ ઘીમાં બનતાં ફરસાણ-ફરસાણમાં સોડાનો ઉપયોગ. આ બધાના કારણે એસીડીટી થાય છે. એસીડીટીને દૂર કરવા વપરાતી એન્ટાસીડ દવા જે શરીરનું કેલ્શિયમ ખોરવી નાખે છે.

દવાના કારણે જઠરમાં એસિડનો સ્ત્રાવ વધતો જાય છે. પરિણામ સ્વરૂપ અપચન, ખાટા ઓડકાર, બળતરા વધી જતાં તે અલ્સરમાં રૂપાંતરિત થઇ જાય છે. એસિડનો સ્ત્રાવ વધતાં શરદી, ઉધરસ, કાનમાં દુખાવો, ટોન્સિલ્સ, સાયનસ બહેરાપણું વગેરે એસીડીટીને લીધે જ થાય છે. ઘણીવાર લોકો કહે છે કે અમે અમુક ફળ ખાધા કે ભીંજાયા, કે વાયરલના કારણે શરદી થાય છે. આ તદ્દન ખોટું છે. એસિડના વધુ સ્ત્રાવને લીધે આંખમાં પાણી આવે છે. કારણ એસીડીટીના કારણે લોહીનો પી. એચ. બગડતાં આંખના ડોળાની અંદરના પાણીનો પી.એચ. બગડી જાય છે અને આંખની અલગ અલગ બીમારીઓ થાય છે. રક્તવાહિનીમાં પી.એચ. ઘટે એટલે ઓક્સિજનનો પુરવઠો ઓછા થવા લાગે, શ્વાસમાં લેવામાં તકલીફ થાય, આળસ જણાય. ખોરાક ન પચતાં ચયાપચયની નળીનું કામ વધે. પરિણામે થાઇરોઇડ ગ્લેન્ડ બગડે છે. એસીડીટી થતાં ગળામાં તકલીફ, બોલવામાં તકલીફ થાય છે. એસીડીટી થતા સાધામાં દુ:ખાવો આર્થરાઇટીસ, હાડકાંમાં દુ:ખાવો થાય છે. ત્યાંનુ કેલ્શ્યિમ બગડી જાય છે. ફેફસાની અંદરના આવરણમાં દ્રવ છે તેનો પી. એચ., એસીડીક થતાં ન્યૂમોનિયા, ટી. બી. જેવી બીમારી થાય છે.

ગર્ભાશયમાં અને ફેલોપિઅન ટયૂબમાં રહેલો ચીકણા દ્રવનું પી. એચ. બદલાતા ગર્ભપાત, સંતાન ન થવું. ગર્ભદોષ જેવી તકલીફો થાય છે. સ્નાયુઓમાં રહેલો દ્રવ બગડતાં હાથ પગમાં દુ:ખાવા તેમ જ ધ્રુજારી જેવા રોગ થાય છે. પુરુષના વીર્યનો પી. એચ. બગડતા સંતતી અને પ્રોસ્ટેટની તકલીફ થાય છે. મૂત્રમાર્ગમાં -મસ્તિષ્કમાં રહેલો દ્રવ (વાઇટ મેટર) બગડતાં ઘણીવાર માણસ પશુ જેવું વર્તન કરે છે. કોલેસ્ટ્રોલ બગડવા કે ડાયાબિટીસ જેવી બીમારી પણ શરીરમાંનું પી. એચ. બગડતાં જ થાય છે.

શરીરનો પી. એચ. બગડવો એટલે જ એસીડીટી અને એસીડીટી થતાં કેલ્શિયમનું બગડવું અને એનાથી બધી બીમારીઓ થાય છે. એલર્જી મધુમેહ (ડાયાબિટીસ) કે અન્ય બીમારીઓ એ વારસાગત રોગ એ સંપૂર્ણ રીતે અનુવાંશિક નથી. આપણી ખુદની શક્તિઓની આજ્ઞાનતા જ આપણી વ્યાધિઓને જન્માવે છે. જે આપણી ખુશી અને આનંદને હણે છે.

એસીડીટી થતાં જ જાણી લેવું કે આપણાં ભોજનમાં નકામી ખાવાની વસ્તુઓનું પ્રમાણ કેટલું છે. તેનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી દેવો. એસીડીટી નાબૂદ કરવા દાડમ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. દાડમની છાલને પાણીમાં રાખી દેવી અને દિવસ દરમિયાન આ પાણીનો ઉપયોગ કરવો. દાડમનાં ફૂલોનો પાઉડર એ એસીડીટી પર રામબાણ ઈલાજ છે. દાડમના ઝાડ પર આવતાં ફૂલો જે મોટા પ્રમાણમાં આવે છે. દાડમનું ફળ સાઈઝમાં મોટું બને તે માટે દાડમના ઝાડ પરથી ફૂલો કાઢી નાખે છે તે ફૂલો ફેંકી દેવામાં આવે છે. આ ફૂલોને સૂકવી પાઉડર બનાવવોે અને તેનો ઉપયોગ કરવો જોઈએ. એક ચમચી પાઉડર એક ગ્લાસ પાણીમાં નાખી પીવાથી કેન્સર જેવી બીમારી પર સફળ રીતે કાબૂ મેળવી શકાય છે. કારણ કેન્સર એ તીવ્ર એસીડીટીનું જ સ્વરૂપ છે. દાડમનાં ફૂલનો પાઉડર કફ, શરદી કે કાનમાં થતી રસીને પણ દૂર કરે છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : ચોમાસામાં સ્વસ્થ રહેવા હર્બલ કાઢા અપનાવો…

એસીડીટીને કારણે અલ્સર થયું હોય તો સફરજન પણ અતિ કારગર છે. સફરજનમાં રહેલું મૈલિક એસિડ અને વિટામિન સી ઘાવને ભરી દે છે.

લીચી જે સ્વાદથી ભરપૂર છે, તેમાં રહેલું મૈલિક એસિડ, ટાર્ટરિક એસિડ, વિટામિન-સી અને વિટામિન-બી જે અંદરની ત્વચાને રિપેર કરે છે. એસીડીટીને લીધે થયેલાં ચામડી પરના ઘાને ભરી દે છે. અન્ય ઘણાં ફળો એસીડીટીને નાબૂદ કરે છે. પ્રાકૃતિક રીતે એસીડીટીને દૂર કરવી. આપણી ખાવાની નબળાઈને દૂર કરવી. પ્રાકૃતિક આહાર જ ગ્રહણ કરવો. પ્રકૃતિની અનુભૂતિ એ તમારા માટે ઉપયોગી થઈ શકે તેવી શ્રેષ્ઠ વસ્તુઓમાંની એક છે.

પ્રાકૃતિક ભોજનને છોડી પ્રદૂષિત આહારને ગ્રહણ કરતી માનવીય બદદાનત કેટકેટલા અનર્થો ને બીમારીઓની આફતો નોતરી રહી છે. માનવીએ સૌથી મૂલ્યવાન સંપત્તિ-તેના સ્વાસ્થ્ય અને કલ્યાણ પર આક્રમણ કર્યું છે.

‘ટેક્નોલોજી બહાર ચાલશે પેટે ટેક્નોલોજીનો સ્વીકાર કર્યો નથી.’

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી: વ્યસન ન હોવા છતાં પણ વ્યસનને લગતી બીમારી થવાના કારણ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button