તરોતાઝા
આરોગ્ય પ્લસઃ મલેરિયા (ટાઢિયો તાવ) શું આપ જાણો છો?…

સંકલન: સ્મૃતિ શાહ મહેતા
- વિશ્વમાં દર વર્ષે અંદાજિત 21 કરોડ અને 40 લાખ લોકો મલેરિયાના તાવમાં સપડાયાં છે.
- ભારતમાં દર વર્ષે આશરે 15 લાખ જેટલા લોકો મલેરિયા તાવમાં સપડાય છે.
- મલેરિયાના પ્રકારો :
- સાદો મલેરિયા (Plasmodium Vivax)
- ઝેરી મલેરિયા (Plasmodium Falciparum )
- મલેરિયાનાં લક્ષણો :
- તાવ આવવાનો હોય તે પહેલાં શરીર તૂટવું, કમરમાં દુ:ખાવો થવો, માથું દુ:ખવું અને આંખોમાં બળતરા થવી.
- શરીરમાં અશક્તિ આવવી અને ઠંડી લાગવી.
- અનિયમિત રીતે તાવ ચઢ-ઊતર થવો.
- તાવ ઊથલો મારીને બે-ત્રણ દિવસમાં ફરી આવવો.
- સાંધા તથા સ્નાયુઓમાં દુ:ખાવો થવો. (Myalgia & Arthralgia)
- વધુ પડતી ઠંડીના લીધે શરીર ધ્રૂજવું અને શરીરમાં પરસેવો વળવો.
- ઝાડા-ઊલટી, તરસ, રાતો-પીળો પેશાબ અને લમણામાં દુ:ખાવો
નોંધ : આ તાવ મલેરિયાનો ચેપ લાગેલા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં મચ્છરો દ્વારા સહેલાઇથી ફેલાઇ શકે તેમ છે. તેનો ક્રમ નીચે આપેલ છે.
- મલેરિયા થવાનાં કારણો
- બંધિયાર કે ગંદા પાણીમાં થતાં મચ્છરોના કરડવાથી
- મલેરિયાના ચેપવાળું મચ્છર કરડવાથી
- મલેરિયા થયા બાદ અપૂરતી સારવારને લીધે ફરી ઊથલો મારવાથી.
- ગર્ભવતી માતાને જો મલેરિયા થયો હોય તો તેના પેટમાં રહેલા બાળકને પણ મલેરિયા થઇ શકે.
- અન્ય કોઇ શારીરિક બીમારીઓમાં આનો ચેપ લાગવાની શકયતા વધુ છે.
મલેરિયામાં આહાર-વિહાર સંબંધી વિવેક :
- મલેરિયાના તાવને દૂર કરવાના ઉત્તમ ત્રણ તબક્કા :
- તાવ રહે તેટલા દિવસ :
શકય હોય તો માત્ર ઉકાળેલું પાણી લઇને એક-બે ઉપવાસ કરવા શ્રેષ્ઠ છે. જો ઉપવાસ ન થઇ શકે તો માત્ર નારંગીનો જયૂસ કે મગનું ઓસામણ લેવું. - તાવ ઊતર્યા પછી ત્રણ દિવસ સુધી :
માત્ર ફ્રૂટ સિવાય બીજું કાંઇ લેવું નહીં. (પપૈયું, અનાનસ, નારંગી, મોસંબી, સફરજન, દ્રાક્ષ વગેરે લઇ શકાય.) - તાવ ઊતર્યા પછી ચોથા દિવસથી :
અમુક દિવસો સુધી ફ્રૂટ સાથે સલાડ તથા કઠોળ માપસરનું લઇ શકાય. ત્યારબાદ ધીરે ધીરે અન્નાહાર શરૂ કરવો.
સાવધાની :
- મલેરિયાનો ફેલાવો કરતા મચ્છરોનું પ્રમાણ ઘટાડવા ઘરની આજુબાજુમાં પાણીની ગંદકી કે ખુલ્લા પાણીનો સંગ્રહ ન થવા દેવો.
- મલેરિયાના દર્દીને સમૂહમાં ન રાખતા અલગ રાખવો.
- દર્દીએ તથા પરિવારના અન્ય સભ્યોએ મચ્છરથી દૂર રહેવું. જેથી મલેરિયાનો ચેપ બીજાને ન લાગે.
- મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
- મલેરિયાના ઉપચારો
- 7 પાન ફુદીનાના, 6 પાન તુલસીના, 3-4 કાળા મરીની ભૂકી અને 10 ગ્રામ ગોળને 1 કપ પાણીમાં ઉકાળી તેમાં અડધું લીંબુ નીચોવીને રોજ સવાર-સાંજ પીવું.
- સૂરજમુખીના ફૂલનાં પાન કે બીજ 5થી 10 ગ્રામ લઇ તેમાં 3-4 કાળા મરી નાખી, વાટી-ઘૂંટી, પાણીમાં મેળવી સવાર-સાંજ પીવું.
- 10 ગ્રામ કારેલાના રસમાં 2થી 5 ગ્રામ જીરું મેળવીને પીવું.
- ખાવાનું દેશી મીઠું તાવડીમાં કાળુ થાય ત્યાં સુધી શેકવું. તાવ આવે ત્યારે 5 ગ્રામ આ નમક 1 ગ્લાસ પાણીમાં મેળવી પીવું. તાવ ઊતરી જાય પછી પણ દવા થોડા સમય ચાલુ રાખવી.
- શેકેલા કાંગચા (ગેંગડા)ના મીંજનું ચૂર્ણ (4 ગ્રામ જેટલું) 2 વાર ગરમ પાણી સાથે લેવું.
- 1-1 ચમચી જીરું અને મરી વાટીને ચાર ગણા પાણીમાં રાતે પલાળીને સવારે નરણે કોઠે પીવું.
- ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવી પીવું.
- 10 ગ્રામ તુલસીનો રસ અને 5 ગ્રામ આદુનો રસ મેળવી પીવું.
- 1 ગ્રામ મરીનું ચૂર્ણ, 3 ચમચી તુલસીનો રસ અને 2 ચમચી મધ મિશ્ર કરીને પીવું.
- 20થી 50 મિ. લી. લીમડા અને તુલસીનો ઉકાળો પીવો.



