તરોતાઝા

આરોગ્ય પ્લસઃ આ તાવ વળી શું બલા છે…?

સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય કે, જેને જીવનમાં ક્યારેય તાવ આવ્યો જ ન હોય! તાવ એ સર્વત્ર વ્યાપક વ્યાધિ છે. પરંતુ ખરી રીતે જોતા તાવ એ શરીરમાં જમા થયેલ વધારાના ઝેરી તત્ત્વોને બહાર કાઢવાની એક પ્રક્રિયા છે, પરંતુ આજકાલ આપણે તાવથી એટલા બધા ભયભીત થઈ જઈએ છીએ કે, તાવ આવવાની સાથે જ તેનાથી બચવા માટે તરત જ દવાઓનો આશરો લઈ શરીર પર દવાઓનું આક્રમણ કરીએ છીએ, જેનાથી બે નુકસાન થાય છે.

(1) આપણી રોગપ્રતિકારક શક્તિ ગમે તેવા રોગ સામે લડવા માટે કુદરતી રીતે સક્ષમ છે. તેમ જ તે બહારથી શરીરમાં આવેલ ગમે તેવા જીવાણુ -વિષાણુ કે ચેપીજંતુઓનો નાશ કરવા માટે કૃત્રિમ દવાઓ કરતાં અનેકગણી તાકાત ધરાવે છે. આપણું લીવર જ અનેક દવાઓ ઉત્પન્ન કરતી રાસાયણિક ફેકટરી છે, પરંતુ આપણે ભગવાનની આ અદ્ભુત ભેટનો બહિષ્કાર કરીને માત્ર બાહ્ય દવાઓથી તાવને રોકવા મથીએ છીએ, પણ આ જ દવાઓ રોગપ્રતિકારક શક્તિને કોઈ પણ પ્રકારના રોગ સામે લડવા માટે સક્ષમ રહેવા દેતી નથી.

(2) આયુર્વેદના મતે ચેપ (ઈન્ફેકશન)થી શરીરમાં તાવ અમુક સમયે જ થતો હોય છે, પરંતુ મોટા ભાગે તાવ રસધાતુમાં ભેગા થયેલ ‘આમ’ (ઝેરી તત્ત્વો)ના કારણે જ થાય છે.

અર્થાત્: મિથ્યા આહાર-વિહારથી પ્રકુપિત થયેલા દોષો આમાશયમાં આશ્રય કરીને રસની સાથે સંપૂર્ણ શરીરમાં જાય છે અને કોષ્ઠાગ્નિને બહાર કાઢીને જ્વરની ઉત્પત્તિ કરે છે.

શરીરમાંથી જેવા આ ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય કે તરત જ તાવ શમી જાય છે. જોકે આપણે દવાઓના અતિરેકથી માત્ર તાવના બાહ્ય લક્ષણોને જ દૂર કરતા હોઈએ છીએ, આના કારણે શરીરમાં ભેગો થયેલો ‘આમ’ તો એમ ને એમ જ રહે છે. આ કારણે તે સંચિત થયેલો ‘આમ’ ફરી ગમે ત્યારે તાવ જેવી કોઈ પણ બીમારીરૂપે પ્રગટ થાય છે.

આવી રીતે ‘આમ’ના કારણે તાવ આવે તે દરમિયાન આહાર લેવામાં વિવેક હોવો જોઈએ, તે વિવેક વિના આહાર લેવામાં આવે તો તે આહાર જ શરીરમાં જમા થયેલ ‘આમ’ને દૂર કરવામાં નડતરરૂપ થાય છે, કેમ કે આહારને લીધે તો શરીરમાં ‘આમ’ બન્યો હોય છે…! માટે તાવ આવે ત્યારે આહાર લેવામાં આ મુજબ વિવેક રાખવો… :

  • તાવનો પ્રાથમિક ઉપચાર તો શરીરને આહારથી દૂર રાખી ઉપવાસ કરવો તે છે. અર્થાત્: તાવમાં પ્રથમ ઉપવાસ કરવો, મધ્યમાં પાચન કરવું (યોગ્ય પાચન થાય તેવો હળવો આહાર લેવો) અને તાવના અંતમાં રેચન આપવું (પેટ સાફ કરવું) – આ તાવની ચિકિત્સા છે.
  • ઉપવાસથી શરીર જેવું ‘આમ’ રહિત થાય છે, તેવું અન્ય કોઈ ઉપચારોથી થતું નથી.
  • જો કોઈ પણ કારણોસર ઉપવાસ ન થઈ શકે તો સૂપ અને ફળોના રસ ઉપર રહેવું. લીંબુ અને મીઠાયુક્ત પાણી, એકદમ ઓછી ખાંડ નાખીને લઈ શકાય.
  • દરમ્યાન ગરમ કરેલું હૂંફાળું પાણી જ પીવું.
  • મેંદાની વાનગીઓ, ચરબીવાળા, ગળ્યાં, તીખા કે તળેલા પદાર્થો તેમજ ઠંડાં પીણાં વગેરેનો સદંતર ત્યાગ રાખવો.
  • દારૂ, ચા, કોફી, સોડા વગેરે નશીલા પદાર્થોનો પણ ત્યાગ કરવો જોઈએ.
  • તાવ ઉતર્યા બાદ પ્રથમ બે દિવસ મગનું ઓસામણ કે સૂપ લેવું. ત્યાર પછી અર્ધપ્રવાહી આહાર લેવો અને તે પછી નક્કર ખોરાક લેવાની શરૂઆત કરવી.

સાવધાની

તાવનું યોગ્ય નિદાન આવ્યા બાદ અહીં દર્શાવેલ પ્રાથમિક ઉપચારોનો ઉપયોગ કરવો. જો વધુ પ્રમાણમાં તાવ હોય તો ચિકિત્સકના માર્ગદર્શન પ્રમાણે સારવાર કરવી. આધુનિક સાયન્સ મુજબ મોટા ભાગના તાવ જીવાણુ, વિષાણુ કે ચેપીજંતુના કારણે આવતા હોય છે, જેમકે….

શરદી-કફનો તાવ

  • લક્ષણ:
  • ઝીણો તાવ આવવો.
  • શરદી (નાક બંધ થઈ જવું અથવા નાકમાંથી પાણી પડવું.)
  • છીંકો આવવી, ગળામાં દુ:ખાવો, ઉધરસ થવી, શરીર તૂટવું વગેરે.
  • કારણ:
  • મોટા ભાગે શરદી-કફ વધવાથી થતા ચેપને લીધે થાય છે.
  • આવે વખતે શું આહાર લેવો ?
  • શક્ય હોય ત્યાં સુધી માત્ર ઉકાળેલું પાણી લઈ એક-બે ઉપવાસ કરવા. જો ઉપવાસ થઈ શકે તેમ ન હોય તો તાવ રહે તેટલા દિવસ માત્ર પ્રવાહી પર રહેવું. જેમ કે, ફ્રૂટજ્યૂસ, સૂપ, ઓસામણ વગેરે.
  • ગળ્યું, ચીકણું તથા ભારે ન ખાવું.
  • અતિ ઠંડા પાણી કે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ન કરવો.

સાવધાની:

  • દર્દીએ ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક આગળ રૂમાલ કે હાથ રાખવો, જેથી વાઇરસના જંતુઓનો બીજાને ચેપ ન લાગે.
  • દર્દીએ વાપરેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ બીજાએ ન કરવો.
  • દર્દીએ પોતાના હાથને વારેવારે ધોવાનો આગ્રહ રાખવો. જેથી હાથ જંતુરહિત થાય અને બીજી કોઈ જગ્યાએ જંતુ ન ફેલાય.
  • ઉપચાર:
    1) કોઈ પણ જાતનો તાવ આવ્યો હોય તો 10 ગ્રામ મીઠું ગરમ પાણીમાં દિવસમાં 3 વાર લેવાથી તાવમાં રાહત થાય છે.
    2) ફુદીનો, તુલસી અને આદુનો ઉકાળો પીવો.
    3) તુલસીના રસ અને મધ સાથે 1-1 ચમચી આદુ ને લીંબુનો રસ લેવો.
    4) તુલસી અને સૂરજમુખીના પાન વાટીને તેનો 25 મિ.લી. જેટલો રસ પીવાથી બધી જાતના તાવમાં રાહત થાય છે.
    5) 10 ગ્રામ ધાણા અને 3 ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવું.
    6) 7 પાન તુલસીના, 7 પાન ફુદીનાના, 1 ગ્રામ મરીની ભૂકી, 10 ગ્રામ ગોળને 1 કપ પાણીમાં ઉકાળી, તેને ગાળીને સવાર-સાંજ પીવું.
    7) હળદર, સૂંઠ, મરી અને તુલસીના

    આ પણ વાંચો…આરોગ્ય પ્લસ -સંકલન: એક ખતરનાક રોગ…ડાયાબિટીસ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button