તરોતાઝા

સપ્તાહના શરૂઆતથી ટાઇફોઇડ, કોલેરા, કમળો, ઝાડા ઉલ્ટી થવાની વ્યાપક બીમારીઓ નોંધાઇ શકે! યોગ્ય તકેદારી રાખવી

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્ય દાતા
સૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચસ્થ)
મંગળ કુંભ રાશિ તા.23 મીન રાશિ
બુધ મીન રાશિ માં વક્રીભ્રમણ
ગુ મેષ રાશિ
શુક્ર મીન રાશિ
શનિ – કુંભ (સ્વગૃહી) રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ

ચૈત્રી દુર્ગાષ્ટમી સાથે સપ્તાહ પ્રારંભ થશે. તા.17 રામનવમી જયંતી મનાવાશે. સપ્તાહના શરૂઆતથી ટાઇફોઇડ, કોલેરા, કમળો, ઝાડા ઉલ્ટી થવાની વ્યાપક બીમારીઓ નોંધાઇ શકે!! યોગ્ય તકેદારી સાથે સભાનતા રાખવી આવશ્યક.હાલ માં પવિત્ર ચૈત્ર માસ ચાલતો હોવાથી પીપળના ઝાડ પર જળ અર્પણ કરીને એકી સંખ્યા માં પ્રદશિણા કરવાથી પિતૃગણના આશીર્વાદ મળશે જેનાથી ગુપ્ત બીમારીઓમાંથી ચોક્કસ રાહત અનુભવાશે. કડવા લીમડાના પાનનું સેવન કરવાથી ભવિષ્યમા થનાર બીમારીઓ અટકશે. આરોગ્યની વધુ સુખાકારી માટે સપ્તાહ માં એક દિવસ નમક ન ખાશો. બ્રાહ્મણને બ્રહ્મ ભોજન સાથે દક્ષિણા વિશેષ મહત્ત્વ શાસ્ત્ર અનુસાર રહેલુ છે.

(1) મેષ (અ, લ, ઇ): ઊંઘ ન આવવાની શિકાયત જણાય. દંત પીડા પણ સતાવે. પીપળના વૃક્ષ પર રેવડી અર્પણ કરીને એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવી.

(2)વૃષભ (બ, વ, ઉ): આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકુળ રહેશે, પરંતુ આકસ્મિક ગરદન પણ સોજો આવવાની શક્યતાઓ. સત્યનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરશો તેમ જ વિષ્ણુ-સહસ્ત્રનામ પાઠ કરશો.

(2)મિથુન (ક, છ, ઘ): આ સપ્તાહ આરોગ્ય માટે અકારણ માનસિક ભય ચિંતાઓ સતાવે, પરંતુ આત્મવિશ્વાસ વધારશો. સાધારણ મરડાની અસર લાગે. શિવલિંગ પર જળાભિષેક સાથે પુષ્પ અર્પણ કરશો.રાત્રિએ સૂતી વખતે ચંદ્ર દર્શન કરશો.

(4) કર્ક (ડ, હ): મોં માં દુર્ગંધ જણાય યોગ્ય ડેન્ટીસનું નિદાન કરાવવું. કબજિયાતની તકલીફ જણાય. શિવલિંગ પર જળાભિષેક કરશો તેમ જ પશુ પંખીને ચણ નાખશો.

(5) સિંહ (મ, ટ): હદય સંબંધિત બિમારીઓથી વિશેષ દરકાર કરવી. શીરસ નીકળવાની સંભાવના. સૂર્ય સંહિતાનું પઠન કરશો. ગાયત્રીમંત્ર જાપની એક માળા કરશો.

(6)ક્નયા (પ, ઠ, ણ): સપ્તાહના શરૂઆતથી સતત બેચેની રહ્યા કરે. ભયાનક સ્વપ્ન આવવાથી ઊંઘમાં ઝબકી જવાય. નિત્ય પૂજા અવિરત કરશો. સત્ય વચન પાળશો.

(7) તુલા (ર, ત): અશકિત સત જણાય. મોં ઉપર સફેદ ડાધા લાગે. જૂની બીમારીઓ ધરાવનારે યોગ્ય સમયે ચેક અપ કરાવશો. યથાશકિત મુજબ નિયમિત દાન કરશો.
(8)વૃશ્ચિક (ન, ય): યુિરનમાં સાધારણ બળતરા જણાય. પથરી પીડિત દર્દીઓ કાળજી આવશ્યક. પાણી વધારે પીવું.
કુળદેવી સ્મરણ સાથે મંત્ર જાપ કરશો.

(9) ધન (ભ, ધ, ફ, ઢ): ડાયાબિટીસ ના દર્દીઓએ સમયસર દવાઓ લેશો. સૂકો થાઇરોઇડ થવાની શક્યતાઓ. દરરોજ એક મુઠ્ઠી ચણાની દાળ શિવજી પર ચડાવશો.

(10) મકર (ખ, જ): સપ્તાહના અંતે ચક્કર આવી શકે. લીવરની તકલીફ રિપોર્ટમાં આવી શકે. શુદ્ધ ઘી દિપ સવાર-સાંજ કરશો સાથે હનુમાનજીની તસવીર દર્શન કરશો.

(11) કુંભ (ગ, શ, સ): સ્નાયુની તકલીફ જણાય. દિવસે ઊંઘ આવવાથી તબિયત બગાડી શકે. નીત્ય કૂતરાને બિસ્કિટ સાથે દૂધ પીવડાવશો.

(12) મીન (દ, ચ, ઝ, થ): આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. જરૂરિયાત મંદ નજીકના સ્વજન યોગ્ય મદદ કરશો. ગુ મંત્ર સાથે ગુ ગીતાનો પાઠ કરશો. સતત ગરમીની લૂ લાગવાથી લીંબુ પાણી પીશો. માટે સમયસર ઊંઘ લેશો.

શુદ્ધ ઘીનો દીપક સવાર-સાંજ અવશ્ય કરશો. ગુપ્ત દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?