મહાદેવને કાચા કાળા તલનો અભિષેક કરવાથી અસાધ્ય બીમારીઓ ટળશે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં સૂર્યનારાયણ ભગવાન સૂર્ય સિંહ સ્વગૃહી
ભ્રમણ તા.૧૭થી ક્ધયા રાશિ પ્રવેશ મંગળ- ક્ધયા-(શત્રુ રાશિ)મધ્યમ ગતિ બુધ-સિંહ-(મિત્ર રાશિ) વક્રીભ્રમણ તા.૧૫ માર્ગી થશે.
ગુરુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર- કર્ક રાશિમાં, શનિ-કુંભ (સ્વગૃહી) વક્રીભ્રમણ, રાહુ-મેષ વક્રીભ્રમણ, કેતુ-તુલા વક્રીભ્રમણ રાશિમાં રહેશે.
આ સપ્તાહમાં બે ગ્રહો રાશિ પરિવર્તન કરતા હોવાથી તાવ, શરદી, કફ સાથે ઝાડા, ઉલ્ટી, કમર અને પગ દુખવાની સમસ્યાઓ વધશે. બુધ, ગુરુ, શનિ, રાહુ, કેતુ વક્રીભ્રમણ કરતા હોવાથી નવા રોગનો માનસિક ભય, ચિંતા સતાવે. ગેસ, કબજિયાતના દર્દીઓ માટે વધુ કપરુ સપ્તાહ સાબિત થાય.
મેષ (અગ્નિતત્ત્વ)માં ગુરુ-રાહુનો ચાંડાલયોગને કારણે ઊંઘ ન આવવાની ફરિયાદ સાંભળવા મળે. ઊંઘ લેવા માટેની ગોળીઓની માગ વધી શકે. સમયની અનુકૂળતા મુજબ મૌન, ધ્યાન તથા પ્રાણાયામ કરવા. લાંબા સમયથી પીડિત રોગિષ્ટ જાતકોને રોગ, માંદગીમાં હળવાશ અનુભવાય. સૂર્યોદય સમયે પ્રત્યક્ષ સૂર્યદેવતાને શુદ્ધ પાણીમાં ભરપૂર કંકુ નાખીને અર્ઘ્ય આપવાથી પણ અસાધ્ય બીમારીઓમાં રાહત જણાશે. આત્મવિશ્ર્વાસમાં વધારો થશે. વારસાગત રોગો કાબૂમાં આવશે. મેડિકલ ક્ષેત્રે નવી-નવી દવાઓ શોધાય. આરોગ્યની વધુ સુખાકારી માટે સવાર-સાંજ માતાજીની આરતી ગાન કરશો. કપૂરનો ધૂપ અવશ્ય કરશો.
મેષ (અ, લ, ઇ)
જમણી આંખે આંઝણી થવાના યોગ રચાઇ રહ્યા છે. માથાનો દુખાવો સતત રહે. હાથ પગમાં કળતર જણાય. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ સાથે મહાદેવજીને જળાભિષેક કરશો. દૈવી કવચ કરશો.
વૃષભ (બ, વ, ઉ)
પેટમાં અકારણ ભાર ભાર જણાય. જમવાની ઇચ્છા ના થાય. વારંવાર હાથ પર વાગવાની શક્યતાઓ. વધુ પડતી મીઠાઈ ખાવાથી આરોગ્ય બગડી શકે. દરરોજ નવગ્રહની એક માળા ગણશો. સંધ્યા સમયે કુળદેવીને ગૂગળનો ધૂપ કરશો ત્યારબાદ આરતી ગાન કરશો.
મિથુન (ક, છ, ધ)
ચશ્માના નંબર અવશ્ય ચેક કરાવશો. તાવ, શરદી, ઉધરસની સામાન્ય તકલીફ વર્તાય. માનસિક ભય આભાસી જણાય. ગાયને બુધવારે લીલુ ઘાસ ખવડાવશો. દેવાધિદેવ મહાદેવજીને કાચા દૂધનો અભિષેક પછી જળાભિષેક કરશો.
કર્ક (ડ, હ)
વિદેશ યાત્રા-પ્રવાસમાં તાવ આવવાની સંભાવના. દંત પીડા હોય તો વધી શકે. તીખું ગરમાગરમ રસોઈ જમવાથી જીભ દાઝી જાય. ઘરના આંગણે લાલજી સેવા પૂજા કરશો, તથા યમુનાષ્ટક પઠન કરશો.
સિંહ (મ, ટ)
પગના ડાબા અંગૂઠામાં વાગવાની શક્યતાઓ. અસાધારણ કબજિયાતની ફરિયાદ જણાય. સૂર્ય સંહિતાનું પઠન કરવું. રવિવારે રાંદલ માતાજીના દર્શન કરશો. નિત્ય પૂજા અવિરત રાખશો.
ક્ધયા (પ, ઠ, ણ)
રાત્રિના સમયે થાપામાં દુખાવો રહે. ખાટા ખાટા ઓડકાર આવી શકે. જૂની બીમારીઓ યથાવત રહે. ચંડીપાઠ કરશો. અનુકૂળતા મુજબ જરૂરિયાત વાળાને મદદ કરશો. પંખીને ચણમાં મગ નાખશો.
તુલા (ર, ત)
ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ હશે વધી શકે. શારીરિક અશક્તિ જણાય. દારૂ પીવાની આદતવાળા જાતકોએ વિશેષ સંભાળવું. દરરોજ સવારે તુલસી ક્યારે પાણી અર્પણ કરવું. વિષ્ણુ સહસ્ત્ર પઠન કરશો.
વૃશ્ર્ચિક (ન, ય)
આંખોમાં લાલ લાલ કુંડાળા વર્તાય. ચામડીની તકલીફ જણાય. બટુકભૈરવ ઉપાસના કરવી તથા દેવાધિદેવ મહાદેવનેજળાભિષેક કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હલ થઈ જશે.
ધન (ભ, ધ, ફ, ઢ)
આ સપ્તાહ આરોગ્ય માટે શુભમય બની રહેશે. જૂની બીમારીઓમાં ચોક્કસ રાહત જણાશે. ગુપ્તદાન સાથે તલનું દાન ઉતમ. દત્તબાવની પઠન કરશો.
મકર (ખ, જ)
મોં પર લાલ ચાઠાં પડી શકે. વધુ પડતી ઊંઘ આવવાથી તબિયત બગડે. જૂની ગેસ કબજિયાતની ફરિયાદ હશે
તે યથાવત રહે. છાશનું સેવન હિતાવહ રહેશે. નિત્ય પૂજા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરશો. ગરીબોને યથાશક્તિ મદદ કરશો.
કુંભ (ગ,શ,સ)
જમણા પગે અકસ્માતથી પીડા સંભવ. પેટમાં અપચો સતત રહ્યા કરે. શેરબજાર માર્કેટમાં નુકસાની થવાથી આરોગ્ય પર અસર પડે. શનિવારે એકટાણું કરવું. શનિ મંત્ર સાત માળા ગણવી.
મીન (દ, ચ, ઝ, થ)
હરણીયા કે પથરીની તકલીફ ઓચિંતા આવી શકે. દાઢી પર મચ્છર કરડવાની સંભાવના. જરૂર પડે હૉસ્પિટલમાં એડમિટ થઈ જવું. બજારુ ચીજવસ્તુઓ ખાશો નહીં. સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી. કુળદેવી સાધના વધારવી. સમયસર ભોજન તથા ઊંઘ લેવાનું શરૂ કરશો.
હાલમાં ચાતુર્માસ સાથે નિજ શ્રાવણ માસ ચાલતો હોવાથી નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો. તા.૧૩, ૧૪ પીપળના વૃક્ષની પૂજા ઉત્તમ. દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય કાચા કાળા તલનો અભિષેક કરવાથી અસાધ્ય બીમારીઓ ટળશે. ભોજનમાં દૂધી વધુ ઉપયોગમાં લેવાથી આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. બ્રહ્મ ભોજન કરાવશો તથા ઉચિત દક્ષિણા આપશો. લાંબા ગાળાથી પીડિત દર્દીઓ માટે નિયમિત દવા સાથે ખાનપાનની પરેજી પાળજો. ઉ