
પહલગામમાં 22 એપ્રિલના આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવો વધી ગયા છે. આ હુમલાના જવાબના ભાગ રૂપે ભારતે પાકિસ્તાનની સાથે કરલે સિંધુ જળ સમજૂતીને અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી છે.
આ કારણે પાકિસ્તાનમાં પાણીની તંગી વધી રહી છે અને તેમના નેતાઓ તરફથી ભારત વિરુદ્ધ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ સ્થિતિ બંને દેશો વચ્ચેના તણાવને વધુ તીવ્ર બનાવી રહી છે, જેમાં પાણીને લઈને યુદ્ધની ધમકીઓ પણ સામેલ છે.
આ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, તેનો દેશ ભારતને તેમના હકનું એક પણ ટીપું પાણી છીનવા નહીં દે. તેમણે ચેતવણી આપી કે જો પાણીને રોકવાની કોશિશ કરવામાં આવશે તો પાકિસ્તાન તેને કડક જવાબ આપશે અને ભારતને પાઠ ભણાવશે.
આ નિવેદન પછી ભારતે ચિનાબ નદી પર નેશનલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેના કારણે પાકિસ્તાનમાં વધુ ભય વ્યાપી ગયો છે.
પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ નિર્ણયને સિંધુ ઘાટીની સંસ્કૃતિ પર હુમલો ગણાવ્યો છે અને કહ્યું કે જો યુદ્ધ થશે તો પાકિસ્તાન પીછેહઠ કરશે નહીં.
તેમજ સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે અમેરિકા પ્રવાસમાં કહ્યું કે જો ભારત ડેમ બનાવશે તો તેને મિસાઈલથી તોડી પાડવામાં આવશે અને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. આ ધમકીઓ પાકિસ્તાનના ભયને દર્શાવે છે.
સિંધુ જળ સમજૂતીના સ્થગનથી પાકિસ્તાનની સિંચાઈ, કૃષિ અને વીજળી ઉત્પાદન પર ગંભીર અસર પડી રહી છે, કારણ કે તેમનું 80 ટકા પાણી ભારતથી આવે છે. આનાથી ત્યાં ભુખમરા અને આર્થિક સંકટ વધી શકે છે.
1960ની આ સમજૂતીમાં ભારતને રાવી, વ્યાસ અને સતલુજ નદીઓનું નિયંત્રણ મળ્યું હતું, જ્યારે પાકિસ્તાનને સિંધુ, ઝેલમ અને ચિનાબ. હાલના સમયમાં ભારતે ઝેલમ નદી પર હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે.
રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગના કર્મચારીઓની પાણી અને ગેસ સપ્લાયને અટકાવવાની કોશિશ કરી છે. જો પાકિસ્તાન તેની હરકતો નહીં રોકે તો ભારત વધુ કડક પગલા લઈ શકે છે. આ તણાવને લઈને તપાસ અને વાતચીત ચાલુ છે, જેમાં આતંકવાદને રોકવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો…મિથુન ચક્રવર્તીનો પાકિસ્તાનને સણસણતો જવાબ: અમારી ખોપડી છટકી તો સુનામી આવશે!