સત્તા મળી, પણ શું તેમ છતા ખુશ નથી દેવેન્દ્ર ફડણવીસ?

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા રાજકીય ભૂંકપ શાંત પડ્યા છે. ભાજપના સમર્થનથી ગુરુવારે શિવસેનાના એકનાથ શિંદે મુખ્યપ્રધાન બની ચૂક્યા છે, જયારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે.
ચર્ચા થઇ રહી છે કે ફડણવીસ નારાજ છે. ફડણવીસની કથિત નારાજગીને ત્યારે બળ મળ્યું જયારે એમણે આજે ભાજપ કાર્યાલયમાં થનારી ઉજવણીનો બહિષ્કાર કર્યો છે. દરમિયાન નાયબ મુખ્યપ્રધાન બનવા પર મનસે પ્રમુખ રાજ ઠાકરેએ લખેલા શુભેચ્છા પત્રમાં ફડણવીસ માટે લખ્યું હતું કે મને એમ કે તમે જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પરત ફરશો.

Continue Reading

Inspiring success story છે… કંગના રણોટે CM એકનાથ શિંદેની કરી પ્રશંસા

Mumbai: અભિનેત્રી કંગના રણોટે મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદેને શુભેચ્છા આપી છે. એભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમાં લખ્યું હતું કે એક ઓટો રિક્ષા ડ્રાઇવરથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવા સુધીની સફર ખૂબ પ્રેરણાદાયક રહી.
કંગનાએ સોશિયલ મીડિયા સ્ટોરી પર એકનાથ શિંદેનો ફોટો શેર કરતા લખ્યુ છે કે ‘શું ઇનસ્પાયરિંગ સ્ટોરી છે…રોજગાર માટે ઓટો રિક્ષા ચલાવવાથી લઇને દેશના શક્તિશાળી વ્યક્તિ બનવા સુધીની કહાણી. શુભેચ્છા સર.

Continue Reading

NCPના શરદ પવારને લોકસભા ચૂંટણીમાં એફિડેવિટ માટે નોટિસ મળી

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે તેમને 2004, 2009, 2014 અને 2020ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાના સંદર્ભમાં આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. તેમણે નોટિસને ‘પ્રેમ પત્રો’ ગણાવી હતી.
“આજકાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે અને તેના પરિણામો દેખાઈ રહ્યા છે.

Continue Reading

શિંદેની પસંદગી CM તરીકે થયા બાદ શરદ પવારની આવી પ્રતિક્રિયા

Mumbai: મહારાષ્ટ્રના CM પદ માટે એકનાથ શિંદેના નામની જાહેરાત થયા બાદ શરદ પવારે પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાનના રૂપમાં પસંદગી કરવા બદલ શુભકામનાઓ! પૂરી આશા છે કે તેઓ મહારાષ્ટ્રના હિત માટે કામ કરશે. એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે યશવંત ચવ્હાણ, બાબાસાહેબ ભોસલે, પૃથ્વીરાજ ચવ્હાણ બાદ વધુ […]

Continue Reading

Maharashtra Politics: શરદ પવારને ખબર હતી કે એકનાથ શિંદે કરશે બળવાખોરી, પણ…

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર પડી જઈ છે અને શિવસેના-ભાજપના ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એનસીપી પ્રમુખ શરદ પવારને એકનાથ શિંદેની બળવાખોરી કરશે એવો અંદાજ પહેલેથી જ આવી ગયો હતો. આ અંગે તેમણે ઉદ્ધવ ઠાકરેને જાણ કરી હતી, પરંતુ તેમણે પવારની આ વાતને નજર અંદાજ કરી હતી. નોંધનીય છે કે શિંદેએ 19 જૂનને બળવો પોકાર્યો હતો અને બળવાખોર વિધાનસભ્યો સાથે તેઓ સુરત પહોંચ્યા હતાં અને ત્યાંથી ગુવાહાટી જવા રવાના થયા હતાં.

Continue Reading

ફ્લોર ટેસ્ટ પહેલા CM પદ પરથી રાજીનામું આપી શકે છે ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના રાજકારણમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે ત્યારે ખબર એમ પણ આવી રહી છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સરકારના વિરોધમાં હશે તો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપી શકે છે.

Continue Reading

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો! ફ્લોર ટેસ્ટમાં ભાજપનો સાથ આપશે રાજ ઠાકરે

Mumbai: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે ભાજપનો સાથ આપશે એવી ખબર સામે આવી રહી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર દેવેન્દ્ર ફડણવીસે આજે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે સાથે વાત કરી હતી અને ફડણવીસે તેને ફ્લોર ટેસ્ટમાં સાથે આવવા માટે મદદ માંગી હતી. આ માટે રાજ ઠાકરે તૈયાર હોવાની

Continue Reading

Maharashtra Crisis latest update: જાણો શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રના રાજકારણમાં, પાંચ વાગ્યે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Mumbai: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં છે ત્યારે ફ્લોર ટેસ્ટ સામે સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી મંજૂર કરી લીધી છે અને આજે સાંજે પાંચ વાગ્યે સુનાવણી થશે. જ્યારે શિંદે જૂથના વકીલે આ અરજીનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સત્ર બોલાવવું અને ફ્લોર ટેસ્ટ કરવા એ સદનનો આંતરિક મામલો છે. કોર્ટનો હસ્તક્ષેપ આમાં અનિવાર્ય નથી.

Continue Reading

મુખ્ય પ્રધાને વર્ષા બંગલો છોડ્યો, ધારાસભ્યોને પણ છોડી દીધા, પરંતુ તેઓ શરદ પવારને છોડવા તૈયાર નથી! બળવાખોર MLAએ વ્યક્ત કરી વ્યથા

‘મુખ્ય પ્રધાને વર્ષા બંગલો છોડ્યો, ધારાસભ્યોને પણ છોડી દીધા, પરંતુ તેઓ શરદ પવારને છોડવા તૈયાર નથી’, એવા શબ્દોમાં બળવાખોર ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. અમે 100 ટકા શિવસેના પ્રમુખના આશીર્વાદથી અહીં પહોંચ્યા છીએ. અલબત્ત, આ પદ સુધી પહોંચવા માટે તમારા ઓછામાં ઓછા 20 ટકા પ્રયત્નો જરૂરી છે. ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે કહ્યું કે ”અમે ઉદ્ધવ ઠાકરે અને શિવસેના માટે ઘણું કર્યું છે.

Continue Reading

ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપવાના જ હતા, પણ…

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે શિવસેનામાં થયેલી બળવાખોરી બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજીનામુ આપવાનું મન બનાવી ચૂકાવી હતા, પરંતુ તેમને રોકવામાં આવ્યા હતા.

Continue Reading