સમોસા-જલેબી પર આરોગ્ય ચેતવણીના આદેશને લઈ સરકારની સ્પષ્ટતા: ગેરમાર્ગે દોરતો અહેવાલ

નવી દિલ્હી: દેશના આરોગ્ય મંત્રાલયે આજે સ્પષ્ટતા કરી હતી કે સમોસા, જલેબી અને લાડુ જેવી ખાવાની ચીજોના પૅકેટ પર આરોગ્ય માટે હાનિકારક હોવાની ચેતવણી આપતું લેબલ લગાવવાનો કોઇ આદેશ નથી અપાયો.
તેણે જણાવ્યું હતું કે અમે સ્વાસ્થ્યને લગતી જનજાગૃતિ લાવવા માટે સમોસા, જલેબી, લાડુ જેવી ખાવાની ચીજોમાં વધુ પડતી ચરબી અને ખાંડ હોવાની ચેતવણી આપતા પાટિયાં લૉબી, કેન્ટીન, કૅફૅટેરિયા, મિટિંગ રૂમ્સ વગેરે સ્થળે મૂકવાની માત્ર સલાહ આપી હતી.
આ પણ વાંચો: આરોગ્ય પ્લસ : આયુર્વેદિક દિનચર્યા એટલે શું?
આરોગ્ય મંત્રાલયના નિવેદનમાં જણાવાયું હતું કે અમુક ખાદ્યસામગ્રીના પૅકેટ પર સ્વાસ્થ્યને લગતી ચેતવણી આપતા લેબલ લગાવવાનો આદેશ અપાયો હોવાનું કહેતા કેટલાક પ્રસારમાધ્યમનો અહેવાલ ‘ગેરમાર્ગે દોરતો, ખોટો અને પાયાવિહોણો’ છે.
અગાઉ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના અભ્યાસમાં જણાવાયું હતું કે દેશના 71 ટકાથી વધુ લોકોમાં વધુ બ્લડ શુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર જેવી આરોગ્યને લગતી વિવિધ સમસ્યા છે. માત્ર સ્થૂળ લોકોમાં જ નહિ, પણ પાતળા લોકોમાં આવી બીમારી જોવા મળે છે.
આ પણ વાંચો: કેરળમાં નિપાહનો કહેર! 1 મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું
દેશમાં અંદાજે વીસ ટકા લોકો સ્થૂળ છે. સ્થૂળતાનો દર મણિપુર અને કેરળના પુખ્તવયના લોકોમાં વધુ છે. શહેરોમાંની પુખ્તવયની દર ચાર વ્યક્તિમાંની એક સ્થૂળ છે. દેશમાંની 35થી 49 વર્ષના વયજૂથની આશરે પચાસ ટકા મહિલાઓ સ્થૂળતાના ‘જોખમી સ્તર’માં છે.
(એજન્સી)