60 કરોડની છેતરપિંડીઃ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન નોંધાશે | મુંબઈ સમાચાર
મનોરંજન

60 કરોડની છેતરપિંડીઃ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન નોંધાશે

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ સોમવારે રાજ કુન્દ્રાનું લગભગ 5 કલાક સુધી નિવેદન નોંધ્યું હતું.

રાજ કુન્દ્રાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ફરિયાદી દીપક કોઠારીએ અગાઉ NBFC પાસેથી 60 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને અને બાદમાં તેને કોઠારીની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં ઇક્વિટી તરીકે એડજસ્ટ કરવામાં આવી. આ રકમમાંથી 20 કરોડ રૂપિયા પ્રસારણ ખર્ચ, સેલિબ્રિટી પ્રમોશન અને અન્ય ખર્ચ માટે વાપરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સફાળા જાગેલા રાજ કુન્દ્રાએ ફૂંફાડો માર્યો, આ તારીખે આરઆરના પ્રમોટરને ઉઘાડા પાડશે

EOW દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે 60 કરોડ રૂપિયાની રકમ તેમની પોતાની કંપનીઓ – સતયુગ ગોલ્ડ, વિઆન ઇન્ડસ્ટ્રીઝ, એસેન્શિયલ બલ્ક કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેસ્ટ ડીલ અને સ્ટેટમેન્ટ મીડિયામાં વાળવામાં આવ્યા હતા ત્યાર બાદ આ કંપનીઓ દ્વારા પૈસાની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે. આ નાણાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ, પ્રસારણ ખર્ચ, વેરહાઉસ ખર્ચ, માટુંગામાં ઓફિસ ખર્ચના રૂપમાં વાળવામાં આવ્યા હતા. EOW દ્વારા તેની વધુ તપાસ કરવામાં આવશે.

શિલ્પા શેટ્ટીની ભૂમિકા

EOW અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે શિલ્પા શેટ્ટી તપાસ હેઠળ કંપનીની એક મુખ્ય શેરહોલ્ડર છે, તેથી તેને પણ ટૂંક સમયમાં નિવેદન માટે બોલાવવામાં આવશે. EOW અધિકારીઓને મળેલા પુરાવામાં એ પણ ખુલાસો થયો છે કે શિલ્પા શેટ્ટીએ કંપનીમાં મુખ્ય શેરહોલ્ડર હોવા છતાં સેલિબ્રિટી ફી લીધી હતી,જે ખર્ચના ભાગ રૂપે દર્શાવવામાં આવ્યું છે અને આમ નાણાંની હેરાફેરી થઇ છે.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પ્રેમાનંદ મહારાજને કિડની ઓફર કરી?

‘નેહા ધૂપિયા અને બિપાશા બાસુને ચૂકવણી કરી’

નિવેદનમાં રાજ કુન્દ્રાએ કહ્યું કે નેહા ધૂપિયા, બિપાશા બાસુ ઉપરાંત, ત્રણથી ચાર અન્ય ટીવી એન્કરોને પણ કંપનીના પ્રચાર માટે પૈસા આપવામાં આવ્યા હતા. ઉપરાંત, બાલાજી ટેલિફિલ્મ્સને પણ ચુકવણી કરી હોવાની માહિતી આપી હતી. તેમણે આ બધાના ફોટા EOWને આપ્યા હતા.

રાજ કુન્દ્રાએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે બેસ્ટ ડીલ ટીવી પર સેલિબ્રિટી પ્રમોશનલ વીડિયો નથી કારણ કે પોર્નોગ્રાફિક કૌભાંડમાં સાયબર ક્રાઇમ દ્વારા તે જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે નોટબંધીને કારણે વ્યવસાયને ખૂબ અસર થઈ હતી, કારણ કે તેમનું મોડેલ કેશ ઓન ડિલિવરી હતું, જેના કારણે મોટું નુકસાન થયું અને આખરે કંપનીને બંધ કરવી પડી. તેમની અન્ય કંપનીઓના ઉત્પાદનોનો બેસ્ટ ડીલ ટીવી દ્વારા પ્રચાર કરવામાં આવતો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button