આમચી મુંબઈમહારાષ્ટ્ર

હવે આ શહેરમાં પાલિકાની બસમાં મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ

સિનિયર સિટિઝનને મફત પ્રવાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે મહાનગરપાલિકા સંચાલિત બસમાં મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ તો સિનિયર સિટિઝનને ૧૦૦ ટકા મફત પ્રવાસની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ બુધવાર ૧૨ માર્ચ, ૨૦૨૪થી કરવામાં આવવાનો છે.

થાણે મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં પોતાના પરિવહન ઉપક્રમની બસમાં ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને વિનામૂલ્ય અને મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા રાહત આપવાનો નિર્ણય લીધો હતો. તો મહિલાઓ માટે બસમાં ડાબી બાજુના આસનો રિર્ઝવ રાખવામાં આવવાના છે. બુધવારથી આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ સુરક્ષિત મહિલા, સક્ષમ મહિલા આ ઝુંબેશ હેઠળ બજેટમાં નાગરિકો માટે જુદી જુદી યોજના માટે જોગવાઈ કરવામાં આવી છે. તો થાણે પાલિકાના પરિવહન સેવામાં જયેષ્ઠ નાગરિકોને ૧૦૦ ટકા મફત પ્રવાસની સુવિધા અને મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…