આમચી મુંબઈ

મુંબઈ-અમદાવાદ કોરિડોર ‘કવચ’થી બનાવાશે ‘ફુલપ્રૂફ’: જાણો ક્યાં સુધીમાં કરશે અમલ?

મુંબઈ: ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં જ વિકસિત ટેક્નોલોજીના ઉપયોગને પણ વેગ મળી રહ્યો છે અને તેનો વપરાશ હવે પ્રવાસીઓની સુરક્ષા માટે શરૂ કરવા માટે રેલવે પ્રશાસન પણ તૈયાર છે. રેલવેના સૌથી વ્યસ્ત રેલવે કોરિડોર મુંબઈ-અમદાવાદની વચ્ચે હવે સુરક્ષા માટે ખાસ કરીને નવી આધુનિક સિસ્ટમ કવચનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે આ વર્ષના અંત સુધીમાં તેની કામગીરી પૂરી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. બે ટ્રેનની ટક્કરના નિયંત્રણ સાથે અકસ્માતના ઘટાડવા માટે આ કવચ સિસ્ટમનો અમલ કરશે. અત્યાર સુધી 735 કિલોમીટરના આ માર્ગના 22 ટકા એટલે કે 169 કિલોમીટરના કોરિડોરમાં આ ટેક્નોલોજીનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યો છે, જ્યારે આ ટેક્નોલોજીથી સજ્જ લોકોમોટીવ્સે અત્યાર સુધી 170 કિલોમીટરનું અંતર કાપ્યું છે.

આ આખા પ્રોજેક્ટનો ખર્ચ આશરે 315 કરોડ રૂપિયા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ આ ટેક્નોલોજી વિશે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે અત્યાધુનિક ભારતીય ટેક્નોલોજી ‘કવચ’ને ટ્રેન કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ(ટીસીએએસ) અથવા ઑટોમેટિક ટ્રેન પ્રોટેક્શન(એટીપી) સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેક્નોલોજી એસઆઇએલ4 સર્ટિફિકેશન એટલે કે સેફ્ટી ઇન્ટેગ્રિટી લેવલ 4 ધરાવે છે. આ સિસ્ટમ અમુક અંતરેથી સામેથી આવી રહેલી ટ્રેનને સેન્સ કરે છે અને ટ્રેનના હલનચલનને આપમેળે જ થોભાવી દે છે .આસિવાય સલામતીને લગતી માનવસર્જિત ભૂલોને ઓળખી તેને પણ સુધારે છે. આ આખો પ્રોજેક્ટ આ વર્ષ સુધીમાં પૂરો કરવામાં આવશે,
જેનાથી ટ્રેનના અકસ્માતમાં નિયંત્રણ સાથે ટ્રેનની નિયમિતતામાં સુધારો થશે.

પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે ભારતમાં વિકસિત એવી ‘કવચ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. વિરાર-વડોદરા-અમદાવાદ-નાગડા સેક્શનના 735 કિલોમીટરના પટ્ટા ઉપર આ વર્ષના અંત સુધી આ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે. ઑટોમેટીક હૉલ્ટિંગ સામેની બાજુથી આવતી ટ્રેન માટે સેન્સિંગ ટેક્નોલોજી, માનવસર્જિત ભૂલોનું આપોઆપ નિરાકરણ અને ચોક્કસ અંતરે રહેલી ટ્રેનની માહિતી પણ પૂરી પાડે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral Period guidelines for teenage girls