નેશનલ

મન કી બાતઃ નવા વર્ષના પહેલા એપિસૉડમાં પીએમ મોદીએ મહિલા શક્તિના ગાયા ગુણગાન

નવી દિલ્હીઃ વર્ષ 2024ની શરૂઆત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પહેલીવાર મન કી બાત રેડિયો પ્રોગ્રામ દ્વારા જનતા સાથે સંવાદ સાધ્યો હતો. PM મોદીએ મન કી બાત કાર્યક્રમના 109મા એપિસોડમાં સંબોધન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કહ્યું કે અમૃતકાલમાં નવો ઉત્સાહ, નવી લહેર છે. આ વર્ષે બંધારણને પણ 75 વર્ષ પૂરા થયા અને સુપ્રીમ કોર્ટે પણ 75 વર્ષ પૂરા કર્યા.

તેમણે કહ્યું હતું કે બંધારણની મૂળ નકલના ત્રીજા અધ્યાયમાં લોકોના મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે ત્રીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના ચિત્રોને સ્થાન આપવામાં આવ્યું છે. બંધારણના ઘડવૈયાઓ માટે પણ તે પ્રેરણાનો સ્ત્રોત હતો, તેમ તેમણે જણાવ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે મારી અપીલ પર લોકોએ મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી ભક્તિભાવ સાથે ધાર્મિક સ્થળોની સફાઈ કરી, આ પ્રથા બંધ ન થવી જોઈએ. સામૂહિકતાની આ શક્તિ દેશને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ સાથે તેમણે ગણતંત્ર દિવસની પરેડ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે 26મી જાન્યુઆરીની પરેડ ખૂબ જ શાનદાર હતી. આમાં સૌથી વધુ ચર્ચા મહિલાઓએ બતાવેલા કરતબોની થઈ હતી. તમામ ઝાંખીઓમાં મહિલા કલાકારોનો સમાવેશ થયો હતો.

ડીઆરડીઓના ટેબ્લોએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જે દર્શાવે છે કે કેવી રીતે નારી શક્તિ દરેક ક્ષેત્રમાં દેશની રક્ષા કરી રહી છે. 21મી સદીનું ભારત આવા મંત્ર સાથે આગળ વધી રહ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે અર્જુન એવોર્ડની પણ વાત કરી.

તેમણે કહ્યું હતું કે અર્જુન એવોર્ડમાં પણ મહિલા ખેલાડીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ખેલાડીઓએ ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. બદલાતા ભારતમાં આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં અજાયબી કરી રહી છે. આ ઉપરાંત મહિલાઓ સ્વસહાય જૂથોના ક્ષેત્રમાં પણ ધ્વજ લહેરાવી રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે નમો ડ્રોન દીદીઓ દરેક ગામમાં અને ખેતરોમાં ખેતી કરતા જોવા મળશે.

પદ્મ પુરસ્કારો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ત્રણ દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. તેમાં એવા લોકોના નામ હતા જેમણે ગ્રાસરૂટ લેવલે કામ કર્યું છે. આ લોકો કોઈ પણ પ્રકારની લાઇમલાઈટ વગર સમાજ સેવામાં વ્યસ્ત રહે છે. પહેલા આ લોકો ભાગ્યે જ જોવા મળતા હતા, પરંતુ હવે પદ્મ એવોર્ડની જાહેરાત બાદ લોકોમાં આ લોકો વિશે જાણવાની ઉત્સુકતા વધી રહી છે.

તેમાં 30 મહિલાઓ છે, જે પાયાના સ્તર પર પોતાના કામ દ્વારા દેશ અને સમાજને આગળ લઈ જઈ રહી છે. છેલ્લા એક દાયકામાં આ પુરસ્કારો આપવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. લોકોને પોતાને પણ નોમિનેટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેના કારણે 2014થી અત્યાર સુધીમાં 28 ટકા વધુ નોમિનેશન મળ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પીએમ મોદીએ અવયવ દાન માટે પણ ફરી અપીલ કરી હતી.

તેમણે છત્તીસગઢમાં ચાલતા એક રસપ્રદ રેડિયો કાર્યક્રમની પણ વાત કરી હતી. હમર હાથી હમર ગોઠ નામના આ કાર્યક્રમમાં હાથીના ઝૂંડ કઈ દિશામાં ક્યા જઈ રહ્યા છે, તેની જાણકારી આપવામાં આવે છે, આથી લોકો સાવધાન રહે છે. તેમણે આવા પ્રયોગો અન્ય રાજ્યોમાં પણ કરવા જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
“How to Tell if a Watermelon is Ripe: Simple Tips for Sweetness and Color” IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ