Maharashtra Political Crisis: માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મિટીંગ ચાલુ, સરકારને સંકટમાંથી બહાર લાવવા અંગે થઈ રહી છે ચર્ચા વિચારણા

Mumbai: મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ દિવસેને દિવસે હિંસક બની રહ્યો છે. એકનાથ શિંદેનું જૂથ મજબૂત થઈ રહ્યું છે ત્યારે એમવીએ સરકાર પરની મુશ્કેલીઓ વધતી જાય છે. એમ છતાં શિવસેના મજબૂત હોવાનો દાવો કરી રહી છે. માતોશ્રીમાં સીએમ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી સુપ્રીમો શરદ પવાર વચ્ચે બેઠક ચાલી રહી છે. બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, જયંત […]

Continue Reading

Maharstra political crisis: એકનાથ શિંદે સીધી લડાઈ માટે તૈયાર, ગુવાહાટીથી મુંબઈ આવવા રવાના

હાલ આસામની રાજધાની ગુવાહાટીથી મહારાષ્ટ્રની રાજકીય લડાઈ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય એકનાથ શિંદેએ મુંબઈ પરત આવવાનો નિર્ણય કર્યો છે. એકનાથ શિંદે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલથી રવાના થઇ ગયા છે. ‘માતોશ્રી’ થી તેમને મુંબઈ આવી સામસામે બેસીને વાત કરવાનો સતત પડકાર મળી રહ્યો હતો. બીજી બાજુ શિવસેનાના સાંસદ અને નેતા સંજય રાઉતે […]

Continue Reading

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું સનસનાટીભર્યુ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. આજે પણ અનેક વિધાનસભ્યો શિંદે જૂથમાં જોડાયા. બુધવારે રાતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું અને માતોશ્રીમાં જતા રહ્યા હતા. એ વાત અલગ છે કે તેમણે હજી સુધી મુખ્ય પ્રધાન પદ છોડ્યું નથી. હા, તેમણે મુખ્ય પ્રધાન પદ છોડવા માટે શરતી તૈયારી બતાવી હતી.

Continue Reading

પૂરનો સામનો કરવા માટે અમને આવકની જરૂર છે’: આસામની હોટલમાં બળવાખોર મહારાષ્ટ્રના ધારાસભ્યો પર CM હિમંતા

ગુવાહાટી: શિવસેનાના અસંતુષ્ટ નેતા એકનાથ શિંદની આગેવાની હેઠળ મહારાષ્ટ્રના ધારાસભ્યોનું એક જૂથ આસામ પહોંચ્યું અને તેને એક વૈભવી હોટલમાં રાખવામાં આવ્યાના કલાકો પછી, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે તેઓ બધાને આસામની મુલાકાતે આવકારે છે કારણ કે રાજ્યને આવકની જરૂર છે. રાજ્ય વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે.

Continue Reading

Maharashtraમાં રાજકીય કટોકટી વચ્ચે કોરોનાનું સંકટ! રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી Corona +ve

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યાના સમાચાર જાણવા મળ્યા છે. બુધવારે સવારે તેમને સારવાર માટે દક્ષિણ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ એક સંકટ ઊભું થયું છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના […]

Continue Reading

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: એકનાથ શિંદે સહિત શિવસેનાના ૧૧થી વધુ વિધાનસભ્યો સુરતમાં ગુપ્તવાસ હેઠળ, ઉદ્ધવ ઠાકરેની ઇમર્જન્સી બેઠક

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગઈ કાલે સોમવારની સાંજથી શિવસેનાથી નારાજ એકનાથ શિંદે સહિત ૧૧ વિધાનસભ્યો સંપર્કવિહોણા બન્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે નારાજ ૧૨ વિધાનસભ્યો સુરત આવી પહોંચ્યા છે, સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયેલા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમને મળે […]

Continue Reading

છત્રી રેનકોર્ટ વગર બહાર નહીં નીકળતાં! શહેરમાં આ તારીખ સુધી પડશે મુશળધાર વરસાદ

Mumbai: શહેરમાં જૂન મહિનો અડઘો પૂરો થયા બાદ મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આ અંગે હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે મુશળધાર વરસાદની આગાહી આપી છે. મુંબઈ સહિત ઉપનગરમાં સોમવારથી એટલે કે આજથી અનેક ઠેકાણે સારો વરસાદ પડ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં ઉપનગરમાં 12.5 મિમી અને દક્ષિણ મુંબઈમાં 69 મિમી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યપં હતું.

Continue Reading

પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ ભર રસ્તે ચાકુથી કર્યો હુમલો અને પછી જે થયું…

Mumbai: મુંબઈના તિલકનગરમાં એ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ રવિવારે મોડી રાત્રે ચાકુના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર મૃતક દિપાલી જાવળેનો પતિ સંતોષ (40) અવારનવાર તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને આ કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતાં.

Continue Reading

મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો! કહ્યું, કર્ફ્યૂ ન હોય તો મુંબઈ જેવા શહેરમાં લેટ નાઈટ બહાર ફરવું ગુનો નથી

Mumbai: આર્થિક રાજધાની મુંબઈ સપનોના શહેરની સાથે સાથે નાઈટ લાઈફ માટે પણ લોકપ્રિય માનવામાં આવે છે. લેટ નાઈટ ફરવાના શોખીનોને ઘણીવાર કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે છે. આવા જ એક મામલે મુંબઈની લોકલ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આરોપીને દોષમુક્ત કર્યો હતો

Continue Reading

વૈશ્ર્વિક સોનામાં સાંકડી વધઘટ, સ્થાનિકમાં રૂ. ૧૦૫નો ઘટાડો, ચાંદી રૂ. ૫૦૯ નરમ

મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગત શુક્રવારે સોનાના ભાવમાં ૦.૩ ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના નિર્દેશો હતા. તેમ છતાં સ્થાનિકમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ તેમ જ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં સાધારણ પાંચ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી આયાત પડતરમાં ઘટાડો થવાથી હાજરમાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.

Continue Reading