નેશનલ

TMCના રાજ્યસભાના સાંસદ બનશે પત્રકાર સાગરિકા ઘોષ, અન્ય ત્રણ નામની પણ જાહેરાત

કોલકાત્તાઃ તૃણમૂલ કોંગ્રેસે (TMC) રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય સાગરિકા ઘોષ, મમતા બાલા ઠાકુર અને નદીમુલ હકના નામ પણ આ યાદીમાં સામેલ છે.

ટીએમસીએ સત્તાવાર જાહેરાત કરતા ટવીટર પર પોસ્ટ કરી ચારેયના નામ જાહેર કર્યા છે અને તેમને શુભેચ્છા પાઠવી છે.
સુષ્મિતા દેવ પહેલા પણ ટીએમસીના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં કોંગ્રેસમાંથી ટીએમસીમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પુરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ છે. મમતા ઠાકુર મટુઆ સમુદાયની ધાર્મિક હસ્તી છે જેણે 2019 માં બાણગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ભાજપના શાંતનુ ઠાકુર દ્વારા પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે. અને જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈના પત્ની છે. તેમને મમતા બેનરજીના પક્ષે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. દરમિયાન સરદેસાઈનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે કહે છે કે મારો દીકરો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રશંસક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey