ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ અંગે આજે યુએનની સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક, ઇસ્લામિક દેશોએ હમાસને સમર્થન આપ્યું

પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે ગઈકાલે શનિવારે વહેલી સવારે ઈઝરાયેલના શહેરો પર લગભગ 5,000 રોકેટ છોડ્યા હતા. ત્યાર બાદ ઇઝરાયેલે યુદ્ધની સ્થિતિની જાહેરાત કરી હતી. યુદ્ધના ભયને ધ્યાનમાં રાખીને આજે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક મળવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 300થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે. ઇઝરાયેલના વળતા હુમલામાં 200 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોએ જીવ ગુમાવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી અને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડેને એક નિવેદનમાં કહ્યું હતું કે સંકટના આ સમયમાં હું દુનિયા અને આતંકવાદીઓને કહેવા માંગુ છું કે અમેરિકા ઈઝરાયલની સાથે છે. મેં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી. અમેરિકા ઈઝરાયેલના લોકો સાથે ઉભું છે. અમે યુદ્ધમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ, અમે ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયેલ પરના હુમલાની નિંદા કરી હતી અને વ્યાપક સંઘર્ષને ટાળવા માટે તમામ રાજદ્વારી પ્રયાસો કરવા વિનંતી કરી હતી.

બ્રિટનના વિદેશ પ્રધાન જેમ્સ ક્લેવરલીએ હમાસના હુમલાની નિંદા કરતા કહ્યું કે અમે હંમેશા ઈઝરાયેલના સ્વરક્ષણના અધિકારનું સમર્થન કરીએ છીએ. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે, તેઓ ઈઝરાયેલ પર થયેલા હુમલાના સમાચારથી સ્તબ્ધ છે.

ત્યારે બીજી તરફ ઇસ્લામિક દેશો પેલેસ્ટાઇનનો પક્ષ લઇ રહ્યા છે કતારના વિદેશ મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન બંધ કરવા દબાણ કરી શકાય. કુવૈતના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાયેલના કબજા અને વસાહતના વિસ્તરણને રોકવા માટે આહ્વાન કર્યું છે. તે જ સમયે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ હમાસના હુમલાને સમર્થન આપ્યું હતું.

સાઉદી અરેબિયાએ બંને પક્ષો વચ્ચેના ઉભા થયેલા તણાવને રોકવા, નાગરિકોની સુરક્ષા માટે સંયમનો દાખવવા હિમાયત કરી હતી. સાઉદી અરેબિયાએ કહ્યું કે પેલેસ્ટિનિયનોને તેમના અધિકારોથી વંચિત રાખવા અને તેમની પવિત્ર પરંપરા સામે ઉશ્કેરણીની વારંવાર ઘટનાઓને કારણે ઉભા થઇ રહેલા જોખમો વિશે અમે વારંવાર ચેતવણી આપી હતી.

હમાસના પ્રવક્તા ગાઝી હમાદે આરબ દેશોને ઇઝરાયેલ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અપીલ કરી હતી. હમાદે કહ્યું કે ઈઝરાયેલ ક્યારેય સારો પાડોશી અને શાંતિપ્રિય દેશ ન બની શકે.

હમાસે કહ્યું કે આ ઇઝરાયેલ દ્વારા જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. હમાસે કહ્યું કે ઇઝરાયલી પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંકીને તેની અપવિત્ર કરી હતી. ઇઝરાયેલની સેના સતત હુમલા કરી રહી છે અને હમાસના સ્થાનો પર અતિક્રમણ કરી રહી છે. ઈઝરાયેલની સેના અમારી મહિલાઓ પર પણ હુમલો કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral