સ્પોર્ટસ

આજથી નવા નિયમ સાથે રમાશે ક્રિકેટ મેચ, જોઈ લો શું છે આ નવો ફેરફાર…

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આજથી એક નવો નિયમ ઉમેરાશે અને એ અનુસાર મેચ રમવામાં આવશે. આ નવો નિયમ છે સ્ટોપ ક્લોક. આ નવા સ્ટોપ ક્લોક નિયમ અનુસાર ઓવર પૂરી થતાં ફિલ્ડિંગ કરી રહેલી ટીમે વધારે સમય વેડફી નહીં શકે. અહીંયા તમારી જાણ માટે કે આ નિયમ માત્ર વ્હાઈટ બોલ ક્રિકેટમાં લાગુ કરવામાં આવશે અને ટેસ્ટ ક્રિકેટમાં આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. આજથી ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનારી T-20 સિરીઝમાં પહેલી જ વખત સ્ટોપ ક્લોક નિયમ લાગુ કરવામાં આવશે.

મળી રહેલી માહિતી પ્રમાણે આગામી 6 મહિના સુધી આ નિયમ અલગ-અલગ T-20 સિરીઝમાં અમલમાં મૂકવામાં આવશે અને જો રમત પર એની પ્રતિકૂળ અસર જોવા નહીં મળે અને ગેમમાં એનો ફાયદો થશે તો આ નિયમને T20I અને ODIમાં ફરજિયાત કરી દેવામાં આવશે. આ નવા નિયમ અંતર્ગત બોલિંગ કરનારી ટીમને એક ઓવર સમાપ્ત થયાના 60 સેકન્ડની અંદર જ બીજી ઓવર કરવા માટે તૈયાર રહેવું પડશે. એક ઓવર પૂરી થયા બાદ તરત જ થર્ડ અમ્પાયરની ક્લોક શરુ થઇ જશે અને સ્ટેડિયમમાં લગાવવામાં આવેલી મોટી સ્ક્રીન પર તે જોવા મળશે.

બોલિંગ કરનારી ટીમ જો 60 સેકન્ડની અંદર બીજી ઓવર નાખવા તૈયાર ન હોય અને એક જ ઈનિંગમાં આવું બીજી વખત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની કાર્યવાહીં નહીં કરવામાં આવે પરંતુ જો આવું ત્રીજી વખત આ વખતનું પુનરાવર્તન કરવામાં આવે તો બોલિંગ કરનાર ટીમને પાંચ રનની પેનલ્ટી મળશે અને બેટિંગ કરી રહેલી ટીમને સીધેસીધા 5 રન મળી જશે.

સ્ટોપ ક્લોકના આ નવા નિયમની સાથે બીજા કેટલાક નિયમો પણ જોડાયેલા છે. જેમાં જો બેટિંગ કરનારી ટીમ પણ સમય બગાડે છે તો જ્યારે એ ટીમ બોલિંગ કરવા માટે મેદાન આવશે ત્યારે વેડફાયેલો સમય તેને ઉપલબ્ધ કુલ સમયમાંથી બાદ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં એ ટીમપાસે 2 ઓવર વચ્ચે 60 સેકન્ડથી પણ ઓછો સમય બાકી રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral