કેજરીવાલના પ્રધાન સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી! સંબંધીના ઘરેથી કરોડોની રોકડ અને મોટા પ્રમાણમાં સોનું મળ્યું

દિલ્હી સરકારમાં પ્રધાન સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી રહી છે. જાણકારી અનુસાર ઇડીએ કરેલી રેડમાં જૈનના સંબંધીના ઘરેથી 2.82 કરોડ રૂપિયા કેશ તેમ જ સોનાના બિસ્કિટ અને 133 સોનાના સિક્કા  મળી આવ્યા છે.

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ સત્યેન્દ્ર જૈનના અનેક ઠેકાણાઓ પર ઇડીની ટીમો છાપો મારી રહી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સાથે જ હવાલા ઓપરેટર્સના ઠેકાણાઓ પર પણ ઇડી રેડ પાડી રહી છે.

Continue Reading