સ્પેશિયલ ફિચર્સ

રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ: જીવનની આ સાત સરળ આદતો તમને દરેક ક્ષણે કેન્સરના જોખમથી બચાવશે…

રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ: આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ પર કેટલીક અગત્યની માહિતી અને કેટલાક એવી વાતો તમારી સાથે શેર કરવી છે જે તમે બધા જ જાણો છો અને સમજો પણ છે પરંતુ તેનો અમલ કરવાની વાત આવે ત્યારે બધા પાછા પડો છો.

નેશનલ હેલ્થ પ્રોફાઈલ અનુસાર 2017-2018 દરમિયાન દેશમાં કેન્સરના કેસોમાં 324 ટકાનો વધારો થયો છે. આના પરથી સમજી શકાય છે કે દેશમાં કેન્સરના કેસ કેટલી ઝડપથી વધી રહ્યા છે. આંકડાઓ અનુસાર 2018માં 6.5 કરોડ લોકોએ કેન્સર સંબંધિત ટેસ્ટ કરાવ્યા, જેમાંથી 1.6 લાખ લોકોમાં કેન્સર જોવા મળ્યું. આ સંખ્યા 2017ની સરખામણીમાં 39 હજાર જેટલી વધારે હતી. દેશમાં ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. જો કે વિશ્વભરમાં કેન્સરના કેસ વધી રહ્યા છે, સમૃદ્ધ દેશોમાં કેન્સર વિશે લોકોમાં જાગૃતિ છે પરંતુ આપણા દેશમાં કેન્સર અંગે જાગૃતિનો અભાવ છે. આમ જોઈઓ તો કેન્સર આખા શરીરમાં ફેલાતા ઘણો સમય લે છે.


એટલે જો તેને પોઝીટીવ રીતે જોઈએ તો આપણને કેન્સરની સામે જંગ જીતવા માટે પૂરતો સમય મળી રહે છે. પરંતુ જો કેન્સરને તમારા સુધી આવવા જ ના દેવું હોય તો તમારે તમારા સામાન્ય વર્તનમાં થોડો ફેરફાર કરવો પડશે.

  1. તમાકુનો ઉપયોગ બંધ કરો: કેન્સરથી બચવાનો સૌથી મહત્વપૂર્ણ અને સીધો રસ્તો એ છે કે કેન્સરના કારણોથી જ દૂર રહેવું. તમાકુ એ કેન્સર માટે સૌથી જવાબદાર પરિબળોમાંનું એક છે. તેથી કોઇપણ સ્વરૂપમાં તમાકુનું સેવન ના કરવું જોઈએ.
  2. સ્વસ્થ આહાર: બજારમાં ઉપલબ્ધ એવા ખાદ્ય પદાર્થો કે જે ખાવા લાયક હોતા જ નથી જેમ કે પ્રોસેસ્ડ મીટ, આલ્કોહોલ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ આ તમામ પણ કેન્સરનું કારણ બની શકે છે. આથી આ ખોરાકથી દૂર રહો અને દરરોજ પૂરતા પ્રમાણમાં લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરો. વધુ પડતી ખાંડનું સેવન પણ ટાળો. તેમજ એનિમલ પ્રોડક્ટ અને શેરીમાં રખડતા એનિમલથી પણ દૂર રહેવું કારણકે તેમની પર રહેલા જીવાણું પણ કેન્સર નોંતરી શકે છે.
  3. વજન નિયંત્રિત રાખો: સ્થૂળતા ઘણા રોગોનું કારણ છે. કેન્સર પણ આમાંથી એક હોઈ શકે છે. શક્ય તેટલું તમે તમારા વજનને નિયંત્રણમાં રાખો. અને તેના માટે બહાર અને ખુલ્લામાં મળતા ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળો અને દરરોજ કસરત કરો.
  4. સૂર્યપ્રકાશથી બચો: સૂર્યપ્રકાશ દરેક વ્યક્તિ માટે સારો પરંતુ એ ફક્ત સવારના સાતથી નવ સુધીનો જ સૂર્યપ્રકાશ શરીર માટે હિતાવહ હોય છે, બપોરે બાર વાગ્યા પછી સૂર્યપ્રકાશમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો કેન્સર માટે જવાબદાર હોઈ શકે છે. તેથી જ્યારે પણ બપોરના સમયે બહાર નીકળો ત્યારે શક્ય હોય તો છત્રી લઇને અને તમારા શરીરના ખુલ્લા ભાગને કપડાથી કવર કરીને નીકળો.
  5. રસી લેવી: કેટલાક રોગો છે જે કેન્સરનું કારણ બની શકે છે. જેમાંનો એક છે હેપેટાઇટિસ બી અને બીજો છે હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) આ બંને રોગોની રસી લેવી ખૂબજ જરૂરી છે કારણકે રોગો સામે રસીકરણ કેન્સરનું જોખમ ઘટાડે છે.
  6. જોખમી જાતીય વર્તન ટાળો: અસુરક્ષિત સેક્સ કરવાનું ટાળો ઘણા લોકો સાથે સંબંધ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનું કારણ બની શકે છે જેમાં કેન્સરનું જોખમ પણ રહેલું છે. એચપીવી વાઇરસ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં કેન્સરનું કારણ બની શકે છે.
  7. નિયમિત તબીબી તપાસ: જો શરીરમાં કોઈ ફેરફાર થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ખાસ કરીને જો ત્વચાના રંગમાં કોઈ ફેરફાર થાય અથવા ગુદા, સ્તનો અને સર્વિક્સમાં સહેજ પણ ફેરફાર થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. દરરોજ તમારા શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફારોનું અવલોકન કરો.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral