ઉત્સવ

બોમ્બે જિમખાના ૧૮૭૫માં ખુલ્લું મુકાયું હતું

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા

(ગતાંકથી ચાલુ)
આજે તો મુંબઈને બરફ વિના ચાલે એમ નથી; પણ ઈ.સ. ૧૮૩૪ના સપ્ટેમ્બર મનિમાં શ્રી જહાંગીર નસરવાનજી વાડિયાની પેઢીએ અમેરિકાથી બરફનું પહેલું ‘કનસાઈનમેન્ટ’ માંગ્યું હતું. શ્રી નાનાભાઈ બેરામજી જીજીભાઈએ શ્રી જે. એ. ફાર્બસ નામના અંગ્રેજ વેપારી સાથે ઈ.સ. ૧૮૮૦માં બરફ બનાવવાનું પહેલું કારખાતું શરૂ કર્યું હતું.

બોમ્બે જિમખાના ૧૮૭૫ના જૂન મહિનાની ૧૯મી તારીખે ખુલ્લું મુકાયું હતું અને આ વરસે એ ૧૧૭ વરસો પૂરાં કરે છે. પેવેલિયન બાંધવા માટે જાહેર ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું તેમાં સર કાવસજી જહાંગીર રેડીમનીએ રૂપિયા પાંચ હજાર ભર્યા હતા.

પારસી જિમખાનું ૧૮૮૮માં ખુલ્લું મુકાયું હતું તો હિંદુ જિમખાનાની શરૂઆત ૧૮૯૪માં થઈ હતી ઈસ્લામ જિમખાનાની શરૂઆત ૧૮૯૨માં તો કેથોલીક જિમખાનાની સ્થાપના ૧૯૧૫માં દા. ગ્રેસિયા દી ઓરટા નામના પોર્તુગીઝને આખું મુંબઈ રૂા. ૫૩૭ ના વાર્ષિક ભાડે વંશપરંપરા માટે પોર્તુગીઝ સત્તાવાળાઓએ આપ્યું હતું. અને મઝગાંવ ખાતે એમણે દેશી આંબાની કલમ કરી હાફુસ કેરીના આંબા વિકસાવ્યા, દિલ્હીના શહેનશાહ શાહજહાં મજગાંવની આંબા માટે વાડીઓમાંથી કેરીઓ મોકલવામાં આવતી હતી.

મુંબઈમાં સહુથી પહેલી મીઠાઈની દુકાન અમીચંદ ગોવિંદજીએ ઈ.સ. ૧૭૮૦માં શરૂ કરી હતી અને દુકાનનો હલવો ‘મુંબઈ હલવા’ના નામે દેશપ્રદેશમાં વિખ્યાત થઈ ગયો હતો.

મુંબઈમાં પોર્તુગીઝ શાસન દરમિયાન દરજી શોધ્યા મળતા નહોતા. ત્યાં આત્મારામ બાલાજી નામના દરજીએ મુંબઇમાં દરજીની દુકાન શરૂ કરવાની હિંમત કરી અને લાખોપતિ ગઈ ગયો હતો.
પારસીઓની સ્મશાનભૂમિને ‘દોખમુ’ કહેવામાં આવે છે એ ‘દોખમુ’ શબ્દ કેવી રીતે વપરાશમાં આવ્યો તેની એક જુદી જ કથા છે. શ્રી ફરામજી કાવસજી બાનજીએ ઈ.સ. ૧૮૩૨માં પારસીઓ માટે દોખમું બાંધ્યુ અને એ જ વર્ષના માર્ચની ૨૮મી તારીખથી એપ્રિલની ૧પમી સુધી પરદેશીઓને જોવા માટે આ દોખમું ખુલ્લું રાખવામાં આવ્યું હતું. પરદેશીઓ જોઈ રહ્યા પછી આ દોખમાની ઈજવાની ક્રિયા-પારસી ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. તે વખતે મુંબઈથી પ્રગટ થતા અખબાર ‘બોમ્બે ગેઝેટ’ના તંત્રી શ્રી રોબર્ટ ઝેવિયર મરફીએ દૃોખમું જોઈને ફારસી શબ્દ ‘જાઓ ખામોશ’ ઉપરથી અંગ્રેજીમાં ‘ટાવર ઓફ સાયલન્સ’ શબ્દ આપ્યો હતો. એ ઉપરથી પારસીઓએ મરણ પામેલાઓની શાંતિથી આરામ લેવાની જગ્યા કરી એને બંધબેસતો શબ્દ ‘દોખમા’ પ્રચલિત કર્યો. આ પહેલાં શ્રી હીરજી વાચ્છા મોદીએ ઈ.સ. ૧૬૭૪માં સૌથી પહેલું દોખમ મુંબઈમાં બાંધ્યું હતું.

ચર્ચગેટ નજીક પારસીના કૂવા ભીખા બહેરામના કૂવા નજીક જ ક્રોસનું મેદાન આવ્યું છે ત્યાં લોટ દળવા માટે ઈ.સ. ૧૭૨૫માં પવનથી ચાલતી એક ચક્કી (વિન્ડમિલ) શરૂ કરવામાં આવી હતી. તે જમાનામાં આ મેદાન પવનચક્કીના મેદાન તરીકે ઓળખાતું હતું.

મુંબઈ યુનિવર્સિટીને રાજાબાઈ ટાવર આપનાર શ્રી પ્રેમચંદ રાયચંદ ભાવોમાં ઉછાળો લાવવા માટે જાણીતા હતા. અંગ્રેજો દારૂગોળો બનાવવાનું કારખાનું કોટમાંથી મઝગાંવ લઈ જવા ઈચ્છતા હતા. એ વાતનો અણસારો જતાં શ્રી પ્રેમચંદ રાયચંદે મજગાંવમાં એક મકાનને લીલાઉમાં રૂા. ૪૦ લાખમાં ખરીદ કર્યું. ત્યાર પછી જગ્યાના ભાવમાં મોટો ઉછાળો લાવી અંગ્રેજ સરકારને રૂપિયા એક કરોડમાં વેચ્યું હતું.

અત્યારે જ્યાં હોર્નિમન સર્કલ છે ત્યાં માત્ર મેદાન હતું અને એ મેદાનમાં ત્રણ ચાર ઘટાદાર ઝાડોની છાયા હેઠળ ઊભા રહીને સટોડિયાઓ શૅરના સોદા કરતા હતા. થોડાંક વરસો પછી અત્યારે જ્યાં મરક્ધટાઈલ બેન્ક અને બૅન્ક ઓફ ઈન્ડિયાની ઈમારતો છે ત્યાં ખુલ્લા મેદાનમાં શૅરદલાલો સોદા કરતા હતા. ૧૮૪૦માં ૬ શૅરદલાલો હતા તો ૧૮૫૦ની સાલમાં એ આંકડો ૬૦ ઉપર પહોંચી ગયો હતો. આગેવાન દલાલ શ્રી પ્રેમચંદ રાયચંદ, સર શાપુરજી ભરૂચા અને બેરામજી રતનજી કાંગા હતા. સર શાપુરજીએ શૅરબજારનું ફંડ રૂપિયા દોઢ લાખ ઉ૫રથી વધારીને રૂપિયા સાડીબાવીસ જેટલું કર્યું હતું. ઈ.સ. ૧૮૮૭માં શ્રી જમશેદજી કામા સોલિસિટરે શૅરદલાલોનું એસોસિયેશન સ્થાપવા એક ડ્રાફ્ટ તૈયાર કરી આપ્યો હતો.

મુંબઈના ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન જ્યારે નિવૃત્ત થઈને ઈંગ્લેન્ડ જવા નીકળ્યા ત્યારે મુંબઈનાં ગરીબોને પાલવા બંદર સુધી ખોબા ખોબાની બે આની પાવલી ઉછાળીને ખેરાત કરી હતી.
શ્રી મોતીચંદ અમીચંદ (૧૭૮૪-૧૮૩૬)ને લોકો ‘મોતીશાહ’ તરીકે ઓળખતા હતા. તેઓ રોજ સવારે અનાજ ભરેલી થાળીમાં ચાંદીના સિક્કા મૂકી જે બ્રાહ્મણ પહેલો નજરે પડે તેને દાનમાં આપી દેતા હતા. શ્રી મોતીચંદના પિતા શાહ અમીચંદ સાંકળચંદ ખંભાતથી ઈ.સ. ૧૭૫૮માં મુંબઈ આવ્યા હતા અને શરાફીનો વ્યવસાય શરૂ કર્યો હતો.
( ૮૦ )
એક હકીકત હોવા છતાં આજે એ કલ્પના લાગે છે. ઓગણીસમી સદીના છેલ્લા દાયકા સુધી ગુજરાતીઓ અડધી મુંબઈના માલિક હતા અને આધુનિક મહાનગર મુંબઈનો પાયો નાખનાર ગુજરાતીઓ હતા. બૌદ્ધ સમયથી તે અંગ્રેજોના આગમન સમયે પણ મુંબઈના વેપાર-ઉદ્યોગ ગુજરાતીઓના હાથમાં હતો. વહાણો બાંધવા અને સાત સમંદરોમાં ફેરવવામાં, કાપડ અને રત્નોના વ્યાપારમાં ગુજરાતીઓની મોનોપોલી હતી. અઢારમી સદીમાં અંગ્રેજોના આમંત્રણથી ગુજરાતીઓ સ્થાયી થવા મુંબઈ આવ્યા. મુંબઈ આવીને વસવા માટેનું સ્થળાંતર ૧૬૭૦થી શરૂ થયું હતું. છત્રપતિ શિવાજીએ બીજીવાર સુરત ઉ૫ર આક્રમણ કર્યું ત્યારે લોકો વધુ ભયભીત બની ગયા અને ગુજરાતના મુસલમાન શાસકો એમને સલામતીની ખાતરી આપી શક્યા નહિ. મુંબઈને સમૃદ્ધ બનાવનાર ગુજરાતીઓમાં પારસી, દસા ઓસ્વાલ જૈન, હિંદુ વણિક, ભાટિયા, લોહાણા, કપોળ વણિક, વોહરા, ખોજા અને મેમણ મુખ્ય છે અને તેઓ વલસાડથી માંડી તે કચ્છથી આવીને મુંબઈમાં સ્થાયી થયા છે. ગુજરાતીઓના કારણે અગાશી (વસઈ)થી થાણે – કલ્યાણ સુધીના મુંબઈમાં યુગોથી ચોપડા પૂજન અને દિવાળીના તહેવારો ઊજવાતા આવ્યા છે. ચોપડા-પૂજન વખતે પ્રારંભમાં ‘શ્રી રત્નાકરની કૃપા હોજો’ એમ લખવામાં આવતું હતું. મુસલમાનોના આગમન પછી ‘શ્રી રત્નાકરની મહેર હોજો’ એવું વાક્ય પ્રચલિત બન્યું હતું. રત્નાકર એટલે સમુદ્ર. એ બતાવી આપે છે કે ગુજરાતીઓ સાગર સાથે કેવો ઘરોબો ધરાવતા હતા.

ઈ.સ. ૧૮૩૩માં ચીન સાથે વેપારના દ્વાર ઊઘડ્યાં અને પારસી વ્યાપારીઓ કપાસ અને અફીણ પૂરું પાડીને સમૃદ્ધ બની ગયા. સર જમશેદજી જીજીભાઈ સાથે એ વેપારમાં જૈન વેપારી શ્રી મોતીચંદ અમીચંદ જોડાઈને સંપત્તિશાળી બની ગયા હતા. ‘રેડીમની’ તરીકે ઓળખાતા શ્રીમંત પારસી ખાનદાનના પૂર્વજ શ્રી જે. આર. રેડીમનીએ કારકિર્દીનો પ્રારંભ એક ગોડાઉનકીપર તરીકે કર્યો હતો. ઓગણીસમી સદીમાં આત્મારામ ભૂખણનું નામ નાણાં ધીરનાર તરીકે યુરોપથી માંડી તે ચીન સુધી મશહૂર હતું.

શ્રી વરજીવનદાસ માધવદાસ (૧૮૧૭-૯૬) ઈસ્ટ ઈન્ડિયા કંપનીને અનાજ પૂરું પાડવાના વ્યવસાયમાં શ્રીમંત બન્યા હતા. ત્યાર પછી તેમણે દલાલી અને નાણાં ધીરવાનું કામ પણ શરૂ કરી દીધું હતું.
ખંભાતથી આવેલા તૈયબજીભાઈમિયાં (૧૮૦૩-૬૩) મુંબઈમાં ૧૪-૧૫ વર્ષની વયે આવ્યા હતા અને કારકિર્દીની શરૂઆત કાંદા-બટાટા અને અંગ્રેજોને યુનિફોર્મ અને બીજી વસ્તુઓ સીવી આપવાનો કોન્ટ્રેક્ટ લીધો હતો. જ્યારે તેમણે પોતાની વેપારી પેઢી સ્થાપી ત્યારે તેમની પાસે પાંચ લાખ રૂપિયા રોકડા હતા. ૧૮૫૩માં તેઓ યુરોપના પ્રવાસે ગયા હતા.

૧૮૪૨ સુધી ચીન સાથેના વેપારમાં પારસીઓની મોનોપોલી હતી અને નાનકિંગ સંધિ થતાં પારસીઓના હાથમાંથી ચીનનો વેપાર ધીરે ધીરે સરી ગયો.

ગોકુલદાસ તેજપાલ (૧૮૨૨-૬૭)ના પિતા કચ્છથી મુંબઈ આવીને એક ફેરિયા તરીકે શરૂઆત કરી મુંબઈના સ્વતંત્ર શ્રીમંત વ્યાપારી બન્યા હતા. ગોકુલદાસ તો ‘સિવિલ વોર’ ટાંકણે રૂના વ્યાપારમાં સમૃદ્ધ બન્યા હતા. કપાસના વ્યાપારમાં શ્રીમંત બનનારા કચ્છીઓમાં શ્રી જીવરાજ બાલુ, ખટાઉ મકનજી, ગોકુલદાસ લીલાધર પાસ્તાનો સમાવેશ થાય છે. તે સમયે ઙશયભય લજ્ઞજ્ઞમતના વ્યાપારમાં હાલાઈ ભાટિયા લખમીદાસ ખીમજી (૧૮૦૩-૯૬) રાજા ગણાતા હતા. એમની હરોળમાં ભણસાળી છબિલદાસ લલ્લુભાઈ હતા. તેઓ ક્રાન્તિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સસરા થતા હતા.
ઈ.સ. ૧૮૬૫ સુધીમાં મુંબઈમાં બધું મળીને ૧૦ મિલો હતી અને તેમાં ૬,૬૦૦ કર્મચારીઓ કામ કરતા હતા. આ બધી જ મિલો ગુજરાતી શેઠિયાઓની હતી. પ્રથમ મિલ કાવસજી નાનાભાઈ દાવરે ૧૮૫૯માં સ્થાપી હતી અને તેમાં હબીબ ઈબ્રાહિમ નામના ખોજા શેઠિયા એક વરિષ્ઠ શૅરહોલ્ડર બન્યા હતા.

દાદાભાઈ પેસ્તનજી વાડિયાએ ૧૮૪૦ પહેલાં ‘લાલબાગ’ નામનું ભવ્ય નિવાસસ્થાન રૂા. ત્રણ લાખના ખર્ચે બાંધ્યું હતું અને તે મુંબઈની એક અજાયબી ગણાતું હતું.

જગન્નાથ શંકરશેઠે ઠાકુરદ્વાર આગળ પેશ્ર્વા શૈલીની ભવ્ય હવેલી બંધાવી હતી. આજે જ્યાં શંકરસ્મૃતિ નામનું દીવાસળીના ખોખા જેવું મકાન છે તેને હરિયાળો બગીચો હતો અને એ બગીચામાં છૂટથી હરણો કૂદતાં – ફરતાં હતાં.

૧૮૬૫માં મુંબઈ મ્યુનિસિપલ એક્ટની વાત થઈ ત્યારે કમિશનર શ્રી આર્થર ક્રોફોર્ડે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૩૦૦ થી ૪૦૦ જે. પી. સભ્યો છે અને તેમાં અડધાથી અધિક યુરોપિયનો છે, બાકીના શ્રીમંત પારસી અને ગુજરાતી વેપારીઓ છે. આ લોકો અંગ્રેજી ઝાઝું સમજી શકતા નથી અને મ્યુનિસિપલ બાબતોનો અભ્યાસ કરવાનો તેમને સમય નથી.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી ૧૮૭૩ના જુલાઈની ૨૬મી તારીખે યોજાઈ હતી અને તેમાં વાર્ષિક રૂા. ૫૦ કે તેથી અધિક કરવેરો ભરનારને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો . કુલ મતદારો ૩,૯૧૮ હતા. ૧,૬૨૧ હિંદુ હતા તેમાં અડધાથી અધિક ગુજરાતી હતા. ૧૦૪૦ પારસી, ૮૯૬ મુસ્લિમો હતા, પણ તેમાં પોણા ભાગના ગુજરાતી મુસ્લિમો હતા. ૧૬૭ યુરોપિયનો, ૧૧૩ ગોવાનીઝ, ૨૯ યહૂદી અને બાવન કંપનીઓ હતી. શહેરને ૧૦ વોર્ડમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. નં.૧ ફોર્ટ – કોલાબામાં ૭૩૩ મતદારો, નં.ર ક્રોફોર્ડ માર્કેટ – માંડવી વિસ્તારમાં ૧,૧૧૦ મતદારો હતા. માહિમ અને વરલી દસ નંબરનો વોર્ડ હતો અને ત્યાં માત્ર ર૬ મતદારો હતા. આ ચૂંટણીમાં ૮ મરાઠા હિંદુ, પ ગુજરાતી હિંદુ, ૧૦ પારસી, ર મુસ્લિમ, ૪ યુરોપિયન, ૧ ગોવાનીઝ અને ૧ અન્ય સભ્ય ચૂંટાઈ આવ્યા હતા. પાંચ ગુજરાતીઓમાં વરજીવનદાસ માધવદાસ, મંગલદાસ નથુભાઈ, વૃન્દાવન પુરૂષોત્તમદાસ, ભણસાલી છબિલદાસ લલ્લુભાઈ, લખમીદાસ ખીમજીનો સમાવેશ થતો હતો. મુસ્લિમોમાં બદરુદ્દીન તૈયબજી, ફાઝલભાઈ કાસમભાઈ ગાંગજી, હાજી કરીમ મુહમ્મદ સુલેમાન એ ત્રણ ગુજરાતી મુસલમાનોનો સમાવેશ થતો હતો.

આમ ગુજરાતીઓ મુંબઈના પાયામાં મોખરે રહ્યા છે.

( ૮૧ )
ઓગણીસમી સદીના આરંભથી તે અંત સુધી મુંબઈના શાહ સોદાગારો ગુજરાતી ભણતા હતા અને તેઓ માત્ર ધન એકત્ર કરવામાં જ માનતા નહિ, પરંતુ ધનનું દાન પણ એટલી જ ઉદારતાથી કરી જાણતા હતા. સર જમશેદજી જીજીભાઈ હૉસ્પિટલ, શેઠ ગોકુલદાસ તેજપાલ હૉસ્પિટલ, રાજાબાઈ ટાવર આજે પણ એમની ઉદારતાની છડી પુકારે છે. ગુજરાતીઓ મુંબઈ આસપાસના પરિસરથી સમ્રાટ અશોકના સમયથી પરિચિત હતા, પરંતુ ઈ.સ. ૮૧૦ થી ૧૨૬૦માં શિલહાર સામ્રાજ્ય દક્ષિણ ગુજરાત સુધી સીમા ધરાવતું હતું ત્યારે ગુજરાતીઓનાં જહાજો મુંબઇ નજીક સોપારા બંદરથી પૂર્વમાં ચીન સુધી આફ્રિકા થઈને રાતા સમુદ્ર સુધીની સફર ખેડતાં હતાં. શિલહાર સામ્રાજ્યમાં પારસીઓ પણ સોપારા, કલ્યાણ બંદરેથી વેપાર ચલાવતા હતા.

જ્યારે ૧૫૩૦ના અરસામાં પોર્તુગીઝે મુંબઈ બેટ અને વસઈ ઉપર કબજો જમાવ્યો ત્યારે સ્થાનિક લોકો સાથે પ્રાદેશિક ભાષાની જાણકારી વિના મુશ્કેલી ઉપસ્થિત થઈ એટલે પોર્તુગીઝ અમલદારોએ ગુજરાતથી પારસીઓને લઈ આવીને વસઈ અને મુંબઈમાં વસાવ્યા. પારસીઓ ગુજરાતી, મરાઠી, કોંકણી, પોર્તુગીઝ અંગ્રેજી અને ફારસી ભાષાથી પરિચિત હતા. એટલે જ તો ૧૬૪૦માં ગુજરાતથી પોર્તુગીઝો દોરાબજી નાનાભાઈ નામના પારસીને મુંબઈ લઈ આવ્યા હતા અને મુંબઈના પટેલ તરીકે તેમની નિમણૂંક કરી હતી.

ઈ.સ. ૧૬૬૪માં છત્રપતિ શિવાજીની ‘સુરત લૂંટ’ પછી ગુજરાતી વેપારીઓને મરાઠા અને મોગલો બન્ને સતાવવા લાગ્યા એટલે મુંબઈમાં અંગ્રેજો સ્થિર થતાં જ ગુજરાતીઓએ મુંબઈને વ્યાપારી પાટનગર બનાવવાનો પ્રારંભ કર્યો. સત્તરમી સદીમાં મોગલો અને મરાઠાઓએ ગુજરાતમાં ગુજરાતી પ્રજાની પજવણી કરી ના હોત તો સુરત બંદર કદી ભાંંગી પડ્યું ન હોત. અને આજે પણ સુરત બંદરે ૮૭ બંદરોના જ નહિ, એના કરતાં બમણી સંખ્યાનાં બંદરોના વાવટા ફરકતા હોત. ગુજરાતી હિંદુ વેપારીઓ સાથે મેમણ, ખોજા અને વહોરા વેપારીઓએ પણ મુંબઈ આવીને સ્થાયી થવાનું પસંદ કર્યું. ચિત્રપાવન બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, પાથારે પ્રભુ, પંચકલશી વગેરે મરાઠી ભાષાઓએ પોર્તુગીઝ અને અંગ્રેજોની ઓફિસોના કર્મચારીઓ તરીકે કામ કરવાનું અધિક પસંદ કર્યું હતું. મનમોહન દેવીદાસ, મંગલદાસ નથુભાઈ, પ્રેમચંદ રાયચંદ, ગોકુલદાસ તેજપાલ, જીવરાજ બાલુ, ખટાઉ મકનજી, ગોકુલદાસ લીલાધર પાસ્તા, લક્ષ્મીદાસ ખીમજી, વગેરેએ ઓગણીસમી સદીના એટલે કે ૧૮૬૧ના અમેરિકન આંતરવિગ્રહ દરમ્યાન રૂની નિકાસથી મબલખ નાણાં પ્રાપ્ત કર્યાં હતાં. ગોકુલદાસ તેજપાલના (૧૮૨૧-૬૭) ના પિતાએ તો કચ્છથી મુંબઈ આવીને ફેરિયા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આત્મારામ ભૂખણ તો નાણાં ધીરવાનું કામ કરતા હતા અને અંગ્રેજ અધિકારીઓ અને અંગ્રેજ વેપારીઓ એમની પેઢીએ નાણાં લેવા પહોંચી જતા હતા. ૧૮૬૬ સુધી આત્મારામ ભૂખણની પેઢીનું નામ લંડનની પેઢીઓમાં, પોતાના સિક્કાની જેમ રણકતું હતું.

છયભજ્ઞમિત જ્ઞર વિંય ૠજ્ઞદયક્ષિળયક્ષિં જ્ઞર ખફવફફિતિિંફ, ઉીંમશભશફહ ઉયાફિળિંયક્ષિ,ં ૧૮૬૩ ટજ્ઞહ ૨૦માં જણાવવામાં આવ્યું છે કે ૧૮૫૫ના ઑગસ્ટ મહિનામાં કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ મુંબઈના અડધા ટાપુ ઉ૫ર પારસીઓ ખરેખર માલિકી ધરાવતા હતા. દાદાભાઈ પેસ્તનજી વાડિયા ૧૮૫૦ના અરસામાં મુંબઈમાં લગભગ ૫૦ લાખ રૂપિયાની મિલકત ધરાવતા હતા અને તેનું વાર્ષિક ભાડું રૂા. ૧,૨૪,૦૦૦ હતું. ઈ.સ. ૧૮૫૧માં જો કે દાદાભાઈ આર્થિક રીતે ભાંગી પડ્યા હતા, પણ તે પહેલાં મુંબઈ ટાપુનો લગભગ ચોથો ભાગ એમની માલિકીનો હતો.

તૈયબજી ભાઈમિયાં અફીણનો વેપાર કરતા હતા અને અંગ્રેજ લશ્કરને તંબુ અને સીવેલાં કપડાં પૂરાં પાડતા હતા. તેમની ગણના પણ મુંબઈના લખપતિઓમાં થતી હતી.

મરાઠા લખપતિઓમાં જગન્નાથ શંકરશેઠ, ધાકજી દાદાજી, રામા કામાટી વગેરેની ગણના થતી હતી. કોંકણી મુસલમાનોમાં મુહમ્મદ અલી બીન મુહમ્મદ હુસેન,રોગે સર, કાવસજી જહાંગીર રેડીમની અને સર જમશેદજી જીજીભાઈ ચીન સાથે વેપાર ચલાવતા હતા અને મોતીશાહ વેપારી હતા. તેઓ પણ મુંબઈના એક અગ્રગણ્ય લખપતિ શેઠિયા હતા.

મુંબઈના આ શાહ સોદાગરો એટલા બધા નાણાંની લેવડ-દેવડ કરતા હતા કે ૧૮૪૦થી ૧૮૫૦ના માત્ર એક જ દાયકામાં મુંબઈમાં ચાર-ચાર બેન્કોની સ્થાપના થવા પામી હતી. ૧૮૪૦માં બેન્ક ઓફ બોમ્બેની સ્થાપના થઈ હતી. ૧૮૪૨માં બેન્ક ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા, ૧૮૪૫માં ઓરિયેન્ટલ બેન્ક અને ૧૮૪૫માં કમરશ્યલ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી. બેન્ક ઓફ બોમ્બેની સ્થાપના પાંચ લાખની થાપણથી થઇ હતી. અને વીસ લાખની ચલણી નોટ છાપવાનો તેને અધિકાર હતો.

મુંબઈમાં ત્રણ શ્રીમંતોનાં નિવાસસ્થાનો રાજમહેલ જેવાં ત્યારે હતાં. વાડિયાનો ‘લવજી કેસજી’ (બરેલ), સર જમશેદજી જીજીભાઈનો મઝગાંવ કેસટલ અને નાના શંકરશેઠનો પેશ્ર્વાઈ શૈલીનો મહેલ ગિરગાંવ ઠાકુરદ્વાર ખાતે આવ્યો હતો. નાના શંકરશેઠના મહેલ ફરતો વિશાળ બગીચો હતો અને તેમાં હરણાં અને અન્ય નિર્દોષ જાનવરો ઉછેરવામાં આવતા હતાં.

મુંબઈના ગવર્નર સર બાર્ટલે ક્રીઅરે જણાવ્યું છે કે ૧૮૬૦-૬૧ની અમેરિકન સિવિલ વોરનો લાભ લઈને મુંબઈના નામાંકિત વેપારીઓએ ૧૮૬૪-૬૫ દરમિયાન રૂા. ૩૧૦ લાખથી વધુ કિંમતના રૂની નિકાસ મુંબઈથી કરી હતી.

મુંબઈમાં રૂના વેપારથી દરરોજ લાખોના સોદા થતા હતા અને શ્રીમંતો લખલૂટ ખર્ચ કરતા હોવાથી મોંઘવારી વધતા પામી હતી. પગારદારો જીવનનિર્વાહ ચલાવવામાં મુશ્કેલી અનુભવતા હતા, કારણ કે તેમનો પગાર કંઈ મોંઘવારીની સાથેસાથ તે સમયે વધતો નહોતો. તે સમયે ટપાલ લઈ જવા પગપાળા દોડતા માણસો હલકારા હતા. એમણે પગાર વધારવાની માગણી કરી તો મુંબઈના પોસ્ટ માસ્તર જનરલે પગાર વધારવાની માગણી કરતો પત્ર બ્રિટિશ સરકારને મુંબઈના ગવર્નર મારફતે મોકલ્યો. પગાર વધવાની વાત તો દૂર રહી, પણ મુંબઈના ગવર્નર અને પોસ્ટ માસ્તર જનરલને સાચી ભલામણ માટે જબરો ઠપકો મળ્યો. અંતે હલકારાઓ (છીક્ષક્ષયતિ) ૧૮૬૪માં હડતાળ ઉપર ઊતર્યા અને પગારવધારો કરી આપવો પડયો.

૧૮૬૧ થી ૧૮૬૪ના સમયગાળામાં મુંબઈની સમૃદ્ધિ એટલી બધી વધી ગઈ હતી કે ‘લંડન ટાઈમ્સ’ના જણાવ્યા અનુસાર રૂા. ૮૦ કરોડ મુંબઈને મળ્યા હતા. મુંબઈના આ સમૃદ્ધિકાળમાં શાહ સોદેગારો મુખ્યત્વે ગુજરાતીઓ હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave કેદારનાથ જાવ છો તો આ વાતનું ધ્યાન રાખજો Feeling Tired and Weak? Could Be a Vitamin B12 Deficiency A Taste of India: Exploring the Country’s Most Delicious Mango Varieties