સ્પેશિયલ ફિચર્સ

ન તો ઓગળશે કે ન ફાટશે, આ આધાર કાર્ડ માત્ર 50 રૂપિયામાં ઘરે આવશે, જાણો કેવી રીતે?

આજના સમયમાં આધાર કાર્ડ તમામ નાણાકીય હેતુઓ માટે પણ ફરજિયાત બની ગયું છે. પરંતુ શું તમે હજુ પણ જૂના લેમિનેટેડ આધાર કાર્ડનો ઉપયોગ કરો છો કે જે પર્સ કે ખિસ્સામાં રાખતી ફાટી જાય છે. કે પછી તેને સાચવવું થોડું મુશ્કેલ પડે છે તો ચાલો તમને જણાવું કે હવે તમને PVC આધાર કાર્ડ કેવી રીતે મળી શકે છે. અને તે પણ ફક્ત 50 રૂપિયામાં જ. 

આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ યુઝર્સને PVC આધાર બનાવવાની સુવિધા આપી છે. તમે PVC આધાર કાર્ડ માટે ઘરે બેસીને અરજી કરી શકો છો, જે ન તો ઓગળે છે કે ન ફાટે છે, જેનો ખર્ચ માત્ર 50 રૂપિયા જ આવે છે. પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડ એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેટલું મજબૂત છે. તમે તેને સરળતાથી તમારા વોલેટમાં રાખી શકો છો.


પીવીસી આધાર કાર્ડ મંગાવવું પણ ખૂબ જ સરળ છે . તમે ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપની મદદથી પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો. આ આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે ખર્ચવામાં આવેલા 50 રૂપિયામાં સ્પીડ પોસ્ટનો ખર્ચ પણ તેમાં સામેલ કરી શકો છે. જો તમે તમારા સિવાય તમારા પરિવારના અન્ય સભ્યો માટે PVC કાર્ડનો ઓર્ડર આપવા ઈચ્છતા હોય તો તમારે અલગ-અલગ નંબર પરથી કૉલ કરવાની જરૂર નથી, પરંતુ એક જ નંબર પરથી ઓર્ડર કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે…


તમારે UIDAI વેબસાઇટ (https://uidai.gov.in) પર જવું પડશે.


હવે ‘My Aadhaar Section’ માં ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરો. 


તમારે 12 અંકનો આધાર નંબર અથવા 16 અંકનો વર્ચ્યુઅલ ID અથવા 28 અંકનો EID આપવો પડશે. 
આ નંબર દાખલ કર્યા પછી, સુરક્ષા કોડ અથવા કેપ્ચા દાખલ કરો. આ પછી નીચે Send OTP પર ક્લિક કરો. 
હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે દાખલ કર્યા પછી, સબમિટ બટન પર ક્લિક કરો. 


હવે સ્ક્રીન પર પીવીસી કાર્ડની પ્રીવ્યુ કોપી દેખાશે, જેમાં તમારા આધાર સાથે સંબંધિત તમામ વિગતો હશે. 


સ્ક્રીન પર દેખાતી બધી માહિતી એકવાર ચકાસો અને એકવાર તમને બધી માહિતી બરાબર લાગે પછી ઓર્ડર આપો. 
પેમેન્ટ ચુકવણી કરવાનો વિકલ્પ છેલ્લો આવશે. તમે UPI, નેટ બેંકિંગ અથવા કાર્ડ દ્વારા 50 રૂપિયા ચૂકવી શકો છો.
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારી પીવીસી આધાર વિનંતી પર આગળની પ્રક્રિયા શરૂ થશે.


સફળ ચુકવણી પછી, આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર આપવામાં આવશે અને સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પીવીસી આધાર કાર્ડ પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઓર્ડર કર્યા પછી, તેને ઘરે પહોંચવામાં મહત્તમ 15 દિવસ લાગશે. પીવીસી આધાર કાર્ડ ઘણી આધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. સુરક્ષા માટે આ નવી કોર્ડમાં હોલોગ્રામ, ગિલોચે પેટર્ન, ઘોસ્ટ ઇમેજ અને માઇક્રોટેક્સ્ટ જેવી સુવિધાઓ છે. નવા PVC આધાર કાર્ડ સાથે, QR કોડ દ્વારા કાર્ડની ચકાસણી કરવાનું પણ સરળ બની ગયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral