શેર બજાર

પોલિકેબ મોટા કડાકા સાથે નીચલી સર્કિટમાં કેમ પટકાયો?

મુંબઇ: પોલીકેબના શેરમાં ગુરૂવારે ફરી જોરદાર વેચવાલીના મારા વચ્ચે ગબડ્યાં હતાં અને ૨૦ ટકાની નીચલી સર્કિટમાં અથડાયા હતા. વર્ષની ૨૦૨૪ની શરૂઆતથી આ શેરમાં ઘટાડો થઇ રહ્યો છે. બજારની ચર્ચા અનુસાર આવકવેરા વિભાગે બુધવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે આ કેબલ્સ અને વાયર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં સર્ચ ઓપરેશનની વાત કરી હોવાથી સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

મંગળવારે જ્યારે સર્ચ ઓપરેશનના અહેવાલો પ્રથમવાર સામે આવ્યા ત્યારે પોલિકેબના શેરમાં નવ ટકાનો કડાકો નોંધાયો હતો. કંપનીએ જોકે, તે સાંજે પછીથી એક નિવેદન બહાર પાડ્યું, તેમના તરફથી કોઈપણ કથિત કરચોરીનો ઇનકાર કર્યો.
આજે બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીમાં, પોલિકેબની ૨.૭ ટકા ઇક્વિટી અથવા રૂ. ૧,૬૨૬ કરોડના મૂલ્યના ૪૧ લાખ શેરોમાં હાથબદલો થયો હતો. જોકે, ટ્રાન્ઝેક્શનમાં ખરીદદારો અને વેચાણકર્તાઓ વિશેની માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

બીએસઇમાં પોલીકેબના શેર હાલમાં ૨૦.૯૯ ટકાની નીચી સર્કિટમાં, રૂ. ૩,૮૨૮.૯૫ની સપાટીએ સ્થિર થયો છે. આ સ્ટોક ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૨૫ ટકા નીચી સપાટીઅ ગબડ્યોે છે. માર્ચ ૨૦૨૦ પછી પોલિકેબ માટે આ સૌથી મોટો સિંગલ-ડે ઘટાડો છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker