
મુંબઈ: અનેકવિધ કારણોસર યુએસમાં મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે, જેને કારણે ગઈ કાલે અમેરિકન શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા (US Share market) મળી હતી. એશિયન શેરબજારોમાં ગભરાટ વ્યાપી ગયો છે, ભારતીય શેર બજારને પણ ગંભીર અસર થઇ શકે છે. ભારતીય રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. આજે ભારતીય શેર બજારના સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટડો થવાની શક્યતા છે.
યુએસના બજાર તૂટ્યા:
અમેરિકાના અર્થતંત્રમાં મંદીના જોખમને કારણે વોલ સ્ટ્રીટમાં ગભરાટનો માહોલ છે. સોમવારે યુએસ શેરોમાર્કેટ્સના બેન્ચમાર્ક ઇન્ડેક્સ મોટા ઘટાડા સાથે બંધ થયા હતાં. S&P 500 માં 18 ડિસેમ્બર પછી એક દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો અને Nasdaq માં ટકાવારી મુજબ એક દિવસમાં સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો
ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 890.01 પોઈન્ટ અથવા 2.080 ટકા ઘટીને 41,911.71 પર બંધ થયો હતો, જ્યારે S&P 500 155.64 પોઈન્ટ અથવા 2.70 ટકા ઘટીને 5,614.56 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 727.90 પોઈન્ટ અથવા 4 ટકા ઘટીને 17,468.32 પર બંધ થયો.
ટેસ્લાના શેરના ભાવમાં 15.4 ટકાનો ઘટાડો થયો, એનવિડિયાના શેરના ભાવમાં 5.07 ટકાનો ઘટાડો થયો, જ્યારે માઇક્રોસોફ્ટના શેરમાં 3.34 ટકાનો ઘટાડો થયો. ડેલ્ટા એર લાઇન્સનો શેર 5.5 ટકા ઘટીને બંધ થયો.
આ પણ વાંચો…X પર સાયબર એટેક, ઈલોન મસ્ક પરેશાન; આ હેકર ગ્રુપે જવાબદારી સ્વીકારી…
એશિયન બજારોમાં પણ ગાબડું
વોલ સ્ટ્રીટ પડેલા ગાબડાને કારણે આજે મંગળવારે એશિયન બજારો પણ તૂટ્યા હતાં. જાપાનનો નિક્કી 225 2.7 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં 2.8 ટકાનો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.19 ટકા અને કોસ્ડેક 2.22 ટકા તુટ્યો.
સોમવારે, સેન્સેક્સ 217.41 પોઈન્ટ અથવા 0.29 ટકા ઘટીને 74,115.17 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 92.20 પોઈન્ટ અથવા 0.41 ટકા ઘટીને 22,460.30 પર બંધ થયો હતો.