શેરબજારમાં વોલેટાલિટી: 400 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટી ફરી લાલ નિશાનમાં, વેચવાલીનો માહોલ યથાવત્

મુંબઈ: શેરબજારમાં વોલેટાલિટીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી લાલા નિશાનમાં કારોબાર કરતું બજાર લીલા નિશાનમાં ખુલ્યું હતું. જ્યારે 400+ પોઈન્ટ સાથે ખુલ્યા બાદ ફરી એક વખત વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ એવી ઝડપ પકડી કે રોકાણકારોને હાશકારો થયો. એક્સપાયરીના દિવસે સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ગઈ કાલના બંધ 83,459ની સરખામણીએ 83,516 પર ખુલ્યો અને થોડી જ વારમાં 83,846 સુધી પહોંચી ગયો હતો. જ્યારે સમાચાર લખતી વખતે સેન્સેક્સ ફરી ઘટાડો આવતો જોવા મળ્યો. સેન્સેક્સ 83423 પર કારોબાર કરતું જોવા મળ્યું હતું. જ્યારે જ્યારે NSE પર નિફ્ટી 2559 પર બંધ થઈ હતી. જે ખુલતા બજાર સાથે 25679 પર જોવા મળી. જ્યારે હાલ નિફ્ટી 25542 પર લાલા નિશાનમાં કારોબાર કરી રહ્યું છે.
સવારે પ્રી-ઓપનિંગ સેશનમાં જ બજારે લીલા રંગ સાથે કારોબાર કરવાનું શરૂ કર્યું હતું. સેન્સેક્સે લગભગ 250 પોઈન્ટ ઉપર ખુલવાના સંકેત આપ્યા હતા, પરંતુ તે 400+ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો.
શરૂઆતના કલાકમાં જ 1296 કંપનીઓના શેર લીલા નિશાનમાં ખુલ્યા, જ્યારે 1219 શેર લાલ નિશાનમાં રહ્યા. 251 શેરોની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો. એશિયન પેઈન્ટ્સ (5%), રિલાયન્સ (1.60%), એસબીઆઈ (1.15%), એમ એન્ડ એમ (2.60%) અને એડાની પોર્ટ્સ જેવા મોટા શેરો બજારને સપોર્ટ આપતા જોવા મળ્યા. મિડકેપમાં એસ્ટ્રાલ (5.30%) અને પેટીએમ (2.80%) ચમક્યા, જ્યારે સ્મોલકેપમાં રેડિંગ્ટન (12%), સીસીએલ (11.34%) અને આરઈ લિમિટેડ (10%)એ ધમાલ મચાવી.
વૈશ્વિક બજારોમાંથી પણ સારા સમાચાર આવ્યા. જાપાનનો નિક્કેઈ ગઈ કાલના ક્રેશ પછી 500થી વધુ પોઈન્ટ ઉછળ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ પણ લીલા નિશાનમાં રહ્યા. આ પોઝિટિવ માહોલનો સીધો લાભ ભારતીય બજારને મળ્યો અને રોકાણકારોનો ભરોસો પાછો આવ્યો.
આ પણ વાંચો…શેરબજારમાં ગુજરાતી મહિલાઓનો દબદબો, જાણો કેટલા ટકા કરે છે રોકાણ



