શેર બજાર

નિર્મલાની એક જ જાહેરાતથી શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 2170 પોઈન્ટનો કડાકો

મુંબઈ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજુ કરી રહ્યા છે, આ દરમિયાન તેમણે કરેલી જાહેરાત રોકાણકારોને પસંદ નથી પડી રહી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી-50માં મોટું ગાબડું પડ્યું.

બપોરે 12.30 વાગ્યેની આશે પાસે સેન્સેક્સ 2170.47 પોઈન્ટ (2.64%)ના ઘટાડા સાથે 80,099.31 પોઈન્ટ અને નિફ્ટી 604.05 પોઈન્ટ (2.39%) ઘટીનાં ઘટાડા સાથે 24,716.60 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ થોડો સુધારો જોવા મળ્યો હતો, 12.54 વાગ્યે સેન્સેક્સ 866.21 પોઈન્ટના ઘટાડા સાથે 81403.57 પર અને નિફ્ટી 309.45ના ઘટાડા સાથે 25011.20 પર ટ્રેડ કરી રહ્યો હતો. કલોઝિંગ બેલ પહેલા હજુ ભારે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.

નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2% ઘટડો નોંધાયો છે. PSU બેંક, મેટલ, કેપિટલ ગુડ્સમાં 4-5%નો ઘટાડો નોંધાયો. ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્ડાલ્કો, નેસ્લે, SBI, NTPC નિફ્ટીમાં ઘટાડો નોંધાયો, જ્યારે મેક્સ હેલ્થકેર, વિપ્રો, TCS, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મામાં વધારો નોંધાયો.

આ જાહેરાતને કારણે રોકાણકારો નારાજ:
કેન્દ્રીય બજેટ 2026 રજુ કરતી વખતે નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે તમામ કેટેગરીના શેરધારકો માટે બાયબેકની રકમ પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. સીતારમણે કોમોડિટી ફ્યુચર્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ 0.02% થી વધારીને 0.05% કરવાની જાહેરાત કરી હતી.

નવી જાહેરાત મુજબ મિનીમમ અલ્ટરનેટ ટેક્સ (MAT) ને ફાઈનલ ટેક્સ ગણવામાં આવશે, જેનો દર વર્તમાન 15 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવશે. સીતારમણે એવી પણ જાહેરાત કરી કે આવક ગણતરી અને જાહેરાત નવા ધોરણો બનાવવા માટે સરકાર મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અને CBDT વચ્ચે સંયુક્ત સમિતિની રચના કરશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button