આ વર્ષે બજેટના દિવસે શેરબજારમાં મચ્યો હતો હાહાકાર! આ કારણે સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો હતો…

મુંબઈ: સંસદમાં બજેટ રજુ થવાનું હોય ત્યારે શેરબજારના રોકાણકારોની નજર નાણા પ્રધાનના ભાષણ પર હોય છે, તેમના ભાષણ દરમિયાન કરવામાં આવતી જાહેરાત અનુસાર બજારની ચાલ બદલાતી રહે છે. રોકાણકારોને વર્ષ 2022નું બજેટ રજુ કરવામાં આવ્યું એ દિવસ યાદ હશે, બજેટ દરમિયાન શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
બજેટ ભાષણ દરમિયાન બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો, પરંતુ સેન્સેક્સમાં લગભગ 2000 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું.
આ કારણે રોકાણકારો ગભરાયા:
આ મોટા ઘટાડાનું કારણ હતું બજેટમાં ક્રિપ્ટોકરન્સી દ્વારા થતી કમાણી પર લાદવામાં આવેલો 30 ટકા ટેક્સ હતો. આ સાથે સરકારે નફા સામે કોઈપણ નુકસાનને સેટ ઓફ કરવાની સુવિધા પણ દૂર કરી. વધુમાં, દરેક ટ્રાન્ઝેકશન પર 1% TDS પણ લાદ્યો. સરકારની આ જાહેરાતને કારણે ક્રિપ્ટો માર્કેટને મોટો ઝટકો લાગ્યો, જેની સીધી અસર શેરબજાર પર પડી.
આ પણ વાંચો…શેરબજાર પર કોની અસર પડશે… બજેટ કે ટ્રમ્પ?
નવી ડિજિટલ ઇકોનોમિ અને ટેક કંપનીઓ પર સરકારના વધતા જતા કડક પગલાંનાને કારણે ટેક અને ફિનટેક સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
કોઈ પણ સંકેતો વગર સરકારે સમગ્ર સેક્ટરને ઉચ્ચતમ ટેક્સ બ્રેકેટમાં મૂક્યું જેના કારણે ફોરેઇન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ(FII) એ પણ ભારતીય બજારમાંથી નાણાં ઉપાડવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો…બજેટ પહેલા શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું; સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો…
ઘટાડા બાદ બજારમાં રીકવરી:
શરૂઆતના ઘટાડા બાદ બજારમાં રીકવરી જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ 849.40 પોઈન્ટ વધીને 58,862.57 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 237 પોઈન્ટ વધીને 17,576.85 પર બંધ થયો.


