ટ્રુઅલ્ટ બાયોએનર્જીનાં શૅરનું 11 ટકા અને જિનકૌશલ ઈન્ડ.ના શૅરનું ત્રણ ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ | મુંબઈ સમાચાર
શેર બજાર

ટ્રુઅલ્ટ બાયોએનર્જીનાં શૅરનું 11 ટકા અને જિનકૌશલ ઈન્ડ.ના શૅરનું ત્રણ ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ

નવી દિલ્હીઃ આજે બાયોફ્યુઅલ ઉત્પાદક ટ્રુઅલ્ટ બાયોએનર્જીનાં શૅરનું શૅરદીઠ રૂ. 496ના ઈશ્યૂ ભાવ સામે 11 ટકા અને જિનકૌશલ ઈન્ડસ્ટ્રીઝનાં શૅરનું શૅરદીઠ રૂ. 121ના ઈશ્યૂ ભાવ સામે ત્રણ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે.

આજે બીએસઈ ખાતે ટ્રુઅલ્ટ બાયોએનર્જીનાં શૅરનું લિસ્ટિંગ 10.88 ટકાના પ્રીમિયમ સાથે શૅરદીઠ રૂ. 550ના ભાવથી થયું હતું, જ્યારે એનએસઈ ખાતે 9.95 ટકાના પ્રીમિયમ સાથે શૅરદીઠ રૂ. 545.40ના ભાવથી થયું હતું. તેમ જ કંપનીનું માર્કેટ વૅલ્યુએશન્સ રૂ. 4617.78 કરોડની સપાટીએ રહ્યું હતું. જોકે, સત્રના અંતે બીએસઈ ખાતે 3.48 ટકા ઘટીને શૅરદીઠ રૂ. 530.85ના મથાળે બંધ રહ્યા હતા.

આ પણ વાંચો: એસએમઇ સેગમેન્ટમાં લિસ્ટિંગ સમયે નુકસાન સાથે બંધ થયેલી કંપનીઓની સંખ્યા સતત વધારો…

નોંધનીય બાબત એ છે કે ટ્રુઅલ્ટના આઈપીઓમાં રૂ. 750 કરોડનાં નવાં ઈક્વિટી શૅરનો અને રૂ. 89.28 કરોડનાં મૂલ્યનાં પ્રમોટરોનાં 18 લાખ શૅર ઓફર ફોર સેલનો હિસ્સો રહ્યો હતો અને પ્રાઈસ બેન્ડ શૅરદીઠ રૂ. 472થી 496 નિર્ધારિત કરવામાં આવી હતી.

વધુમાં આજે જિનકૌશલ ઈન્ડસ્ટ્રીઝનાં શૅરનું બીએસઈ અને એનએસઈ ખાતે લિસ્ટિંગ ઈશ્યૂ ભાવથી 3.3 ટકા પ્રીમિયમ સાથે શૅરદીઠ રૂ. 125ના ભાવથી લિસ્ટિંગ થયું હતું. જાકે, ત્યાર બાદ ભાવમાં ધીમો સુધારો આવતાં બીએસઈ ખાતે ભાવ 5.78 ટકા વધીને શૅરદીઠ રૂ. 128 સુધી પહોંચ્યા બાદ પાછા ફર્યા હતા અને 1.85 ટકાના ઘટાડા સાથે રૂ. 118.75 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે કંપનીનું માર્કેટ વૅલ્યૂએશન્સ રૂ. 455.83 કરોડ આસપાસ રહ્યું હતું. જોકે, બીએસઈ ખાતે સત્રના અંતે શૅરના ભાવ 2.72 ટકાના ઘટાડા સાથે શૅરદીઠ રૂ. 121.60ના મથાળે બંધ રહ્યાના અહેવાલ હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે જયકૌશલ ઈન્ડ.નાં આઈપીઓમાં 86.40 લાખ નવાં ઈક્વિટી શૅરનો અને પ્રમોટરોનાં 9.6 લાખ શૅર ઓફર ફોર સેલનો હિસ્સો રહ્યો હતો. તેમ જ ઈશ્યૂમાં કંપનીએ પ્રાઈસ બૅન્ડ શૅરદીઠ રૂ. 115થી 121 નિર્ધારિત કરી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button