ગુરુવારે શેર બજારમાં ધમાકેદાર શરૂઆત: સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો વધારો

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેર બજારની ઉછાળા સાથે શરૂઆત થઇ છે, બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 284 પોઈન્ટના વધારા સાથે 85,470 પર ખુલ્યો, જયારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-ફિફ્ટી 79 પોઈન્ટના વધારા સાથે 26,132 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં માર્કેટ બ્રેડ્થ પણ મજબૂત રહી, 1,447 શેરોમાં તીજી જોવા મળી, જ્યારે ફક્ત 734 શેરોમાં ઘટાડો નોંધાયો.
શરૂઆતના કારોબારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર, હિન્ડાલ્કો અને શ્રીરામ ફાઇનાન્સના શેરોમાં સારો વધરો જોવા મળી રહ્યો છે, જયારે ICICI બેંક અને મારુતિ સુઝુકીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ગિફ્ટ નિફ્ટીમાં પણ 80-100 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો
સવારે 10.58 વાગ્યે સેન્સેક્સ 106.11 પોઈન્ટ્સ (0.12%)ના વધારા સાથે 85,292.58 પર અને નિફ્ટી 30.85 પોઈન્ટ્સના (0.12%) વધારા સાથે 26,083.50 પર ટ્રેડ થઇ રહ્યો હતો.
એશિયન માર્કેટમાં તેજી:
બુધવારે, યુએસનો નાસ્ડેક ફ્યુચર્સ 2% વધીને બંધ થયો હતો. આજે એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં ઉછાળો જોવા મળ્યો. જાપાનનાં નિક્કીમાં 4%નો વધારો નોંધાયો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી અને તાઇવાનના TAIEXમાં પણ 2-3%નો વધારો નોંધાયો.
અગાઉ, બુધવારે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું, સેન્સેક્સ 513 પોઈન્ટ વધીને 85,186 પર અને નિફ્ટી 142 પોઈન્ટ વધીને 26,052.65 પર બંધ થયો.



