અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારની વધારા સાથે શરૂઆત; સેન્સેક્સ- નિફ્ટીમાં આટલો ઉછાળો

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો. વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો છતાં, ભારતીય શેર બજારે પોઝીટીવ શરૂઆત કરી હતી.
આજે સવારે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ લગભગ 579 પોઈન્ટ (૦.74%) ના વધારા સાથે 79,132.57 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એકચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 148 પોઈન્ટ (0.62%) વધીને 24,000.35 ના સ્તરે ટ્રેડ થઇ થઇ રહ્યો હતો.. બંને સૂચકાંકો ગ્રીન સિગ્નલમાં ખુલ્યા હતા.
શરૂઆતના કારોબારમાં ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ICICI બેંક, HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક વગેરેના શેરમાં જબરદસ્ત વધારો નોંધાયો છે.
આપણ વાંચો: ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, ગત સપ્તાહે કર્યું આટલા કરોડનું રોકાણ
ગુડ ફ્રાઈડેની રજાને કારણે 18 એપ્રિલ, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર બંધ રહ્યા હતા. અગાઉ, ગુરુવારે, બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1,508.91 પોઈન્ટ વધીને 78,553.20 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 414.45 પોઈન્ટ વધીને 23,851.65 પર બંધ થયો હતો.