શેર બજાર: આ સપ્તાહે ૧૬૦ કંપનીઓના પરિણામ જાહેર થશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેર બજારના સહભાગીઓ કોર્પોરેટ અર્નિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને તેથી ત્યાં વધુ શેરલક્ષી કામકાજ જોવા મળશે. લગભગ ૧૬૦ કંપનીઓ આ અઠવાડિયે તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરી રહી છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એક્સિસ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, નેસ્લે ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેકનોલોજિસ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, ભેલ, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે, જેઓ નિફ્ટીમાં સામૂહિક રીતે લગભગ ૩૪ ટકા વેઇટેજ ધરાવે છે.
આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, એસીસી, આદિત્ય બિરલા મની, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસીસ, એમસીએક્સ ઈન્ડિયા, ટાટા એલેક્સી, ઈન્ડિયન હોટેલ્સ, મેક્રોટેક ડેવલપર્સ, સીન્જિન ઈન્ટરનેશનલ, સાયેન્ટ, એલએન્ડટી ટેકનોલોજી સેવાઓ, આરબીએલ બેંક, એસબીઆઇ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ, આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ અને યસ બેન્ક પણ આ સપ્તાહે તેમની માર્ચ ક્વાર્ટરની કમાણી જાહેર કરશે.