ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલની શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી: આટલા વધારા સાથે લિસ્ટિંગ થયું

મુંબઈ: 1 ઓક્ટોબરના રોજ ટાટા ગ્રુપની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સનું ડિમર્જ થયા બાદ પેસેન્જર વ્હીકલ એન્ટીટીના શેર 14 ઓક્ટોબરના BSE અને NSE પર લીસ્ટ કરવામાં આવ્યા હતાં, હવે કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટના શેરનું આજે શેર બજારમાં લિસ્ટિંગ થયું છે. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ (TMCV) એ શેરબજારમાં શાનદાર એન્ટ્રી કરી છે.
મોટર્સના કોમર્શિયલ વ્હીકલ (TMCV) ના શેર NSE પર રૂ. 335 ના ભાવે લિસ્ટ થયા હતા, જે તેની ડિસ્કવર્ડ વેલ્યુ રૂ. 260.75 થી 28.5 ટકા વધુ છે, જ્યારે BSE પર TMCVના શેર રૂ.330.25ના ભાવ પર લિસ્ટ થયા.
અગાઉ નિષ્ણાંતો એવો અંદાજ લાગાવી રહ્યા હતાં કે TMCV ની લિસ્ટીંગ પ્રાઈઝ ₹310-₹320 રહી શકે છે, પરંતુ આજે TMCVના શેર અંદાજ કારતા ઊંચા ભાવે લિસ્ટ થયા છે.
ટાટા મોટર્સ કોમર્શિયલ (TMCV) ને T ગ્રુપ એટલે કે ટ્રેડ-ટુ-ટ્રેડ સેગમેન્ટમાં રાખવામાં આવ્યા છે. એટલે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ થઇ શકાશે નહીં. પ્રથમ 10 ટ્રેડિંગ સેશનમાં માટે 5% સર્કિટ લિમીટ લાગુ રહેશે.
14 ઓક્ટોબરના રોજ NSE પર ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ(TMPV)ના શેર રૂ.400ના ભાવે લિસ્ટ થયા હતાં.
આ રોકાણકારોને મળ્યા 1-1 શેર:
આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ તેના ડિમર્જ થયેલા કોમર્શિયલ વ્હીકલ સેગ્મેન્ટના શેર મેળવવા માટે નિર્ધારિત શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 14 ઓક્ટોબરને રેકોર્ડ ડેટ નક્કી કરી હતી. રેકોર્ડ ડેટ સુધી ટાટા મોટર્સના શેર ધરાવતા રોકાણકારોને ડિમર્જર સ્કિમના માટે પાત્ર બન્યા હતાં.
ડિમર્જર રેશિયો 1:1 રાખવામાં આવ્યો હતો, એટલે કે રોકાણકારોને ટાટા મોટર્સના દરેક શેર સામે TMPV અને TMCV નો એક-એક શેર મળ્યો હતો. પરિણામે, રોકાણકારોના હિસ્સામાં કોઈ ઘટાડો થયો નથી.
આપણ વાંચો: શેરબજાર મોટો ઉછાળો! આ સેક્ટરના શેરોમાં તેજી



