શેરબજારની મજબુત શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઉછાળો

મુંબઈ: ભારતીય શેર બજારમાં રોનક ફરી આવી હોય એવું લાગી રહ્યું છે, આજે મંગળવારે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે ખુલ્યું (Indian Stock Market opening). શરૂઆતના કારોબારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 126.8 પોઈન્ટના વધારા સાથે 22,635.55 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 414.67 પોઈન્ટના વધારા સાથે 74,584.62 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંકમાં પણ 384.5 પોઈન્ટની મજબૂત વધારો નોંધાયો.
યુએસ ફેડરલ રિઝર્વ આજથી તેની બે દિવસીય બેઠક શરૂ કરી રહ્યું છે. ફેડના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યો છે કે ટેરિફમાં વધારો ફુગાવાને કારણે નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનાવી શકે છે. અંતિમ પોલિસી ડિસીઝન 19 માર્ચે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો…ટૂંક સમયમાં સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પરત ફરશે, જાણો શેડ્યુલ
આ ઉપરાંત, વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ વચ્ચે 17 માર્ચે 24 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 90,750 રૂપિયા સુધીપહોંચ્યા હતાં.