સતત ત્રીજા દિવસે રેડ ઝોનમાં ખુલેલા શેરમાર્કેટમાં પણ આ શેર બાજી મારી ગયા | મુંબઈ સમાચાર

સતત ત્રીજા દિવસે રેડ ઝોનમાં ખુલેલા શેરમાર્કેટમાં પણ આ શેર બાજી મારી ગયા

મુંબઈ: ભારતીય શેરબજાર આજે, 24 જુલાઈ 2025ના કારોબારી સત્રમાં સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મામૂલી વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મિડકેપ શેરોમાં લાલ નીશાન તો સ્મોલકેપ શેરો લીલા નીશાન સાથે ખુલાતા જોવા મળ્યા હતા. જ્યારે વૈશ્વિક બજારો તરફથી મિશ્ર કારોબારના સંકેતો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકી બજારોમાં તેજી હોવા છતાં ઘરેલું બજાર દબાણ આવ્યું હતું. આ ઘટાડો નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે જોવા મળ્યો છે.

આજે સવારે BSE સેન્સેક્સ 114.28 અંક (0.14%) ઘટીને 82,612.36ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 16.80 અંક (0.07%) ઘટીને 25,203.10 પર હતો. જ્યારે BSE મિડકેપ ઈન્ડેક્સ 0.12% અને નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.21% ઘટીને ખુલ્યા. તેની સામે, BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 0.09%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો.

ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં 0.09-0.65%નો ઘટાડો જોવા મળ્યો. જ્યારે બેન્ક નિફ્ટી 0.01% ઘટીને 57,215.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં વધારો નોંધાયો. દિગ્ગજ શેરોમાં ડૉ. રેડ્ડીઝ, ટાટા કન્ઝ્યુમર, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઈન્ડસઈન્ડ બેન્ક 0.59-2.25% વધ્યા, જ્યારે ટ્રેન્ટ, કોટક મહિન્દ્રા બેન્ક, ઈન્ફોસિસ અને રિલાયન્સ જેવા શેરો 0.28-1.24% ઘટ્યા.

મિડકેપ અને સ્મોલકેપ શેરોની હાલત

મિડકેપ શેરોમાં પર્સિસ્ટન્ટ, કોફોર્જ, સચેફલર અને ડાલમિયા ભારત 1.08-5.89% ઘટ્યા, જ્યારે મેક્સ હેલ્થકેર, ઈપ્કા લેબ્સ અને બાયોકોન જેવા શેરો 1.14-2.38% વધ્યા. સ્મોલકેપ શેરોમાં આઈઈએક્સ, એનએસીએલ ઈન્ડસ્ટ્રીઝ અને યુટીઆઈએએમસી 4.11-9.98% તૂટ્યા, પરંતુ મુકંદ, સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ, જયસવાલ નેકો અને વિડલાસ બાયોટેક 6.25-11.39%ના ટોપ ગેઈનર્સમાં રહ્યા હતા.

આપણ વાંચો:  સોના કરતા ચાંદી વધારે ચળકી! સોનાએ 32% તો ચાંદીએ 36% વળતર આપ્યું

વૈશ્વિક શેર બજાર તરફથી પણ સારા સંકેતો મળ્યો હતો. અમેરિકી બજારો ગઈકાલે તેજી સાથે બંધ થયા હતા. જેમાં ડાઓ જોન્સ 500 પોઈન્ટ ઉછળ્યો અને એસએન્ડપી 500 રેકોર્ડ ઊંચાઈએ બંધ થયો. આલ્ફાબેટના શેરો બીજા ત્રિમાસિકમાં 96.43 બિલિયન ડોલરની આવક સાથે 2% વધ્યા, જે બજારની 94 બિલિયનની અપેક્ષા કરતાં વધુ હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button