નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં રોકાણકારોની નજર કોર્પોરેટ કમાણી પર પણ રહેશે અને તેને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે. માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝનનો અંત નજીક છે અને સાતમા સપ્તાહમાં લગભગ ૯૦૦ કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે.
આમાંની મુખ્ય કંપનીઓમાંં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સન ફાર્માસ્યુટિકલ, આઇટીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી અને ડિવિસ લેબોરેટરીઝ પરિણામ રજૂ કરશે.
આ ઉપરાંત અરબિંદો ફાર્મા, ભેલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, બોશ, પેટ્રોનેટ એલએનજી, ઈન્ટરગ્લોબ એવિએશન, અશોક લેલેન્ડ, જુબિલન્ટ ફૂડવર્ક્સ, વન ૯૭ કોમ્યુનિકેશન્સ, એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ, હોનાસા ક્ધઝ્યુમર, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની, ઈન્ડિયા સિમેન્ટ્સ, ઓઈલ ઈન્ડિયા, ઓઈલ ઈન્ડિયા, ગ્લેન્ડ ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, હિન્દુસ્તાન કોપર, મણપ્પુરમ ફાઇનાન્સ, નઝારા ટેક્નોલોજીસ, સુઝલોન એનર્જી અને યુનાઇટેડ સ્પિરિટ્સ પણ આ સપ્તાહે તેમની ત્રિમાસિક કમાણીની જાહેરાત કરશે.
અત્યાર સુધી જાહેર કરાયેલી કોર્પોરેટ કમાણી મોટાભાગે અપેક્ષાઓ સાથે સુસંગત છે જેમાં હકારાત્મક અને નકારાત્મક બાજુઓ પર કોઈ મોટું આશ્ર્ચર્ય સર્જાયું ના હોવાનું વિશ્ર્લેષકોએે જણાવ્યું હતું.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો