શેર બજાર

તેજીની આગેકૂચ: સેન્સેકસ 75,000ને સ્પર્શ્યો, Nity 22,700ની ઉપર

નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે, સેન્સેકસ સત્ર દરમિયાન ૭૫,૦૦૦ પાર કરી આવ્યો છે અને કદાચ આજે આ સપાટી હાંસલ પણ કરી લે. નિફ્ટી ૨૨,૭૦૦ની ઉપર જવા મથી રહ્યો છે, જે નિષ્ણાતોના મતે તેજી આગળ વધવાના સંકેત છે.


મંગળવારના કામકાજમાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો આગળ વધી રહ્યા છે, જોકે રોકાણકારોએ બુધવારે FOMC મીટિંગના પરિણામ પહેલાં વાડ પર રહેવાનું પસંદ કર્યું હોવાથી અપસાઇડ મર્યાદિત રહ્યું હતું. વિદેશી ફંડોની વેચવાલી અવિરત રહી છે. અત્યાર સુધીમાં મહિને એફઆઈઆઈ એ ૪૦,૦૦૦ કરોડથી વધુની વેચવાલી કરી છે.
મક્કમ વૈશ્વિક સંકેતો અને ઑટો શેરોની ખરીદીએ સૂચકાંકોને આજે ગ્રીન ઝોનમાં આગળ વધવાની સરળતા રહી છે. ઇરાન અને ઇઝરાયલની લડાઈ થંભી ગઈ હોવાથી સેન્ટિમેન્ટ સારું છે.


એમ છતાં બજારમાં વોલેટિલિટી ઊંચી રહી છે. ભારત VIX ઇન્ડેક્સ લગભગ 5% વધ્યો છે. આઈટી અને બેંક ઈન્ડેક્સમાં ઘટાડો થયો હતો જ્યારે ઓટો ઈન્ડેક્સ 1%થી વધુ વધ્યો હતો.


માર્કેટ એનલિસ્ટ અનુસાર, આ બુલ માર્કેટ માથાભારે હોવા છતાં સ્થિતિસ્થાપક છે, અને ઊંચા મૂલ્યાંકન છતાં ધીમે ધીમે વેગ મેળવી રહ્યું છે. ચાલુ બુલ રનની નોંધપાત્ર વિશેષતા એ છે કે DII અને નાના રોકાણકારો વિદેશી ફંડો કરતા સતત આગળ વધી રહ્યા છે. આ મહિને FIIની મોટી વેચવાલી હોવા છતાં, નિફ્ટી 18મી એપ્રિલની નીચી સપાટીથી 700 પોઈન્ટ્સ ઉપર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button