ટોપ ન્યૂઝવેપારશેર બજાર

Stock Market : શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો

મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)આજે ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં એક દિવસ અગાઉ નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા બાદ શુક્રવારે બજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળી રહ્યું છે. જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટીએ નજીવા ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી છે. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો. નિફ્ટીની શરૂઆત પણ લગભગ 25 પોઈન્ટના નુકસાન સાથે થઈ હતી. સવારે 9:20 વાગ્યે સેન્સેક્સ લગભગ 120 પોઈન્ટ ડાઉન હતો અને 82,850 પોઈન્ટની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ લગભગ 40 પોઈન્ટના ઘટાડા સાથે 25,350 પોઈન્ટની નજીક હતો.

ટાટા સ્ટીલ અને JSW સ્ટીલના શેરમાં 1 ટકાથી વધુનો વધારો થયો

સેન્સેક્સ પર લગભગ 20 શેર શરૂઆતના વેપારમાં નુકશાન હતું. ટાટા સ્ટીલ અને JSW સ્ટીલના શેરમાં 1 ટકાથી વધુનો વધારો થયો છે. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ 1.65 ટકા તૂટ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, આઈટીસી, ઈન્ફોસીસ જેવા શેર પણ શરૂઆતના વેપારમાં ઘટાડો જોવા મળ્યો.

વૈશ્વિક શેરબજારોમાં તેજી જોવા

ગુરુવારે અમેરિકન બજારમાં તેજી જોવા મળી હતી. વોલ સ્ટ્રીટ પર ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજમાં 0.58 ટકાનો વધારો થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 0.75 ટકા વધ્યો અને ટેક-ફોકસ્ડ ઇન્ડેક્સ Nasdaq 1 ટકા વધ્યો. આજે એશિયન માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 0.43 ટકા ઘટ્યો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.58 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયામાં કોસ્પી અને કોસ્ડાક ફ્લેટ છે. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં આજે તેજીની શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button