શેર બજાર

શેરબજારમાં સતત પાંચમા દિવસે પીછેહટ, Sensex 74,000ની નીચે ઘૂસી ગયો

નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં સતત પાંચમાં દિવસે નરમાઈનો દોર જોવા મળ્યો છે. સેન્સેકસ એક તબક્કે ૫૦૦ પોઇન્ટથી મોટા ગાબડાં સાથે 74,000ની નીચે ઘૂસી ગયો હતો અને અત્યારે આ સપાટીની ઉપર રહેવા મથામણ કરી રહ્યો છે. નિફ્ટી માટે પણ હવે આગળ વધવું સરળ જણાતું નથી. નિફ્ટીમાં વધુ ૨૦૦ પોઈન્ટનો કડાકો તોળાઈ રહ્યો હોવાનું અગ્રણી નિરીક્ષકો માને છે. શેરબજારમાં ચૂંટણી પરિણામને લાગતી ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જેને કારણે જ બેન્ચમાર્ક શેરબજારના સૂચકાંકોએ ગુરુવારે સતત પાંચમા સત્રમાં નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

ખાસ કરીને બેન્કિંગ અને આઇટી શેર્સમાં વેચવાલીના દબાણ વચ્ચે ઘટાડાને કારણે બેન્ચમાર્ક ગબડ્યા હતા. આગામી સપ્તાહની શરૂઆતમાં રાષ્ટ્રીય ચૂંટણીના છેલ્લા તબક્કા પછીના પરિણામની અટકળો વચ્ચે રોકાણકારોમાં સાવચેતી પ્રવર્તી રહી છે જ્યારે મોટા ફંડ હાઉસ એક્સિટ પોલની રાહ જોઈ રહ્યા છે.

Read More: Stock Market Crash: આજે ફરી શેરબજારમાં કડાકો…

સત્ર દરમિયાન એપોલો હોસ્પિટલ, મુથુત ફાઇનાન્સ સહિતની કંપનીઓના ચોથા ત્રિમાસિક સમયગાળાના નાણાકીય પરિણામને આધારે શેરલાક્ષી કામકાજ જોવા મળશે. ટાટા સ્ટીલના ચોખ્ખા નફામાં ૬૪ ટકા ઘટાડો થયો હોવાથી તેનો ત્રણ ટકા તૂટ્યો હતો.

Read More: …તો સેન્સેક્સ 77,000ની સપાટી કૂદાવશેઃજુઓ શું થશે ચૂંટણીના પરિણામોની શેરબજાર પર અસર

બાટા ઇન્ડિયાએ રૂ. 63.6 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આહીરો ફિનકોર્પે આઇપીઓ મારફત રૂ. 4,000 કરોડનું ભંડોળ ઊભું કરવાની તૈયારીમાં છે. ઓફિસ સ્પેસ સોલ્યુશન્સનો શેર તેનીઆઇપીઓ કિંમત કરતાં 14% પ્રીમિયમ પર સૂચિબદ્ધ થયો છે. મોટા ભાગના રોકાણકારો અત્યારે એક પ્રશ્ન પૂછે છે કે, આ અસ્થિર સમયમાં શ્રેષ્ઠ રોકાણ કે ટ્રેડિંગ વ્યૂહરચના કઈ હોવી જોઈએ. આ પ્રશ્નનો કોઈ સરળ જવાબ નથી. એક વ્યૂહરચના એ છે કે શાંત રહો, ઇવેન્ટ જુઓ અને ચૂંટણી પરિણામ પછી નિર્ણય લો. પુટ ઓપ્શન્સ હવે ખૂબ જ મોંઘા છે અને પુટ ઓપ્શન્સ દ્વારા હેજ કરવાનો પ્રયાસ કરવો વધારે ખર્ચાળ હશે. બજારમાં 3જી અને 4ઠ્ઠી જૂને ભારે અસ્થિરતા જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો