શેરબજારમાં ફરી તેજીનો સળવળાટ: સેન્સેકસમાં 500નો ઉછાળો

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં આજે ફરી તેજીનો સળવળાટ જોવા મળ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં ૪૫૦નો ઉછાળો નોંધાયો હતો અને નિફ્ટી 22,150ની ઉપર પહોંચ્યો હતો.
અલબત્ત ઊંચા મથાળે વેચવાલી આવતા સ્તર બદલાયા કરે છે, પરંતુ નીચા મથાળે ટેકો પણ મળતો રહે છે. બજારના વિશ્લેષકો અને ખુદ બજાર નિયામક દ્વારા ઊંચા વેલ્યુએશન અંગે આટલી ચેતવણીઓ છતાં આ સત્રમાં બ્રોડ માર્કેટમાં ફરી લેવાલીનું જોર જોવા મળ્યું હતું. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ત્રણેક ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
બજારના સાધનો અનુસાર સત્રની નબળી શરૂઆત પછી, બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, તેમના વ્યાપક બજારના તેજીના વલણને અનુસરીને પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યા હતા.
બજારના પીઢ અભ્યાસુ જણાવે છે કે, મૂલ્યાંકન સતત અને અવાસ્તવિક સ્તરે વધવાને કારણે વ્યાપક બજારમાં વધુ કરેકશન કરવાની જગ્યા છે. રોકાણકારોએ હવે લાર્જકેપ્સ અને ગુણવત્તાયુક્ત મિડકેપ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
હવેથી અતાર્કિક ઉમંગ બેક સીટ લેશે અને તર્કસંગત મૂલ્યાંકન અને ગુણવત્તા પ્રેરક બળ બનશે, એમ તેમણે ઉમેર્યું.
ક્ષેત્રીય રીતે, બેંકો અને રિયલ્ટી સૂચકાંકો દબાણ હેઠળ રહ્યા હતા જ્યારે મીડિયા પેકમાં મજબૂત ફાયદો થયો હતો..