નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર ૧૩ દિવસની એકધારી આગેકુચની રેકોર્ડ રેલી બાદ હાંફ્યું છે અને સહેજ નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે, જોકે ડિફેન્સ સ્ટોક્સમાં તેજીના ઉછાળા જોવા મળ્યા છે, જ્યારે આઇટી શેરોમાં ધોવાણ પણ જોવા મળ્યું છે. નિફ્ટીમાં 13-દિવસના વિનિંગ સ્ટ્રીકના નવા રેકોર્ડ બાદ તેજી માટેના નવા ટ્રિગર્સના અભાવને કારણે મંગળવારે સવારે હેડલાઇન ઇક્વિટી બેન્ચમાર્ક, સેન્સેક્સ અને નિફ્ટી નરમ રહ્યા હતા.
જોકે, HAL, GRSE અને Mazagon Dock જેવા સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં ત્રણથી પાંચ ટકા સુધીના જોરદાર ઉછાળાથી રિટેલ રોકાણકારો ઉત્સાહિત થયા હતા અને લેવાલી વધતે ઓછે અંશે જળવાઈ રહી હતી. સંરક્ષણ શેરોમાં આ તેજીને સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ સુખોઈ-30MKI ફાઈટર જેટ્સ માટે 240 એરો-એન્જિન ખરીદવા માટે રૂ. 26,000 કરોડના સોદાને મંજૂરી આપતાં વેગ આપ્યો હતો.અન્ય ક્ષેત્રોમાં, ફાર્માસ્યુટિકલ્સ અને રિયલ એસ્ટેટ શેરોમાં સુધારો જોવા મળી રહ્યો છે, જ્યારે આઇટી સેક્ટરમાં શેર નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય શેર મંગળવારના રોજ અગાઉના સત્રથી વિક્રમી ઊંચાઈની નજીક સ્થિર રહ્યા હતા, રોકાણકારો સંભવિત યુએસ વ્યાજ દરમાં કાપની આંતરદૃષ્ટિ માટે નવા ડેટાની રાહ જોઈ રહ્યા હતા.
આ લખાયું ત્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ મોટાભાગે ૨૫,૨૭૬.૧૦ પોઇન્ટ પર રહ્યો હતો, જ્યારે S&P BSE સેન્સેક્સ 0.1% નીચામાં ૮૨,૫૧૩.૭૦ પર ખુલ્યો હતો અને ૮૨,૫૫૦ની આસપાસ હતો. નિફ્ટી 50 એ સોમવાર સુધી સતત 13મો વધારો નોંધાવ્યો હતો, બંને સૂચકાંકો છેલ્લા સત્રમાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. IT ઇન્ડેક્સ સતત છ દિવસના ફાયદા પછી 0.4% ઘટ્યો, તેના તમામ દસ ઘટકો ઘટાડામાં હતા.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો