શેર બજાર

Stock Market: ટ્રમ્પના શપથની શેરબજાર પર અસર! SENSEX-NIFTY માં મોટો ઘટાડો

મુંબઈ: ગઈ કાલે ડોનાલ્ડ ટ્રમ્પે યુએસના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, જેની ખાસ અસર આજે ભારતીય શેરબજાર (Indian Stock Market) પર જોવા મળી નથી રહી. આ જે બજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) આજે 188 પોઈન્ટના વધારા સાથે 77,261 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ગ્રીન સિગ્નલ પર ટ્રેડ કરી રહ્યા હતાં જ્યારે 7 શેર રેડ સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા હતાં.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) આજે 0.22 ટકા અથવા 51 પોઈન્ટના વધારા સાથે 23,396 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં, નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેર ગ્રીન સિગ્નલમાં ખુલ્યા હતાં, 13 રેડ સિગ્નલ અને એક શેર કોઈ ફેરફાર વિના ટ્રેડ થઇ રહ્યો હતો.

એક કલાક બાદ માર્કેટ ગબડ્યું:
સવારે લગભગ 10:25 વાગ્યે સેન્સેક્સ 788.54 પોઈન્ટ અથવા 1.02 ટકા ઘટીને 76, 284.90 પર અને નિફ્ટી 191.45 પોઈન્ટ અથવા 0.82 ટકા ઘટીને 23,153.30 પર પહોંચી ગયો હતો. લગભગ 1384 શેરમાં વધારો નોંધાયો અને 1830 શેરોમાં ઘટાડો નોંધાયો ઘટ્યા અને 135 શેર યથાવત રહ્યા.

ઝોમેટોમાં ટ્રેડીંગ:
આજે ઝોમેટોમાં લાર્જ ટ્રેડ જોવા મળી રહ્યો છે. ઝોમેટોના લાર્જ ટ્રેડની વેલ્યુ રૂ. 372 કરોડ રહી. કંપનીના 1.67 કરોડ શેરમાં ઘણા સોદા થઇ રહ્યા છે.

આ પણ વાંચો…RG kar Hospital case: સંજય રોયની માતાએ ચુકાદો આવ્યા બાદ કર્યું કંઈક એવું કે…

ડોનાલ્ડ ટ્રમ્પના શપથની એશિયન માર્કેટ અસર:
ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિ તરીકે બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ કર્યા બાદ વૈશ્વિક બજારોમાં યુએસ સ્ટોક ફ્યુચર્સમાં વધારો નોંધાયો છે. ટ્રમ્પના નીતિગત પગલાં અર્થતંત્રને મજબૂત બનાવી શકે છે તેવી અપેક્ષાઓ પર રોકાણકારોનો આશાવાદ વધ્યો, ખાસ કરીને બેંકિંગ અને ઉર્જા ક્ષેત્રોમાં.

દરમિયાન, 1 ફેબ્રુઆરી સુધીમાં મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ટિપ્પણને કારણે એશિયન બજારો સ્થિર રહ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button