ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

શેરબજારમાં વિક્રમી તેજીની આગેકૂચ, બંને બેન્ચમાર્ક નવાં શિખરે

નિલેશ વાઘેલા

મુંબઈ: શેરબજારમાં વિક્રમી તેજીની આગેકૂચ ચાલુ રહી હતી અને સેન્સેક્સ તથા નિફ્ટી, બંને બેન્ચમાર્કે આજે નવી ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. નિફ્ટી બેંક પણ નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવતો ૫૩,૦૦૦ની નજીક પહોંચ્યો છે.
બેન્કો, ઇન્ફ્રા શેરો અને ઇન્ડેક્સ હેવીવેઈટ્સની આગેવાની હેઠળ નિફ્ટીએ પ્રથમ વખત ૨૩,૮૫૦ની સપાટી પારકરી છે. ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે ચાર્ટના હિસાબે નિફ્ટી ૨૪,૦૦૦ના મનોવૈજ્ઞાનિક સ્તર તરફ કૂચ કરી શકે છે.

સત્રને અંતે, સેન્સેક્સ ૬૨૦.૭૩ પોઈન્ટ અથવા ૦.૮૦ ટકા વધીને ૭૮,૬૭૪.૨૫ પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટીએ અને નિફ્ટી ૧૪૭.૫૦ પોઈન્ટ અથવા ૦.૬૨ ટકા વધીને ૨૩,૮૬૮.૮૦ પોઇન્ટના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: સેન્સેક્સે પહેલી વખત ૭૮,૦૦૦ની સપાટી વટાવી, નિફ્ટી નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો

સેન્સેક્સ અને નિફ્ટીએ ઇન્ટ્રા-ડે અનુક્રમે ૭૮,૭૫૯.૪૦ પોઈન્ટ અને ૨૩,૮૮૯.૯૦ પોઈન્ટની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ પણ ૫૩,૦૦૦ની નજીક જતાં તાજી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

એક અંદાજે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલમાં રૂ. ૧.૪૦ લાખ કરોડનો ઉમેરો થયો છે. એ નોંધવું રહ્યું કે પાછલા સત્રમાં પણ બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હોવા છતાં માર્કેટ કેપમાં માત્ર રૂ. ૧૦,૦૦૦ કરોડનો ઉમેરો થયો હતો.

આ પણ વાંચો: Share Market: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, આ શેરોમાં ભારે તેજી

અગાઉના સત્રોની તુલનાએ સહેજ નિરસ શરૂઆત પછી, બજાર પ્રથમ બે કલાકો સુધી ફ્લેટ રહ્યું હતું, જો કે, બપોરના સત્રમાં બૅન્ક, ઓઇલ-ગેસ અને એફએમસીજી શેરોમાં જોવા મળેલી લેવાલી વચ્ચે બજારનો ટોન ફરી મજબૂત બન્યો હતો અને બજારે તાજી રેકોર્ડ ઉંચી સપાટી હાંસલ કરી હતી.

નિફ્ટીમાં સૌથી વધુ વધનારા શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ હતો, જ્યારે અપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, એમએન્ડએમ, ટાટા સ્ટીલ અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઘટનારા શેરોમાં હતા.

સેક્ટરમાં બેન્ક, ઓઇલ એન્ડ ગેસ, ટેલિકોમ, મીડિયા અને એફએમસીજી ૦.૩-૨ ટકા, જ્યારે ઓટો, મેટલ અને રિયલ્ટી ૦.૭-૧.૫ ટકા ઘટ્યા હતા. મિડકેપ ઈન્ડેક્સ ૦.૩૦ ટકા ડાઉન હતો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ નોટ પર બંધ થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો