ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

Share Market: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, આ શેરોમાં ભારે તેજી

મુંબઈ: આ અઠવાડિયાના ટ્રેડીંગના બીજા દિવસે મંગળવારે શેરબજાર ફરી તેજી જોવા મળી રહી છે, બજાર નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સ(Sensex) 500 પોઈન્ટના ઉછાળા સાથે નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે નિફ્ટી(Nifty) ઇન્ડેક્સ પણ નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રાઈવેટ બેંકોના શેરમાં તેજી જોવા મળી હતી. બપોરે 1:12 વાગ્યે, સેન્સેક્સ 523.54 (0.68%) પોઈન્ટના વધારા સાથે 77,864.62 પર ટ્રેડ થતો હતો. નિફ્ટી 131.20 (0.56%) પોઈન્ટ ઉછળીને 23,669.05ના સ્તરે પહોંચ્યો હતો.

સેન્સેક્સ અત્યાર સુધીના સેશનમાં 77888.72ની તેની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો છે. નિફ્ટી 23,669.40ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

આજે શેરબજારમાં ટ્રેડીંગ ગ્રીન સિગ્નલ પર શરૂ થયું હતું. મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા હતા. શરૂઆતના ટ્રેડીંગમાં સેન્સેક્સ 250 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થયો હતો. બીજી તરફ નિફ્ટીએ 23600ની સપાટી ક્રોસ કરી છે. સવારે 9:49 વાગ્યે સેન્સેક્સ 253.99 (0.32%) પોઈન્ટ વધીને 77,607.52 પર પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 75.11 (0.32%) પોઈન્ટ વધીને 23,612.95 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો : સેન્સેક્સ નીચી સપાટી સામે 600ની જમ્પ સાથે પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો, નિફ્ટી 23,530ની સપાટીએ ગોઠવાયો

આ શેરો ઉછાળો:
નિફ્ટી શેર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક, ડિવીઝ લેબ, કોલ ઈન્ડિયા અને એસબીઆઈ ટોપ ગેનર તરીકે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્સ અને ટાઇટનના શેર દબાણ હેઠળ હતા. પ્રમોટર અશોક સૂતાએ બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચવાના અહેવાલો વચ્ચે હેપીએસ્ટ માઇન્ડ્સના શેર 8% ઘટ્યા હતા.

અમરા રાજા એનર્જી અને મોબિલિટીનો શેર 19% સુધી વધ્યો હતો, આ કંપનીએ લિથિયમ ઓઈલ સેલ મેન્યુફેક્ચરિંગ માટે ચીનની ગોશાન સાથે લાઇસન્સિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મોર્ગન સ્ટેનલીની તેજી બાદ, Paytm, Zomato અને પોલિસી બજારના શેરમાં પણ લગભગ બે ટકાનો વધારો જોવા મળ્યો હતો.

મંગળવારે ડોલર સામે ભારતીય રૂપિયો 2 પૈસા વધીને 83.45 ના સ્તર પર ખુલ્યો હતો. ઓગસ્ટ ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.08% મજબૂત થઈને 86.06 પ્રતિ બેરલ થયો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે